સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તેમજ દીવ દમણ પ્રશાસન ને કોરોનાવાયરસ ના સંક્રમણથી દૂર રાખી શકાય એ હેતુથી સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ ના દિશાનિર્દેશ હેઠળ દિવ જિલ્લામાં પણ બધા જ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ અંતર્ગત દીવ પ્રશાસન દ્વારા જીવન જરુરિયાતની ખુલ્લી રહેતી દુકાનો શાકમાર્કેટ મેડિકલ સ્ટોર વગેરેને નિયત સમયે ખુલ્લી રાખવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ પ્રશાસન દ્વારા એ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે પ્રશાસન દ્વારા જે સૂચનો આપવામાં આવ્યા છે તેનું પાલન થઈ રહ્યું છે કે કેમ?, આ માટે આજે સવારે દીવ એસ.પી હરેશ્વર વિશ્વનાથન સ્વામી તેમજ PI પંકજ ટંડેલ સાહેબએ દીવ શાકમાર્કેટની રૂબરૂ મુલાકાત લઇ વેપારીઓ ને ફરજિયાત માસ્ક પહેરવા, તેમજ હેન્ડ ગ્લોવઝ પહેરવા માટે સમજાવ્યું હતુ.
આ સાથે ગ્રાહકો વચ્ચે પણ સામાજિક અંતર જળવાય રહે તે માટે ચુસ્ત પણે પાલન કરવાનું પણ કહ્યું હતું.