નેશનલ ફૂડ સિકયોરીટી એકટ હેઠળ રાજયોને ૧.૦૯ લાખ ટન કઠોળ અપાયું
લોકડાઉન દરમિયાન લોકોને જીવનજરૂરીયાત ચીજવસ્તુઓની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પગલાઓ લેવામાં આવ્યા છે જેમાં એપ્રિલ માસમાં આશરે ૩૯ કરોડ લોકોની જઠરાગ્ની ઠારી હોવાનું સામે આવ્યું છે જેમાં નેશનલ ફુડ સિકયોરીટી એકટ મુજબ લોકોને એપ્રિલ માસમાં વ્યકિત દિઠ ૫ કિલો અનાજ પણ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જયારે સવિશેષ એનએફએસએ દ્વારા રાજયોમાં વધુ ૧.૦૯ લાખ ટન કઠોર આપ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં એનએફએસએ દ્વારા લોકોને પ્રતિ માસ એક કિલો કઠોર આગામી ત્રણ માસ સુધી નિ:શુલ્ક મળવાપાત્ર રહેશે. સરકારી આંકડા મુજબ અત્યાર સુધી ૪૦.૦૩ લાખ અનાજ ૩૬ રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપવામાં આવ્યું છે જેમાં ચાલુ માસમાં ૧૯.૬૩ લાખ ટન ૩૧ રાજયો તથા યુનિયન ટેરેટરી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
યુનિયન ફુડ મિનિસ્ટર રામવિલાસ પાસવાને બિહારનાં ૭.૭૪ લાખ વધુ લોકોને અનાજ નિ:શુલ્ક પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. આ યોજના હેઠળ લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને પુરતુ અનાજ મળી રહે તે માટે તેઓને વધુ પાંચ કિલો અનાજ વ્યકિતગત દિઠ આગામી ૩ માસ સુધી આપવામાં આવશે. જે ઉપરાંત તેઓને પ્રતિ માસ ૫ કિલો અનાજ સૌથી સસ્તા દરે આપવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું છે જેમાં ઘઉં ૨ રૂપિયા કિલો અને ચોખ્ખા ૩ રૂપિયા કિલો આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. રાજયો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૮૦.૯૫ કરોડ લાભાર્થીઓને સબસીડાઈઝ ભાવથી અનાજ આપવામાં આવ્યું છે. રામવિલાસ પાસવાનનાં જણાવ્યા મુજબ બિહારનાં વધુ ૧૪ લાખ લાભાર્થીઓને ઓળખી તેઓને નેશનલ ફુડ સિકયોરીટી એકટ અને પ્રધાનમંત્રી ફુડ સ્કિમ હેઠળ લાભ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. હાલ એનએફએસએ હેઠળ બિહારમાં ૮.૫૭ કરોડ લોકોને જ લાભાર્થી તરીકે ઓળખવામાં આવ્યા છે જેની સામે ૮.૭૧ કરોડ લોકો આ યોજનાનો લાભ લેવા માટે પૂર્ણત: હકકદાર છે.
મંત્રીનાં જણાવ્યા મુજબ બિહાર સરકારે ૭.૪ લાખ લોકોનું લીસ્ટ મોકલી આપવામાં આવ્યું છે અને અપીલ પણ કરાઈ છે કે, આ તમામ લોકોને નિ:શુલ્ક અનાજ મળવાપાત્ર રહે. રામવિલાસ પાસવાને બિહારનાં મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે કે, બિહારનાં ૧૪ લાખ લોકોને જે લાભ મળ્યો નથી એનએફએએસ હેઠળ તો તે સર્વેને સરકારી ભાવ આધારે અનાજનું વિતરણ કરવામાં આવે. ફુડ મિનિસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ બિહાર, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ, ઓરિસ્સા, ચંદીગઢ અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ ૮૫ ટકા લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે.