આજથી હોસ્પિટલના સ્ટાફને પણ સુવિધા સહાયરૂપ થશે: કોરોના રિપોર્ટ માટે આવેલા શંકાસ્પદ દર્દીઓને પણ ઘર સુધી પહોંચાડશે : ચાર બસ કાર્યરત
કોરોના કોવિડ ૧૯ વાયરસ સામે લડવા માટે સમગ્ર દેશ સહિત શહેરમાં પણ લોક ડાઉન લાદી દેવામાં આવતા પરિવહન ના સાધનોના પૈડાં પણ થંભી ગયા હતા. ત્યારે સૌરાષ્ટ્રભરનાં દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં પણ આવતા દર્દીઓને ઘરે પરત જવા માટે પડતી હાલાકીને ગત તા.૨૮મી માર્ચના ’અબતક’ પેપરના અહેવાલમાં પ્રકાશિત કર્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે સમસ્યાના હલ માટે ચાર સીટી બસ ફાળવવામાં આવી છે. જે આજથી કાર્યરત કરવામાં આવશે. સાથે હોસ્પિટલના સ્ટાફ અને કોરોનામાં આવતા શંકાસ્પદ દર્દીઓ કે જેઓનાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઘરે જવા માટે આ સેવા સહાયકરૂપ સાબિત થશે.
સૌરાષ્ટ્રભરના દર્દીઓ અને શહેર તથા આસપાસના ગામડાઓમાંથી પણ આવતા દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર આવે છે. ત્યારે કોરોનામાં આવતા અન્ય જિલ્લાઓ અને ગામડાઓના લોકોને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ઘરે જવામાં ભારે હાલાકી ભોગવી પડતી હોવાનો અહેવાલ ગત તા.૨૮મી માર્ચના ’અબતક’ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. શહેરમાં અને આસપાસના ગામમાંથી દર્દીઓ સારવાર માટે ૧૦૮ની મદદથી હોસ્પિટલ પહોંચી તો જાય છે. પરંતુ સારવાર પુરી થયા બાદ ઘરે જવા માટે લોક ડાઉનના પગલે કોઈ વાહન ન મળી રહેતા ભારે તકલીફોનો સામનો કરવો પડે છે.
ત્યારે બે દિવસ પહેલા શહેરના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના રિપોર્ટ કરાવા માટે આવતા શંકાસ્પદ દર્દીઓ કે જેમનો રિપોર્ટ નેગેટિવ આવે છે, તેઓને અને અન્ય ગંભીર બીમારીઓમાં આવતા દર્દીઓ કે જેઓ સાજા થયે અથવા જેનો રિપોર્ટ નેગેટિવ આવે તેમને રજા આપવામાં આવે તેવા દર્દીઓ અને તેમના સબંધીઓ ને પરત ઘરે જવા માટે ફાયર સ્ટેશનમાંથી સુવિધા ઉપલ્પધ કરવામાં આવી છે. પરંતુ પરત ફરવાની પરિસ્થિતિ ને પહોંચી વળવા કમિશ્નર દ્વારા ચાર સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સાથે હોસ્પિટલમાં કોરોના વાયરસ સામે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ, કર્મચારી અને તબીબો કે જેઓ પાસે ઘરે પરત જવા માટે વાહનોની સુવિધા નથી તેમના માટે પણ આ સિટી બસ ની સેવા ચાલું રાખવામાં આવશે. જેના કારણે સ્ટાફ અને તેમના કર્મચારી અને તબીબોને પણ ઘર સુધી પહોંચવા સરળતા રહેશે.
કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાવતા માત્ર શહેર કે ગામડાઓ નહીં પરંતુ આસપાસના જિલ્લાઓમાંથી પણ લોકોને આઇશોલેસન કરી રિપોર્ટ કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જેમને નેગેટિવ રિપોર્ટ આવતા ઘરે જવા માટે ઘણી તકલીફો પડી રહેતી હોય છે. પરંતુ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ’અબતક’ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ બાદ હાલ દર્દીઓના પરિવહન માટે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
સિટી બસની જેમ એસ.ટી બસની પણ સુવિધાની ઉઠતી માંગ
સૌરાષ્ટ્રભરના દર્દીઓના માટે શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ કેન્દ્ર સ્થાન પર રહે છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોક ડાઉન કરવામાં આવ્યો છે. પરંતુ હોસ્પિટલમાં આવતા દર્દીઓ જેઓની સારવાર બાદ પરત ઘરે જવા માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સિટી બસની સુવિધા શરૂ કરવામાં આવી છે. એજ રીતે આસપાસના ગામડાઓ અને જિલ્લાઓમાંથી ગંભીર બિમારીઓ ના ઈલાજ માટે આવતા દર્દીઓ અને સગા વાલા અને સાથે કોરોના શંકાસ્પદના રિપીટ માટે આવતા બહારગામના દર્દીઓ ને પરત જવા માટે એસ.ટી બસની સુવિધાઓ શરૂ કરવા માટે લોકોમાં માંગ ઉઠી રહી છે.