આજે વર્લ્ડ એમેપ્યોર દિવસ
લોકડાઉનમાં ઓપરેટર ઘરેથી ૨૭ સ્ટેશનોના સંપર્કમાં
હેમ-રેડીયો ઓપરેટર સ્ટેશનો ઓપરેટ કરીને પોતે ડેવલોપ કરેલા અલગ-અલગ ટેકનોલોજીની એકબીજા સાથે આપ-લે કરતા ઓપરેટરો માટે આજે વર્લ્ડ એમ્પ્યોર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આવુ જ હેમ-રેીયો રાજકોટના રેસકોર્ષ ખાતે આવેલ રાજકોટ એમ્પ્યોર રેડીયો કલબ સ્ટેશન છે.
આજરોજ તા.૧૮/૪/૨૦૨૦એ વર્લ્ડ એમેચ્યોર દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. આજરોજ દુનિયાભરના હેમ-રેડીયો ઓપરેટર પોતાના સ્ટેશનો ઓપરેટ કરી એક-બીજા પોતે ડેવલપ કરેલી ટેકનોલોજીનું આદાન-પ્રદાન કરે છે.
રાજકોટ ખાતે ૮૦થી વધુ હેમ ઓપરેટર છે. તાજેતરમાં લેવાયેલ પરીક્ષામાં ૩૯ લોકો પાસ થયેલ જે પૈકી ૨૦ના હેમ-રેડીયો લાયન્સન મીનીસ્ટ્રી ઓફ ટેલીકોમ્યુનિકેશનના વાયરલેસ પ્લાનીંગ એન્ડ કોર્ડીનેશન વિંગ ન્યુદિલ્હી તરફથી આવી ગયેલ છે. બાકીના લાયસન્સ થોડા દિવસોમાં આવનાર છે. તાજેતરમાં લોકડાઉન હોવાથી હેમ-રેડીયો ઓપરેટર દ્વારા પોતાના રહેણાંક ખાતેથી સ્ટેશન ઓપરેટ કરવામાં આવેલ. રાજકોટ ખાતે સાયન્સ સેન્ટર રેસકોર્સ એમેચ્યોર રેડીયો સ્ટેશન કાર્યરત છે. જેમાં એન.એન.ઝાલા પ્રમુખ (એમેચ્યોર રેડીયો કલબ) તથા ભોગીભાઈ ગોંડલીયા (ઉપપ્રમુખ) દ્વારા ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરના હેમ રેડીયો ઓપરેટર સાથે કોમ્યુનિકેશન કરવામાં આવેલ કુલ ૨૭ સ્ટેશન સાથે સંપર્ક કરવામાં આવેલ.