નાના વેપારી અને લઘુ ઉધોગો માટે રૂ.૩ લાખ કરોડની લોનની ગેરેન્ટર બનશે સરકાર
લઘુ ઉધોગો તેમની ક્રેડિટ લિમિટ કરતા ૨૦ ટકા વધુ ‘ઉપાડ’ કરી શકશે
કોરોનાનાં કારણે હાલ જે લોકડાઉનની સ્થિતિ સર્જાય છે તેમાં સરકારે નાના વેપારી અને લઘુ ઉધોગોને રૂ.૩ લાખ કરોડની લોનની ગેરેન્ટર બનશે તેવું પણ જણાવ્યું છે. દેશની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હોવાથી ધંધા-રોજગારોને ધમધમતો કરવા માટે સરકાર દ્વારા આ વિકાસલક્ષી પગલું લેવામાં આવ્યું છે ત્યારે હાલ ભારત દેશ ૪૦ દિવસનાં લોકડાઉનનો સામનો કરી રહ્યું છે તે સમયે સરકાર દ્વારા આપવામાં આવેલી આ છુટછાટ લઘુ ઉધોગો માટે અત્યંત મહત્વપૂર્ણ અને કારગત નિવડશે. પ્રપોઝલ હેઠળ નાના ઉધોગકારોને તેમની ક્રેડિટ લીમીટનાં અતિરેક ૨૦ ટકાથી વધુની રકમ ઉપાડવાની છુટછાટ આપી છે. વધુમાં લઘુ ઉધોગો ઉપર જે સંકટ ટોળાયું છે તેને લઈ વડાપ્રધાન મોદી તે અતિરેક દેણાની ભરપાઈ કરશે જે માટે સરકાર એક વિશેષ ફંડની પણ વ્યવસ્થા કરી હોવાનું સામે આવ્યું છે.
લોકડાઉનનાં કારણે મેન્યુફેકચરીંગ અને તેના વપરાશને ઘણી ખરી અસર પહોંચી છે ત્યારે આવનારા સમયમાં ઉધોગોની સ્થિતિને કોઈપણ અન્ય પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવ્યા છે.
ચાલુ સપ્તાહમાં જ સેન્ટ્રલ બેંક દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં ૫૦૦ બિલિયન રૂ પિયાની ક્રેડિટ આપી હોવાનું જણાવ્યું છે જેથી લોકોની મિલકત સહિતનાં પ્રશ્ર્નો ઉપર નિરાકરણ ત્વરીત થઈ શકે. સૌથી મોટી વાત રાજકોષીય ખાધમાં જો વાત કરવામાં આવે તો યુ.એસ., યુ.કે. જેવા દેશો નાના ઉધોગકારો માટે લોન ગેરેન્ટર તરીકે આગળ આવ્યા છે. આ પ્રકારની સ્કિમનો લાભ નાની અને નબળી બેંકોને આપવામાં આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
દેશનાં અર્થતંત્રમાં અને ઉધોગો માટે લઘુ અને મધ્યમ ઉધોગો કરોડરજજુ સમાન છે. ઉધોગમાં ૨.૭ ટ્રિલિયન ઈકોનોમી નાના-નાના ઉધોગો માટે છે ત્યારે ૧૦૦ મિલિયન જેટલા કામદારો માઈનીંગ, ક્ધટ્રકશન, મેન્યુફેકચરીંગ અને સર્વિસ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. વિશ્ર્વ આખુ લઘુ ઉધોગો તરફ તેમનો ઝુકાવ વધાર્યો છે. ગત માસ પહેલા જ અમેરિકાએ ડોલર ૩૨૦ બિલિયન પેચેક પ્રોટેકશન પ્રોગ્રામ હેઠળ આપ્યા હોવાનું જણાવાયું છે જેથી કંપનીઓની લોનોને માફ કરી શકાય.
- લોકડાઉન કેવી રીતે હટાવવું તેને લઈને રાજય અને કેન્દ્ર સરકારે મથામણ કરી
દેશભરમાં લાગૂ લોકડાઉનની મુદત્ત આગામી ત્રીજી મેએ પૂરી થનારી છે. ત્યારે લોકડાઉન કેવી રીતે હટાવવું તે મુદા પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે દેશના તમામ રાજયોનાં મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજેલી બેઠકમાં મથામણ કરી હતી. ઉત્તર પૂર્વ રાજયો, ઉપરાંત હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાત, ઓરિસ્સા, બિહાર સહિતના રાજયોનાં મુખ્યમંત્રીઓએ લોકડાઉનને એક સાથે ઉઠાવી લેવાના બદલે તબકકાવાઈઝ છૂટછાટ આપીને લોકડાઉન પૂર્ણ કરવાની હિમાયત કરી હતી. અમુક મુખ્યમંત્રીઓએ એવી ચિંતા વ્યકત કરી હતી કે કોરોનાના દરરોજ નવા કેસો આવી રહ્યા છે. ત્યારે લોકડાઉન ઉઠાવી લેવાથી ફરીથી સ્થિતિ બગડશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ બેઠકમાં જણાવ્યું હતુ કે અર્થતંત્રને ધબકતું કરવાની સાથે સાથે અમારી સરકાર કોરોના સામેની લાંબી લડાઈ લડવા તૈયાર છે. આ બેઠકમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ વચ્ચે થયેલી લાંબી મસલતના આખરે એવું નિષ્કર્ષ નીકળ્યું હતુ કે કોરોનાના હોટસ્પોટ એવા રેડઝોનમાં આવેલા વિસ્તારો કેજેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ જેવા મહાનગરોનો પણ સમાવેશ થાય છે. ત્યાં ત્રીજી મે બાદ પણ લોકડાઉનમાં કોઈ છૂટછાટ નહી અપાઈ જે વિસ્તારોમાં કોરોનાના કેસોની સંખ્યા નહિવત્ છે. તેવા ગ્રીન ઝોન વિસ્તારોમાં લોકડાઉનમાંથી મહત્તમ મૂકિત અપાશે જયારે, યલો ઝોનમાં આવતા વિસ્તારોમાં લોકડાઉનમાં આંશિક છૂટછાટો અપાશે.
- ચીનની અવેજી બનવા સજજ થવા રાજયો અને કંપનીઓને મોદીનું આહ્વાન આફતને અવસરમાં ફેરવવાની તક !
કોરોના વાયરસને ભારતમાં ફેલાતો રોકવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરાયું છે. લોકડાઉન દરમ્યાન રાજય સરકારોને પડતી મુશ્કેલીઓને જાણવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમયાંતરે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા બેઠકો યોજતા રહે છે. ગઈકાલે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત તમામ રાજયોમાં મુખ્યમંત્રીઓ સાથે વીસી દ્વારા બેઠક યોજી હતી જેમાં મોદીએ કોરોના વાયરસના કારણે દેશ પર આવી પડેલી આફતને અવસરમાં પલટવાનું આહવાન કર્યું હતુ કોરોના વાયરસનું જનક મનાતા ચીનના વુહાન શહેરમાં વિશ્ર્વની અનેક કંપનીઓનાં ઔદ્યોગિક એકમો આવેલા છે.
કોરોનાના કહેરના કારણે આવી કંપનીઓ હવે ચીનમા તેના એકમો બંધ કરી દે તેવી સંભાવના જોવા મળી રહી છે. જયારે મોદીએ રાજય સરકારોને જણાવ્યું હતુ કે ચીનમાંથી નીકળી જનારી કંપનીઓને ભારતમાં રોકાણ કરીને ખેંચી લાવવાની આ ઉજળી તક છે. મેન પાવર સ્કીલ અને માળખાકીય સુવિધાને વધારીને વિવિધ રાજય સરકારો આ કંપનીઓને તેમના રાજયોમાં ખેંચી શકે છે. તેના માટે રાજય સરકારોએ સંભાવના પ્લાન ઘડીને વિદેશી કંપનીઓનાં રોકાણને પોતાના રાજયમાં લઈ જવા તૈયારીઓ કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પા સહિતના અનેક વૈશ્ર્વિક નેતાઓએ કોરોનાના કહેર માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. ત્યારે આગામી સમયમાં આ વિકસિત દેશોની કંપનીઓ ચીનને છોડીને સલામત ગણાતા અન્ય દેશોમાં પોતાના એકમો સ્થાપે તેમ મનાય રહ્યું છે. ત્યારે ભારત જેવા વિશાળ દેશ માટે આ નવી તક ઉભી થવા પામી છે.
- અર્થતંત્રને ધમધમતું કરવા રાજકોષીય મદદની હિમાયત કરતા આરબીઆઇ ગવર્નર
દેશની રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગર્વનર શકિતકાંતદાસે દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા અને અર્થતંત્રને ધમધમતું કરવા રાજકોષીય મદદની હિમાયત કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતમાં કોરોનાના કહેરને નાથવા અને અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જે રાજકોષીય ખાદ્ય ઉભી થઈ છે તેને પુરી કરવામાં મદદરૂ પ થશે. ગર્વનરનાં જણાવ્યા મુજબ દેશની અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે નાણાકિય સહાય અત્યંત આવશ્યક છે. વડાપ્રધાન મોદી દ્વારા ૩ મે સુધી જે લોકડાઉન વધારવામાં આવ્યું છે તેમાંથી ઉધોગોને બચાવવા માટે અનેકવિધ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે. ભારત એશિયાની ૩જી સૌથી મોટી અર્થવ્યવસ્થા ૧૯૮૦થી ચાલી આવી છે જે હાલ અત્યારે ડિપ્રેશનમાં જોવા પણ મળી છે. અર્થવ્યવસ્થા ધીમી થતાની સાથે જ કર આવકની વસુલાતમાં પણ ઘણો ખરો ઘટાડો જોવા મળ્યો છે. દેશનાં અર્થતંત્રને બેઠુ કરવા માટે નાણામંત્રી દ્વારા ૧.૭ લાખ કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવામાં આવ્યું છે જેથી લોકો તેની જીવનજરૂ રીયાત ચીજવસ્તુઓને અપનાવી શકે.