લોકડાઉન અને પછીની સ્થિતિ અંગે મહાનુભાવો શું કહે છે?
કોરોના વાયરસના કહેરને લીધે જનજીવનને અસર થઈ છે. કોરોનાને રોકવા લોકડાઉનની મુદત ૩ મે સુધી લંબાવવામાં આવી છે. કોરોનાની અસરથી આગામી સમયમાં શું થશે તે અંગે શહેરના અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો શું કરે છે? અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવો સરકારે, તંત્રે શું કરવું જોઈએ? તેવું પણ સુચન કરે છે. તો આવો જાણીએ આ વિગતો?
સરકાર હોમલોનમાં ૧ ટકા જેટલો ઘટાડો કરે તો લોકોની ખરીદી શકિતમાં વધારો થશે: સર્વાનંદભાઇ સોનવાણી
આર.કે. ગ્રુપના સર્વાનંદભાઇ સોનવાણીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્વે તેમની દિનચર્યા અને તેમનો સમય સવારથી રાત્રી સુધી કામકાજ માં જ પસાર થઇ જતો હતો. હાલના સમયમાં તેઓ સહપરિવાર ભગવાનજી ગુણગાન કરી, પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. વધુમાં તેઓએ માહીતી આપણા જણાવ્યું હતું કે, કામની વ્યસ્તતા વચ્ચે તે જે જૂના ફિલ્મો જોવાના ચૂકી ગયા હતા. તે જોવાનો પણ મોકો મળ્યો છે, જયારે બીજી તરફ જૂના ગીતો સાંભળવાનો પણ તેમને પૂરતો સમય પ્રાપ્ત થયો છે. તેમના જણાવ્યા મુજબ લોકોએ તેમનોસમય પરિવાર સાથે વીતાવવો
જોઇએ. અને આનંદીત રહેવું જોઇએ. આ તકે સર્વાનંદભાઇ સોનવાણીએ રીયલ એસ્ટેટ ક્ષેત્ર વિશે માહીતી આપતા જણાવ્યું હતું કે લોકડાઉનથી વિશેષ કોઇ અસર રીયલ એસ્ટેટ ક્ષેત્રને નહી પહોચે માત્ર કારીગરો જે બાંધકામ ક્ષેત્રે કામ કરી રહ્યા છે, તેઓનો પ્રશ્ર્ન જ રીયલ એસ્ટેટ ક્ષેત્રને થોડા અંશે સતાવશે તેવું લાગી રહ્યું છે. સરવાનંદભાઇ સોનવાણીના જણાવ્યા અનુસાર સરકારમાં લોનનાં વ્યાજદરમાં ૧ ટકા જેટલો ઘટાડો કરે તો લોકો લોન લઇ શકે, અને તેઓ ઘર પણ ખરીદી શકશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, જો સરકાર આ તમામ મુદ્દાઓને ગંભીરતાથી લેશે, તો લોકડાઉન બાદ ખુબ જ ઓછા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર પ્રગતિ કરશે. આ ક્ષેત્ર નાના લોકો માટે ધંધો-રોજગાર આપવા માટે અત્યંત ઉપયોગી છે. જેથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને પુર્ણત: ગંભીરતાથી લેવું પડશે.
કોરોના ઝડપથી ફેલાતો ચેપીરોગ હોય રૂટીન ઓપરેશનો બંધ રાખ્યા છે: ડો. કાન્ત જોગાણી
સૌરાષ્ટ્રની અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલ એવી રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો. કાન્ત જોગાણીએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે અકસ્માતનો રેશિયો ઘણો ઘટી ગયો છે. સૌરાષ્ટ્રમાં રોજના અકસ્માત કે મારમારીથી મૃત્યુ થતા હતા પરંતુ લોકડાઉનના કારણે આવા કેસોમાં ભારે ઘટાડો આવ્યો છે. ઉપરાંત અત્યારે રૂટીન ઓપરેશનો બંધ રાખ્યા છે. જેનાથી હોસ્પિટલ પર વધારે લોકો એકઠા ન થાય. હાલમાં ફક્ત ઇમરજન્સી જ ઓપરેશન કરવામાં આવે છે. કોરોના ચેપી રોગ છે. જો બીજા લોકોના સ:પર્કમાં આવવાથી થતો હોય છે. કોરોના એ બીજા ચેપી રોગ કરતા ખુબ વધુ ઝડપથી ફેલાતો ચેપી રોગ છે. માટે એ કોઇ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તુરંત આગળ ફેલાય છે. લોકડાઉનના કારણે લોકો ઘરે રહે છે તેથી ચેપ લાગવાના ચાન્સ પણ ઘણા ઘટે છે. આપણે સાવચેતીના પગલા પહેલા લીધા હોવાથી બીજા દેશો કરતા આપણા દેશમાં કોરોનાના કેસો ઓછા છે. લોકડાઉન જે વધારવામાં આવ્યું છે તે યોગ્ય છે. આ લોકડાઉન વધવાથી જ આપણે વાયરસ સામે લડવામાં ફાયદો થશે. લોકડાઉન ખુલશે ત્યારે અમારા રૂટીન ઓપીડીમાં અમે પ્રાયોરીટી પ્રમાણે કે દર્દીની બીમારીની ગંભીરતાના આધારે ઓપરેશન કરીશુ તેમ જણાવીને ડો. જોગાણીએ ઉમેર્યુ હતું કે અત્યારે કામ ૪૦ ટકા જેટલુ ઘટી ગયું છે ત્યારે નવરાસનો સમય પરિવાર સાથે વધારે પસાર કરીએ છીએ. સેલ્ફ મેડિટેશન કરીએ છીએ. હોસ્પિલેથી ઘરે પહોંચીને સૌપ્રથમ સ્નાન કરીને પછી જ પરિવારના સંપર્કમાં આવીએ છીએ.
આગામી ૪ થી ૫ મહિનામાં રિયલ એસ્ટેટની સ્થિતિમાં સુધારો જોવા મળશે: ભરતભાઈ
કોરોનાનાં કહેરથી જે ધંધા-રોજગારને અસર પહોંચવા પામી છે, તેનાથી આગામી ૪ થી ૫ મહિનામાં રિયલ એસ્ટેટની સ્થિતિમાં સુધારો જોવા મળશે. આ તકે બિલ્ડર ભરતભાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવતા કહ્યું હતું કે, જે પેન્ડિંગ પડેલા પ્રોજેકટો છે કે જે બુકિંગ કરવા આવેલા પ્રોજેકટો છે તેનું પઝેશન આપવામાં માત્ર ૪ થી ૫ માસનું જ મોડુ થશે તેવું લાગી રહ્યું છે. હાલ મુખ્ય જે પ્રશ્ર્ન ઉદ્ભવીત થઈ રહ્યો છે તે એ છે કે, કારીગરો જે તેમના વતન પરત ગયા છે. તેઓને પરત લાવવા થોડી અડચણ ઉભી થશે. લોકડાઉન પૂર્ણ થયા બાદ જો ધંધા-રોજગાર ચાલુ કરવામાં આવશે અને જો ઉદ્યોગપતિઓ થોડુ ઓવરટાઈમ કરે તો જેટલો સમય ધંધો બંધ થયો છે, તેને પણ કોપઅપ કરી શકાશે. આ તકે બિલ્ડર ભરતભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકાર બેન્ક લોનમાં સાનુકુળતા દાખવે તો રિયલ એસ્ટેટ ક્ષેત્ર ધમધમશે. એવી જ રીતે જો લોનને ‘ટોપ-અપ’ કરવામાં આવે તો ઉદ્યોગમાં પ્રાણ પુરાશે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સમય માટે હાલ આપણે સરકાર દ્વારા સુચવવામાં આવેલા તમામ નીતિ-નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. જે રીતે સરકાર રીયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટર ડોઝ આપી રહ્યું છે. તેનાથી ઘણા ફાયદા પણ ક્ષેત્રને પહોંચશે.
કોરોના વાયરસના કારણે આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવી છે: ડો. નરેશ બરાસરા
સૌરાષ્ટ્ર ના અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલએવી રાજકોટની સેલ્સ હોસ્પિટલના ક્રીટીકલ કેર નિષ્ણાંત ડો. નરેશ બરાસરાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉનના આ સમયગાળામાં ઓપીડી કેસો ઘટી ગયા છે પરંતુ લોકોમાં કોરોના સામે અવેરનેશ વધી ગઈ છે કંઈ પણ તકલીફમાં લોકો તુરંત સારવાર મેળવે છે અને જડોક્ટર તુરંત સારવાર આપે છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તો કલેક્ટરની ગાઈડ લાઈન મુજબ દર્દીને સિવિલ હોસ્પિટલ કે ક્રાઈસ્ટ હોસ્પિટલમાં પ્રેફરેન્સ આપીને મોકલી દેવામાં આવે છે. અમારી પાસે સારવાર મેળવતા દર્દીઓ પાસે મારા પર્સનલ નંબર હોય છે. દર્દીઓ અમને ફોન મારફત તકલીફ અંગે જણાવતા હોય છે. જુના ડાયાબીટીસ જેવા દર્દીઓને અમે સલાહ આપી છીએ કે જુની
દવા ચાલુ રાખો. જરૂર પડે તો નજીકના ડોક્ટરને બતાવે. તે ડોક્ટર સાથે અમે વાત કરી દર્દી અંગે સલાહ આપીએ છીએ અને વધુ તકલીફ હોય તો દર્દીને હોસ્પિટલ આવવા માટે કહીએ છીએ. હોસ્પિટલ આવવાની જરૂરીયાત જણાઈ તો દર્દીએ માસ્ક પહેરવું અને દર્દી સાથે એક જ વ્યકિતએ એવી સૂચના આપીએ છીએ થોડો નવરાશનો સમય મળ્યે પરિવાર સાથે વિતાવીએ છીએ.