લોકડાઉનમાં બાંધછોડ કરનારી રાજય સરકારોને ચેતવણી ઉચ્ચારતા આરોગ્ય મંત્રી
કોરોના મહામારીના આ વાયરામાં દેશ માટે સૌથી વધુ આવશ્યક બની રહેલી અને ચીન અને બીજા દેશોમાંથી આવેલી રેપીડ એન્ટિબોડી ટેસ્ટીંગ કીટની ગુણવત્તામાં જરાપણ બાંધછોડ નહિ કરાય તેમજ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન દશેના વિવિધ રાજયોના આરોગ્ય મંત્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે ચીન કે કોઇપણ અન્ય દેશોની ટેસ્ટીંગ કીટોમાં ફોલ્ડ હશે તો તે પાછી મોકલવી દેવામાં આવશે ટેસ્ટીંગકીટ બરોબર કામ નહિ કરતી હોય તો તે પાછી આપી દેવાશે પછી ભલે તે ચીનમાંથી મંગાવી હોય કે અન્ય દેશો પાસેથી અમે આવી કિટના પૈસા નહિ ચુકવીએ મંત્રી હર્ષવર્ધન કોરોના કટોકટીની સમિક્ષાત્મક બેઠક વિડીયો કોન્ફરન્સથી યોજી હતી.
ટેસ્ટીંગ કીટના પરિણામો અંગે ઘણા વિસ્તારોમાં સવાલો ઉઠયા છે. જો કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ તેની ચોકસાઇ અંગે કોઇ ફોડ પાડયો નથી. આઇસીએમઆર દ્વારા પોતાની જ લેબમાં તૈયાર થતી કિટની ગુણવતા અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથેની આ બેઠકમાં મહારાષ્ટ, ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, મઘ્યપ્રદેશ, તેલાગાંણા, આંધ્રપ્રદેશ અને પ.બંગાળના આરોગ્ય મંત્રીઓ જોડાયા હતા. જરૂર પડશે તો અમે અન્ય વરિષ્ઠ અધિકારીઓને મદદ માટે અમે સંકલન અને માર્ગદર્શન માટે મોકલશું જેથી કરીને તમામ રાજયોને કેન્દ્રનો સહકાર મળી રહે અને કામગીરી સારી થાય તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
કોરોના સામેની લડતમાં સાડાત્રણ મહિનાનો સમય વીતી ચુકયો છે. દરેક રાજયમાં સારી રીતે કામ થાય છે વિશ્ર્વના તમામ દેશોમાં ભારતમાં જ માત્ર સાદા તાવના કેસોની પણ સાવચેતી પૂર્વક સારવાર થાય છે. દરેક રાજયોને સોશ્યલ ડિસ્ટેન્સ અને વ્યકિગત આરોગ્યની જાળવણી માટે જાગૃત કરવા જણાવાયું હતું. ઉત્તર પ્રદેશે લોકડાઉન અસરકારક કામગીરી કરી છે જે બીજા રાજયોએ પણ અનુસરવા જેવી છે. આપણે ચોકસાઇ પૂર્વક બીજા તબકકાનું લોકડાઉન અને અનુશાંગિક પગલાઓનું ચુસ્તપાલન કરવું જોઇએ તેમણે લોકડાઉનમાં બાંધછોડ કરનાર રાજયો સામે ચેતવણી ઉચ્ચારી હતી.
ભારતમાં કોરોના વાયરસ કેસનો આંકડો ર૩૦૭૭ એ પહોચ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં વધુ ૧૬૮૪ કેશો સામે આવ્યા હોવાનું શુક્રવારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા હતા. આ સંખ્યામાં હાલના સંજોગોમાં ૧૭૬૧૦ દર્દીઓની સઘન સારવાર અપાઇ રહી છે અને ૪૭૪૯ દર્દીઓને સઁપૂર્ણ સાજા કરીને રજા આપી દેવામાં આવી છે. કોરોનાના ચેપી દર્દીઓ સાજા થવાનો દર ૨૦.૫ ટકા જેટલો જળવાય રહ્યો છે જો કે શુક્રવાર સુધીમાં મૃત્યુઆંક ૭૧૮ એ પહોચ્યો છે.