ગત વર્ષની સરખામણીએ અખાત્રીજે ૯૮ ટકા સુધી વેચાણ ઘટયું

લોકડાઉનના સમયમાં શો-રૂમના બદલે ઓનલાઇન ખરીદી કરાઇ

અખાત્રીજનો ભાવ અને સોનાની ખરીદીનરા પ્રમાણપત્ર જેવા આકર્ષણો અપાયા

અખાત્રીજે સોના ચાંદી ખરીદીનું આધ્યાત્મિક રીતે વિશેષ મહત્વ છે. પણ આ બાબતે કોરોનાને કારણે ગત વર્ષની સરખામણીએ ૯૮ ટકા સુધી વેચાણ ઘટયું હતુ ઓનલાઈન ખરીદી, અખાત્રીજના ભાવે જ ખરીદી, સોના- ખરીદીનું પ્રમાણપત્ર જેવા આકર્ષણો છતા આ વખતે સોના ચાંદીની ખરીદીમાં ૯૮ જેટલો ઘટાડો થયો હતો.

દેશમાં કોરોનાના કારણે લોકડાઉન થતા જવેલરી ઉદ્યોગ થંભી ગયો છે. અખાત્રીજે સોના ચાંદી તથા આભુષણો ખરીદવાનું વિશેષ મહત્વ છે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાત સહિત દેશભરનાં અલગ અલગ પ્રાંતોમાં લોકો દ્વારા સામાન્ય દિવસો કરતા વિશેષ અને મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવતી હોય છે. પણ આ વખતે લોકડાઉનને કારણે દુકાનો વેપાર ધંધા રહેતા સોના ચાંદીના આભુષણો વેચનારી દુકાનો બંધ રહી હતી જવેલરીની દુકાનો બંધ હોવા છતાં લોકોને સોનું ચાંદી કે આભુષણો ખરીદી કરવામાં સરળતા રહે તે માટે જવેલર્સો ઓનલાઈન ખરીદી માટે આ વ્યવસ્થા ગોઠવી હતી તો કેટલાક છૂટક વેચાણ કરતા જવેલર્સોએ અખાત્રીજનું મહત્વ હોવાથી અખાત્રીજના ભાવે જ સોનું ચાંદીકે જવેલરી ખરીદવાની ઓફર કરી હતી તો કેટલાકે સોનાની ખરીદીનું પ્રમાણપત્ર આપી અને લોકડાઉન બાદ સોનું ચાંદી ખરીદવા માટેની પણ વ્યવસ્થા કરી આપી હતી. આમ છતાં ગત વર્ષની સરખામણીએ સોના ચાંદીના વેચાણમાં ૯૭ થી ૯૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ઓલ ઈન્ડીયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સીલ ચેરમેન અનંતા પદમનાભને જણાવ્યું હતુ કે આ વખતે અખાત્રીજે ગત વર્ષની સરખામણીએ ૯૭ થી ૯૮ ટકા વેચાણ ઘટયું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે મે અને જૂનમાં અતિ ધીમી ગતિએ જવેલરી ઉદ્યોગ ચાલશે અને બાદમાં પૂર્વવતસ્થિતિએ આસવે તેવી શકયતા છે અને દિવાળી તહેવાર પર ઉદ્યોગ પૂર્ણકક્ષાએ પહોચશે.

પશ્ર્ચિમ અને દક્ષિણ ભારતમાં અખાત્રીજએ નવાવેપાર, ધંધા, ઉદ્યોગ શરૂ કરવા તથા સોના, ચાંદી અને આભુષણો ખરીદવા માટે શુકનવંતો દિવસ ગણવામાં આવે છે.

પીએનજી જવેલર્સનાં ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર સૌરભ ગાડગીલે જણાવ્યું હતુ કે આ વખતે અખાત્રીજે માત્ર ઓનલાઈન જ વેચાણ થયું હતુ

લોકડાઉનના કારણે આયાત બંધ હોવાથી આગામી સમયમાં સોનાનો ભાવ વધવાની શકયતા છતા જવેલર્સોએ અખાત્રીજે ૧૦ ગ્રામ સોનાના રૂા. ૪૮ હજારના ભાવે આપવા ઓફણ કરી હતી, કેટલાકે ઈ-વાઉચર ઈ પ્રમાણપત્ર અને બાદમા સોના ચાંદીની ખરીદીની ઓફર કરી છતા ગત વર્ષની સરખામણીએ વેચાણ ખૂબજ ઘટયું હતુ.

કલ્યાણ જવેલર્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર સી.એસ. કલ્યાણ રામને જણાવ્યું હતુ કે આ વખતે લોકડાઉન દરમિયાન અખાત્રીજના વેચાણને અગાઉના સામાન્ય અખાત્રીજના વેચાણ સાથે સરખાવી શકાય તેમ નથી ગત વર્ષની જેમ અમે આ વર્ષે ગત વર્ષની જેમ સોના વેચાણ માટે ખાસ ઝુંબેશ ફરી ન હતી.

તેમણે વધુમાં જણાવ્યું કે છેલ્લા ૨૫ વર્ષથી અખાત્રીજે શો રૂમમાંથી જ સોનું વેચાય છે. પણ આ વખતે લોકડાઉનની સ્થિતિને લઈ સોનાનું વેચાણ જાળવવા અમે ગોલ્ડ ઓનરશીપ સર્ટીફીકેટ જેવી યોજના કરી હતી આ વખતે અખાત્રીજે માત્ર ૧૦ ટકા જ વેચાણ કરી શકાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.