સંશોધકોએ એવું શોઘ્યું છે કે ભાષાની ઉત્પતિ બે વર્ષ પહેલા નહીં પણ અઢી કરોડ વર્ષ પહેલા થયેલી છે.
થોડા વર્ષો અગાઉ સંશોધકોએ એવું સંશોધન કર્યુ હતું કે પ૦ લાખ વર્ષ અગાઉ ભાષાની ઉત્પતિ થઇ હતી. જો કે હવે આ નવા સંશોધનથી ભાષાની ઉત્પતિ વધુ પુરાવા જોવાનું બહાર આવ્યું છે.
વૈજ્ઞાનિકએ મગજની તસ્વીરો, માનવી અને વાંદરોના મગજ અને તેની નસોનો અભ્યાસ કર્યો હતો. માનવીમાં એક મહત્વનો ભેદ જોવા મળ્યો કે માનવીના ડાબી બાજુના મગજનો ભાગ જમણી બાજુના મગજના ભાગ કરતા વધુ મજબુત હોય છે. માનવી સિવાયના પ્રાણીઓમાં ઘ્વની (અવાજ) પઘ્ધતિમાં ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઇ કે નહીં તે ચોકકસ કહી શકાય નહીં પણ તેનું અનુમાન ચોકકસ કરી શકાય તેમ યુ.કે.ની ન્યુકેલબ યુનિવર્સિટીના પ્રો. ક્રીસ પેટકોદે જણાવ્યું હતું.
જો કે સંશોધન એવું પણ જણાવે છે કે માનવીમાં ભાષા અને બોલી અદભુત છે. અને અન્ય પ્રાણીઓની સરખામણીયે અવાજ અને વાતચીતમાં ઉત્ક્રાંતિ થઇ હોવાનું અનુમાન કરી શકાય છે.
વૈૈશ્ર્વિક વૈજ્ઞાનીકોના સ્ત્રોતમાં ઉપલબ્ધ મગજના સ્કેન પરથી આ સંશોધન કરાયું હતું. ન્યુરોલોજી દર્દીઓ સહિત અનેક નવા સંશોધન માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે તેમ ગાફથી નામના સંશોધકે નેચર ન્યુરો સાયન્સમાં પ્રસિઘ્ધ થયેલા એક અહેવાલમાં જણાવ્યું હતું.