પ્રતિ વર્ષે ૪૦ થી ૯૦ કરોડ તાવના મામલાનું કારણ બને છે તેનાથી વર્ષે ૧૦ થી ૩૦ લાખ મૃત્યુ વિશ્વમાં થાય છે : દર ૩૦ સેક્ધડે એક મૃત્યુ થાય છે : દર વર્ષે ૨૫ એપ્રિલે મેલેરિયા વિરોધી દિવસ તરીકે ઉજવણી કરાય છે
વાહકજન્ય રોગોમાં કેટલાક રોગો પાણી, જમીન, ખોરાક કે હવા દ્વારા નહીં પરંતુ જંતુને માધ્યમ બનાવીને ફેલાય છે. આ રોગમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ફાઈલેરિયા તથા ચિકનગુનિયાનો સમાવેશ થાય છે. દર વર્ષે ૨૫ એપ્રિલે વિશ્ર્વ મેલેરિયા દિવસ ઉજવાય છે. મેલેરિયા જંતુથી થતો રોગ છે. મેલેરિયાના પરોપજીવી જંતુઓનો ફેલાવો મચ્છરના કરડવાથી થાય છે. તેના ફેલાવામાં મચ્છરના ડંશથી બચવું જરી છે. તેના ફેલાવતા મચ્છરો ચોખ્ખા કે બંધિયાર પાણીમાં ઉત્પન્ન થાય છે. તેના શરીરમાં મેલેરિયાના જંતુઓનો વિકાસ અને વૃદ્ધિ થાય છે. તેના કરડવાના સાત દિવસ પછી મેલેરિયા પોઝીટીવ આવી શકે છે. થોડા સમય બાદ મચ્છર બીજી વ્યકિતને કરડે ત્યારે વ્યકિતનાં શરીરમાં લોહી ચુસે છે. મેલેરિયાના જંતુ પણ નિરોગી વ્યકિતના શરીરમાં દાખલ કરે છે.
મુખ્યત્વે મેલેરિયા અમેરિકા, એશિયા અને આફ્રિકા વિગેરે ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ૨૦૧૮માં આંશિક ઘટાડા સાથે ૨૦૧૯માં થોડો વધારો જોવા મળ્યોને ૨૦૨૦માં ફરી તેને માથુ ઉંચકયું છે. દર વર્ષે ૫૧.૫ કરોડ લોકોને પ્રભાવિત કરે છે તથા ૧૦ થી ૩૦ લાખ લોકોના મૃત્યુનું કારણ બને છે. જેમાંથી મોટાભાગે ઉપસહારા, આફ્રિકાના યુવા બાળકો હોય છે. સામાન્ય રીતે ગરીબીથી જોડીને જોવાય છે પણ તે આર્થિક વિકાસનો મુખ્ય અવરોધક છે. ભારત પણ એક સમયે મેલેરિયાની રાજધાની કહેવાતી હતી. હાઈડ્રોકસી કલોરોકિવન દવા ત્યારે જ આપણે બનાવવાની શઆત કરી હતી. મેલેરિયા સૌથી પ્રચલિત સંક્રામક રોગોમાં એક છે તથા ભયંકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે. આ રોગ પ્લાઝમોડિયમ ગણના પ્રોટોઝોઆ પરજીવીના માધ્યમથી ફેલાય છે. કેવળ ચાર પ્રકારના પ્લાઝમોડિયમ પર જીવી મનુષ્યને પ્રભાવિત કરી શકે છે. જેમાં સર્વાધિક ખતરનાક ફાલ્સીપેરમ, પી.વાઈવેકસ, ઓવેલ તથા મેલેરિયા માનવને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ સમુહને મેલેરિયા પરજીવી કહે છે. તે માદા એનોફિલીસ મચ્છરથી ફેલાય છે. આના ડંખ મારતા મેલેરિયાના પરજીવી લાલ રકત કોશિકાઓમાં પ્રવેશ કરીને બહુગુણિત થાય છે. જેથી રકતહિનતા (એનેમિયા)ના લક્ષણ દેખાય છે. કયારેક ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પામે છે અને મૃત્યુ પામે છે. તેને ભગાડવાની દવા કે મચ્છરદાનીનો ઉપયોગ કરવો હિતાવહ છે.
મેલેરિયાની રોકથામ માટે વેકસિન પર શોધ ચાલુ છે, પણ હજુ શોધાય નથી. એનાથી બચવા દવા લાંબો સમય લેવી પડે છે. આ દવા મોંઘી હોવાથી, મેલેરિયાગ્રસ્તની પહોંચ બહાર હોય છે. આના પ્રભાવિત ક્ષેત્રોમાં મોટાભાગનાં વયસ્કો લોકો વારંવાર તેની ઝપટમાં આવી જાય છે. છેલ્લા ૫૦ હજાર વર્ષો માનવજાતીને પ્રભાવિત કરી રહ્યો છે. તે હરહંમેશ મનુષ્યની સાથે જ રહ્યો છે. જયારથી ઈતિહાસ લખાયો ત્યારથી તેના વર્ણનો મળી રહ્યા છે. સૌથી પુરાણા ચીનથી ૨૭૦૦ ઈ.સ. પૂર્વેના મળે છે. મેલેરિયા શબ્દની ઉત્પતિ મધ્યકાલીન ઈટાલિયન ભાષાના શબ્દો ‘માલા એરિયા’થી થઈ છે. જેનો અર્થ છે ખરાબ હવા આને કાંદવી તાવ (માર્શ ફિવર) કે એગ પણ કહેવાતો હતો. મેલેરિયા ઉપરનું પહેલુ ગંભીર વૈજ્ઞાનિક અધ્યયન ૧૮૮૦માં થયું હતું. સૈન્ય ચિકિત્સ કે અલ્જીરીયામાં કામ કરતા પહેલીવાર લાલ રકત કોશિકાની અંદર પરજીવીને જોયા હતા ત્યારે તેણે એમ જણાવેલ કે મેલેરિયા રોગનું કારણ આ પ્રોટોઝોઆ પર જીવી છે. આ તથા અન્ય શોધો માટે ૧૯૦૭નું ચિકિત્સા નોબલ પુરસ્કાર દેવામાં આવ્યું.
વીસમી સદીના પ્રારંભે એન્ટીબાયોટિક દવાના અભાવે ઘણા લોકો આના સંક્રમણમાં આવવા લાગ્યા હતા. મેલેરિયા પ્રતિ વર્ષે ૪૦ થી ૯૦ કરોડ તાવના મામલાનું કારણ બને છે. એનાથી ૧૦ થી ૩૦ લાખ મૃત્યુ દર વર્ષે થાય છે. જેનો અર્થ એ છે કે પ્રતિ ૩૦ સેક્ધડે એક મૃત્યુ થાય છે. આમાંથી વધુ પડતા પાંચ વર્ષથી ઓછી વર્ષવાળા બાળકો હોય છે. ગર્ભવતી મહિલાઓ પણ આરોગ્ય પ્રત્યે સંવેદનશીલ હોય છે. સંક્રમણ રોકવાનો પ્રયાસ તથા ઈલાજ કરવાના પ્રયાસો હોવા છતાં પણ ૧૯૯૨ બાદ આના મામલામાં કયારેય પડતી આવી નથી. જો આમ આમને તેનો પ્રસાર ચાલુ રહે તો આગામી ૨૦ વર્ષોમાં મૃત્યુદર બે ગણો થઈ શકે છે. મેલેરિયા, એચઆઈવીનું એક સાથે સંક્રમણ થતા મૃત્યુની સંભાવના વધી જાય છે. વર્તમાન મેલેરિયા ભુમધ્ય રેખાની બન્ને સાઈડ વિસ્તૃત ક્ષેત્રોમાં ફેલાયેલો છે. આ ક્ષેત્રોમાં અમેરિકા, એશિયા તથા વધુ પડતુ આફ્રિકા આવે છે પણ આમાંથી સૌથી વધુ મૃત્યુ ૮૫ થી ૯૦ ટકા ઉપસહારા આફ્રિકામાં થાય છે. ૧૯૬૦ના દશક બાદ આના વિસ્તરણને કયારેય મપાયુ નથી. આપણે ભારતમાં જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવણી કરીએ છીએ.