કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈ પૂના અને પીપરી ચીંચવડનો સહિત આખો પૂના વિસ્તાર આઈસોલેટેડ કરાયો છે.દેશમાં પ્રથમ આખો વિસ્તાર આઈસોલેટેડ થતા ૭૫ લાખની વસ્તી લોક થઈ ગઈ છે.

પૂનાના ડિવિઝનલ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ સાથેનીબેઠક બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે સોમવારથી શરૂ  થતા અઠવાડીયા દરમિયાન કડક પગલા લેવાનો નિર્ણય કરી આ જાહેરાત કરી હતી. રાજયમાં કોરોનાના કારણે કેટલાક વિસ્તારો કોરેન્ટાઈનરાયા છે. પણ આખો વિસ્તાર ‘સીલ’ કરાયો હોય તેવો પૂના વિસ્તાર પ્રથમ છે.

પૂના અને પીપરી ચીચવડમાં અવાર નવા સંપૂર્ણ બંધ કરાઈ છે. અને આવશ્યક સેવાના વાહનોની અવર જવર પણ નિયંત્રીત કરાશે.૧૦ એપ્રીલથી પૂનાના ૧૫ વોર્ડ રેડ ઝોન જાહેર કરાયા છે.અને અન્ય બે વોર્ડ ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે.આ તમામ ઝોનમાં આગામી સપ્તાહ દરમિયાન સ્ક્રીનીંગ કરવામાં આવશે. બેંક, દુકાનો વગેરે માટે પણ નિયંત્રણો ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.