હવે, સાદાઈથી વિડીયો કોન્ફરન્સ દ્વારા જ હાઈકોર્ટના સ્થાપના દિનની ઉજવણી કરવામા આવશે
વિશ્ર્વભરમા હાહાકાર મચાવનારા કોરોના વાયરસનેક ભારતમાં ફષલાતો અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન દરમ્યાન લોકો જરૂરિયાત સિવાય બહાર ન નીકળે તે માટે ગુજરાત હાઈકોર્ટ સહિત રાજયભરની કોટોમાં પણ માત્ર ઈમરજન્સી કેસોની સુનાવણી કરવામાં આવે છે. અને તે પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિ વચ્ચે આગામી ૧લી મેએ આવનારા ગુજરાત હાઈકોર્ટના ૬૦મા સ્થાપના દિનની ઉજવણી મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ વિક્રમ નાને સ્ટેટ લો ઓફિસર, બારના હોદેદારો અને વરિષ્ઠ વકીલોને પત્ર લખીને જણાવ્યું છે કે હાઈકોર્ટના ૬૦મા સ્થાપના દીનની ઉજવણી ૧લી મે થી ૩ જીમે વચ્ચે કરવાનું અગાઉ આયોજન કરવામાં આવ્યું હતુ આ આયોજનના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમોમાં મોટાસમુહમાં લોકો એકઠા થવાની સંભાવના હોય લોકડાઉનની હાલની સ્થિતિને જોઈને આ તમામ કાર્યક્રમો મુલત્વી રાખવામાં આવ્યા છે.
હાલમાં હાઈકોર્ટ પરિસર પણ લોકડાઉનની સ્થિતિમાં છે ત્યારે સ્થાપન દિનની ઉજવણી ૧લી મેએ સાદાઈથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે.