ઉપલેટા, ભાયાવદર, ધોરાજીના જરૂ રતમંદો માટે ૪૦૦૦ ટીફીન બનાવી ઘેર ઘરે પહોંચાડતા કાર્યકરો : ટીફીન આપતી વેળાએ ફોટો પાડવાની મનાઇ : ટીફીનથી વંચિત રહી જતા દરિદ્રનારાયણોની જાણ કરવા ધારાસભ્યની અપીલ

સમગ્ર દેશમાં કોરોના વાઇરસને કારણે દેશમાં શ્રમજીવ વર્ગ મુશ્કેલીમાં મુકાયાં છે. શ્રમજીવી અને યરીબ માણસ માટે ઉપર આચ અને નીચે ધરતી સિવાય કોઇ વિકલ્પ નથી ત્યારે નાના માસણનું મોટું કામ એટલે ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયાના ભુખ્યાઓને ભોજન સેવાયજ્ઞમાં દરરોજ ૪૦૦૦ ટીફીન તૈયાર કરી કાર્યકરો દ્વારા ઘેર ઘેર પહોંચાડવામાં આવી રહ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ૧૬૨ ધારાસભ્યમાં આર્થિક રીતે ધારાસભ્ય તરીકે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા છે. હલામાં પોતાનો સંપૂર્ણ પગાર ધોરાજી, ઉપલેટા વિસ્તારના લોકો માટે મેડિકલ કેમ્પ કરી ઉપયોગ કરી રહ્યા છે.

ચૂટાયેલા પ્રતિનિધિ  કયારે દેવાય જયારે પોતાની જનતા મુશ્કેલીમાં હોય અને ખાવા માટે ભોજન ન હોય ત્યારે વગર કિધે તે મદદ કરી આપે તે ખરા પ્રતિનિધિ દેવાય. હાલ કોરોના વાઇરસને કારણે લોકડાઉનમાં મજુર અને શ્રમજીવી લોકો ખુબજ મુશ્કેલી માંથી પસાર થઇ રહ્યા છે. આવા લોકોને બે ટાઇમ ભોજન મળવું પણ મુશ્કેલ છે. ત્યારે માયાળું મનના માનવી લલીત વસોયા છેલ્લા ૧૫ દિવસથી પોતાના મત વિસ્તારમાં આવતા ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિત ગામોમાં ૪૦૦૦ જેટલા ટીફીન બનાવી કાર્યકરો દ્વારા ઘેર ઘેર પહોંચાડવામાં આવી રહ્યા છે આ તકે લલીત વસોયાએ જણાવેલ કે હાલ સમગ્ર રાજ્ય ઉ૫ર આપત આવી છે ત્યારે ભુખ્યાઓને ભોજનના સેવાયજ્ઞમાં ભાજપ-કોંગ્રસકે કોઇપણ પક્ષનો કાર્યકર પોતાના ઘરની આજુ બાજુ કે શ્રમજીવી લોકોને ભુખ્યા ન સુવે તે માટે મે ચાલુ કરેલ ટિફિન સેવાયજ્ઞનો લાભ લઇ ગરીબ માણસો સુધી પહોંચાડી શકે છે. આ સેવાયજ્ઞ કોઇ પણ પક્ષ નહી પણ સમગ્ર ધોરાજી, ઉપલેટા વિસ્તારના લોકોનો છે તેમ માની ગરીબ શ્રમજીવી વર્ગને ભોજન કરાવી શકશે સાથે સાથ કાર્યકતાઓને એ પણ પહેલ કરેલ કે તેમ જયારે ટીફીન પહોંચાડવા જાય ત્યારે કોઇ ગરીબ માણસોને મુંજવણ ન થાય તે માટે કોઇ પણ જાતના ફોટો કે વિડિયો ઉતારવાની મનાઇ રાખી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.