ઉદ્યોગકારો પોતાના એસોસિએશનને બાંહેધરી પત્રક આપીને ઉદ્યોગ શરૂ કરી શકે છે: પાસ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે
હાલ લોકડાઉન વચ્ચે ઉદ્યોગોને આજરોજથી શરૂ કરવાની અગાઉ રાજય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે આજથી ખૂબજ સરળ પ્રક્રિયાથી ઉદ્યોગો ધમધમતા થઈ ગયા છે. ઉપરાંત જે ઉદ્યોગ શરૂ નથી થયા તેવો માત્ર પોતાના એસો.ને બાહેધરી પત્રક આપીને ઉદ્યોગો શરૂ કરી શકે છે. વધુમાં પાસ માટે ઓનલાઈન અરજી પણ કરી શકે છે.
કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશમાં ૩ મે સુધી લોકડાઉન અમલમાં છે. આ દરમ્યાન રાજય સરકારદ્વારા આજરોજથી ઉદ્યોગોને છૂટછાટ આપવાની મહત્વપૂર્ણ જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજથી રાજકોટ જિલ્લાઓમાં ઉદ્યોગો ધમધમતા થઈ ગયા છે. જો કે નગરપાલીકા અને મહાનગરપાલીકા વિસ્તારમાં ઉદ્યોગોને હજુ છૂટ આપવામાં આવી નથી. આ સિવાયના વિસ્તારોમાં તમામ ઉદ્યોગોને છૂટ આપી દેવામાં આવી છે.
મંજૂરી માટે ખૂબજ સરળ પ્રક્રિયા તંત્ર દ્વારા અમલમાં લાવવામાં છે. કોઈપણ ઉદ્યોગકારે પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે બાંહેધરી ફોર્મભરવાનું રહે છે. આ બાહેધરી ફોર્મ ભર્યા બાદ તેની એક નકલ પોતાની પાસે રાખીને બીજી નકલ પોતાના એસો.ને આપવાની હોય છે.
આ બાહેધરી પત્રકની નકલ એસો.સુધી પહોચાડયા બાદ કોઈપણ ઉદ્યોગકાર પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકે છે. જોકે આ ઉદ્યોગ શરૂ થવાથી તે ઉદ્યોગના નામે હેરફેર કરી શકતા નથી. આ માટે તેઓને ઈમરજન્સી પાસ કઢાવવાનો રહે છે.
વધુમાં જે ઉદ્યોગો પાસે ઈનહાઉસ કામદારો છે. તેઓને જ હાલ છૂટ મળી છે. ઉપરાંત બહારથી જે થોડો ઘણો સ્ટાફ કામ સબબ ફેકટરીએ આવતો હોય તોતેના માટે પાસની વ્યવસ્થા કરવાની રહે છે. આ માટે વિવિધ જીલ્લાઓમાંકલેકટર તંત્ર દ્વારા વેબસાઈટો તૈયાર કરવામા આવી છે. જેમાં બાહેધરીપત્રક અપલોડ કર્યાનીસાથે જરૂરીવિગતો ફીલપ કર્યા બાદ પાસ કાઢી દેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં પણ આ રીતે તમામ ઉદ્યોગો આજથી ધમધમતા થયા છે. ઉદ્યોગોને લગતા પ્રશ્ર્નો તેમજ મુંજવણોનો ઉકેલ લાવવા જિલ્લા કલેકટર રેમ્યામોહન દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સના વી.પી. વૈશ્ર્નવ, પાર્થ ગણાત્રા, એન્જીનીયરીંગ એસો.ના પરેશ વસાણી, અને બિલ્ડર એસો.ના સુજીત ઉદાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ વિગતવાર જીલ્લા કલેકટર સહિતના અધિકારીઓ સાથે ઉદ્યોગકારોને લગતા પ્રશ્ર્નો વિશે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.
આવશ્યક વસ્તુનાં પરિવહન, વેચાણ તથા ઉત્પાદન માટે ઈ-પરમિશન મેળવવી પડશે
હવેથી કલેક્ટર કચેરી ખાતે મેન્યુઅલી પાસ કાઢવાની પ્રક્રિયા સજ્જડ બંધ
કોરોના વાયરસના લીધે ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા વખતો વખત સુધારાસાથે જાહેર નોટીફીકેશન અનુસાર લોકડાઉનમાંથી જીવનજરૂરીયાત વસ્તુઓના પરિવહન કે તેના ઉત્પાદન /વેંચાણ સાથે સંકળાયેલ દુકાનદાર/પેઢી/કંપનીને તથા અન્ય બાબતોને મુક્તિ અપાયેલ છે. જે બાબતે મુક્તિ માટે ઇ-પરમીશન મેળવવાની થાય છે.
જે અન્વયે રાજકોટ જિલ્લાના કોઇપણ દુકાનદાર/પેઢી/કંપનીએ ઇ-પરમીશન મેળવવા માટે વેબસાઇટ ૂૂૂwww.covid19 rajkot.com મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે તથા નિયત કરવામાં આવેલ ડોકયુમેન્ટ અપલેાડ કરવાના રહેશે. અરજી કરવાની પધ્ધતિ વિશેની ગાઇડલાઇન વેબસાઇટમાં આપવામાં આવેલ છે.
આ અંગે વધુ માહિતી માટેમાત્ર ઓનલાઇન ઇ-પરમિશન માટે જ શરૂ કરવામાંઆવેલ ટેકનીકલ હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૪૫૦૭૭૭ તથા ૦૨૮૧-૨૪૭૨૪૨૫ પર સવારે ૧૦-૩૦ થી સાંજના ૦૬-૩૦ દરમીયાન સંપર્ક કરવા કલેકટર રેમ્યામોહનની યાદીમાં જણાવાયું છે.