કોલમીસ્ટ જય વસાવડા અને હાસ્યકાર સાંઇરામ દવેએ ૧૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીના આ કપરા સમયમાં વિદ્યાર્થીઓને સમયનો સદઉપયોગ થાય અને વિદ્યાર્થીઓનું મનોબળ વધે તેવા શુભ હેતુથી એક અનોખી કુલપતિ ડો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી અને સિન્ડિકેટ સભ્ય ડો. મેહુલભાઇ રૂપાણીના પ્રયાસોથી યુનિવર્સિટીના ફેસબુક પેઇજ પરથી લાઇવ વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવેલ છે.
આ વ્યાખ્યનમાળાના બીજા મણકામાં જાણીતા લેખક અને કોલમીસ્ટ જય વસાવડાએ વિદ્યાર્થીઓને સંબોધન કર્યા હતા. આ જ રીતે ત્રીજા મણકામાં સુપ્રસિધ્ધ હાસ્યકાર અને શિક્ષણ એવા સાંઇરામ દવેએ વિદ્યાર્થીઓને સંબોધીત કર્યા હતા.
આ બંન્ને મણકામાં આશરે ૧૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ આ મહાનુભાવોને લાઇવ સાંભળ્યા હતા અને વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અને ઉદાહરણો સાથે જ્ઞાન, વિઝન, સંકલ્પ, ઉદેશ્ય અને જીવનનો મર્મ સમજાવ્યો હતો.
આ વ્યાખ્યાનમાળામાં આજરોજ ચોથા મણકામાં સાંજે ૬ કલાકે જાણીતા લેખક, વકતા કાજલ ઓઝા વૈદ્ય સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીના ફેસબુક પેઇજ પરથી વિદ્યાર્થીઓને લાઇવ સંબોધન કરશે.
સૌરાષ્ટ્ર યુનિવિર્સિટીની આ નુતન પહેલ સૌ વિદ્યાર્થીઓએ સહહૃદય બિરદાવી છે અને વિદ્યાર્થીઓને આ પહેલના માધ્યમથી શિક્ષણ અને જ્ઞાન સાથે જીવનના અમુલ્ય વિચારો અને મોટીવેશન મળી રહ્યું છે.
ત્યારબાદ આ વ્યાખ્યનમાળામાં ક્રમશ: પ્રખર ભાગવતાચાર્ય પરમ પૂજય રમેશભાઇ ઓઝા (પૂજય ભાઇ)ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચૂડાસમા, ડો. શરદ ઠાકર, અંકિત ત્રિવેદી, ડો. જગદિશ ત્રિવેદી, માયાભાઇ આહીર, આ.જે. દેવકી સહિતના વિદ્યાર્થીઓને સંબોધન કરશે.