શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલ ઓનીકસ ગ્રુપ ઓફ કંપનીના ર૩૦ કર્મચારીઓએ પોતાના પગારમાંથી એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો હતો. કર્મચારીઓ વતી કંપનીના ડીરેકટર નીખીલભાઇ સાવલીયાએ કલેકટર રેમ્પા મોહનને રૂ ૧,૦૦,૧૦૧ નો ચેક અર્પણ કર્યો હતો. ઓનિકસ ગ્રુપ ઓફ કંપની કે જે ઇલેકિટ્રકસ ને લગતા તમામ પ્રોજેકટસ સોલાર ને લગતા તમામ પ્રોજેકટસ વિન્ડ ને લગતા તમામ પ્રોજેકટસ ઓપરેશન એન્ડ મેટેનન્સ, લાઇટીંગ અને ઇલેકટ્રીકલની તમામ પ્રોડકટસ બનાવનાર, ગુજરાત તથા ની બહાર બધે કામ કરતી કંપનીએ દેશ પર આવેલ કોરોના વાયરસની આપતિમાં મદદરુપ થવાની ભાવનાથી તા. ૧૮-૪ શનિવારના રોજ ઓનિકસ ગ્રુપના ડીરેકટર નિખીલભાઇ સાવલીયાએ ઓનિકસ ગ્રુપના ર૩૦ કર્મચારીઓનો એક દિવસનો પગાર રાજકોટના કલેકટર રેમ્પા મોહનને રૂા ૧,૦૦,૧૦૧ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરેલ હતો. આ તકે કલેકટર એ ઓનિકસ ગ્રુપના તમામ કર્મચારીઓનો ખુબ ખુબ આભાર માનેલ છે.
Trending
- સુરત-બેંગકોકની ફ્લાઇટ એટલે સુરતી ‘બેવડાઓ’ માટે મોજે દરીયા
- એક કરોડના કેટામાઈન ડ્રગ્સ સાથે દિલ્લી અને બેંગ્લોરથી ચાર શખ્સોની ધરપકડ
- સૌરાષ્ટ્ર-કચ્છમાં 11 સહિત રાજ્યમાં નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરાશે
- રાજકોટમાં ડુંગળી ભરેલા વાહનોની 8 કી.મી. લાંબી લાઇન
- બોલીવુડની “ઝાકમઝોળ” ઝાંખી પડી રહી છે!!!
- અમદાવાદ : તાવના કેસમાં 43 ટકાનો વધારો
- બાયપાસ ચાર્જિંગ શું છે જાણો અહિ…
- કારગીલમાં પાક. સૈન્યની હિલચાલ ઝડપનાર ઘેટાં ચરાવવાવાળાની “અલવિદા”