રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૩૯૭ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અને બોટાદ પોલીસે લોક ડાઉનનો કડક રીતે અમલ કરાવવા ૭૧૭ શખ્સોને વિના કારણે આટા ફેરા કરતા પોલીસે ધરપકડ કરી છે. ૩૯૭ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના જ્યુબીલી, સોની બજાર, ત્રિકોણ બાગ, જાગનાથ પ્લોટ, યાજ્ઞિક રોડ, લોહાનગર અને વિજય પ્લોટ પાસેથી ૧૦ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. એકતા સોસાયટી, ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ ડી માર્ટ, કેશરે હિન્દ પુલ, ભગવતીપરા અને ઉદમસિંઘ ટાઉન શીપ પાસેથી ૧૬ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ ચોક, કુબલીયાપરા, સંત કબીર રોડ, આરએમસી વર્કસ સોપ અને ગંજીવાડા પાસેથી ૫ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. જંગલેશ્ર્વર પાસેથી ૨ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. સાત હનુમાન મંદિર પાસેથી ૨ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ભૂપગઢ પાસેથી સાત શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. આનંદ બંગલા ચોક, મવડી ચોકડી, ઉદયનગર, સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર, મવડી ફાયર બ્રિગડ, ફુલીયા હનુમાન મંદિર, લક્ષ્મીનગર અને ગોંડલ રોડ એસટી વર્કસ સોપ પાસેથી ૨૨ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. બજરંગવાડી સર્કલ, સંજયનગર, જીવંતીકાનગર, ભારતીનગર, રૈયા રોડ અને એસ.કે.ચોક પાસેથી ૨૩ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. વીરડા વાજડી ચેક પોસ્ટ, શિતલ પાર્ક, એસ.આર.પી. કેમ્પ, રવિરત્ન પાર્ક, સાધુવાસવાણી રોડ, આકાશવાણી ચોક, પુષ્કરધામ અને વિષ્ણુવિહાર સોસાયટી પાસેથી ૧૧ શખ્સોને યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. કિશાનપરા ચોક, સદર બજાર, ગવલીવાડ અને ભીલવાસ પાસેથી ૧૧ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ધોળકીયા સ્કુલ, મોટા મવા ગામ, વાવડી ચોકી, પુનિતનગર, ઓમ રેસિડેન્સી, અંબિકા ટાઉન સીપ અને કણકોટ પાસેથી ૮ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે.
કુવાડવાના જીયાણા,બામણબોર, આણંદપર અને મઘરવાડા ૧૧ શખ્સોની ધરપકડ કરી છે. જુદા જુદા આઠ પોલીસ મથકના સ્ટાફે ૨૨૪ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૪, લોધિકા ૧૪, ધોરાજીમાં ૨૦, જામકંડોરણામાં ૨, જેતપુરમાં ૧૮, વિરપુરમાં ૩, ગોંડલમાં ૧૦, પડધરીમાં ૯, ઉપલેટામાં ૨૯, ભાયાવદરમાં ૧૮, પાટણવાવમાં ૬, જસદણમાં ૨૩, ભાડલામાં ૮, વિછીંયામાં ૪, આટકોટમાં ૪ અને શાપરમાં ૧૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. જેતપુરના પ્રેમગઢ ગામના સાગર ભૂપત વામજા નામના શખ્સે પોતાના મોબાઇલમાં પોલીસને છાજે નહી તેવો વીડિયો રેકોર્ડીંગ કરી સોશ્યલ મીડીયામાં વાયરલ કરતા પોલીસે ધરપકડ કરી છે.
ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે આરોગ્ય અધિકારી બીનીતાબેન વિનોદભાઇ ભંડેરી સાથે ખ્વાજાનગરમાં રહેતા શબ્બીર અબુ પોશી નામના શખ્સે ફરજ રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ધોરાજીના નરીયા કોલોનીમાં ર્સ્વેની કામગીરી દરમિયાન મુમતાઝબેન સાથે અજાણ્યા શખ્સોએ રજીસ્ટર ઝુટવી ચેડા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બોટાદમાં ૫૮, દેવભૂમિ દ્વારકામાં ૩૦, ગીર સોમનાથમાં ૬૦, મોરબીમાં ૭૦, પોરબંદરમાં ૬૨ અને જૂનાગઢમાં ૧૫૦ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૩૯૭ વાહન ડીટેઇન કર્યા છે.
નોંધનીય છે કે કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવ્યા બાદ લોક ડાઉનનો ભંગ કરી રાજકોટ, રૂરલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અને બોટાદ પોલીસે લોક ડાઉનનો કડક રીતે અમલ કરાવવાનો નિર્ધાર કર્યો છે. જેના અનુસંધાને કાર્યવાહી થઇ રહી છે