ઘર આંગણે જરૂરી દવા ઘટકોનું ઉત્પાદન વધારાશે
કોરોના વાયરસના કારણે ચીનમાં ઉભી થયેલી સ્થિતિમાં ભારતીય દવા ઉદ્યોગ વિશ્ર્વને એક નવો વિકલ્પ પૂરો પાડવા સજજ થઈ રહ્યો છે. ચીનમાં વિશ્ર્વમાં ફેલાયેલા કોરોનાના કહેરને કારણે ચીનમાં દવા ઉદ્યોગને માઠી અસર થઈ છે. અને વિશ્ર્વભરમાં દવાના કાચા માલ માટે જગ્યા થઈ છે. ત્યારે ભારતે આ તક ઝડપી લેવા કમરક્સી છે. ચીન વિશ્ર્વભરમાં દવાનો કાચો માલ મોટાપાયે પૂરો પાડે છે હવે ચીન ના કારણે વિશ્ર્વભરમાં દવાના ઘટકો, કાચી સામગ્રીની માંગ ઉભી થઈ છે. ત્યારે ભારતે સ્થાનિક સ્તરે દવા તથા દવાના ઘટકોનું ઉત્પાદન વધારવાની તૈયારી હાથ ધરી છે.
દવા માટેના જરૂરી ઘટકોનાં ઉત્પાદનની ઓળખ કરવા સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા પ્રોત્સાહનો આપવા, ઘર આંગણાની સરકારી દવા કંપનીઓને પૂન: જીવીત કરવી વગેરે પગલા લેવામા આવશે તેમ સરકારની નવી નીતિ અંગે જાણકારી ધરાવતા વ્યકિતએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતુ. ચીનમાં કોરોનાના કહેરને લીધે કેટલીય દવાની કાચી સામગ્રી બનાવતો ઉદ્યોગ લાંબો સમય બંધ રહેતા તેની વિશ્ર્વને અસર થઈ છે. આવા સમયે વિશ્ર્વભરમાં દવાની કાચી સામગ્રીની અછત ઉભી થઈ છે. આ તકે જીનેરીક દવાની મોટાપાયે નિકાસ કરનાર ભારતે આ જગ્યા પૂરવા અને વિશ્ર્વને ચીનનો વિકલ્પ પૂરો પાડવા નજર દોડાવી છે. દક્ષિણ એશિયાના દેશો ચીનથી કાચી સામગ્રી મંગાવે છે. અને વિશ્ર્વમાં પાંચમા ભાગની દવાઓ બનાવી પૂરી પાડે છે.
ભારત પણ ચીનથી ૭૦ ટકા દવા તથા કાચી સામગ્રી આપલે કરે છે. અને દવા તૈયાર કરે છે. ચીનમાં વુહાન ખાતેથી જ મોટાભાગની દવાની સામગ્રી પૂરી પાડવામાં આવે છે. હાલમાં ચીનમાં કોરોનાને કારણે દવાના ઘટકોની માંગ વિશ્ર્વભરમાં પૂરી પાડી શકતી નથી ત્યારે ભારતે ઘર આંગણે આવા ઘટકોના ઉત્પાદન કરી વિશ્ર્વને મોટાપાયે પૂરાવાડવા નિર્ધાર કર્યો છે.
સરકારે ગત માસમાં જ દેશમાં ત્રણ દવા ઉદ્યોગના હબ ઉભા કરવા દવાના મહત્વના ૫૩ ઘટકો નકક કરી તેનું ઉત્પાદન વધારવાનું નકકી કર્યું છે. અને આ માટે ખાસ ફંડની ફાળવણી કરી છે. આમાં તાવની દવા પેરાસીટામોલ અને પેનીસીલીન, સિપ્રોફલોકસીનનો પણ સમાવેશ થઈ જાય છે. આ દરમિયાન ખોટ કરી રહેલા હિન્દુસ્તાન એન્ટીબાયોટીકસ તથા ઈન્ડીયન ડ્રગ્સ એન્ડ ર્ફામાસ્યુટીકસને ફરી જીવતા કરી ધમધમતા કરવાનો પણ નિર્ણય કરાયો છે. ચીનના લીધે ઉભી થયેલી વૈશ્ર્વિક માંગના કારણે ભારતીય દવા ઉદ્યોગ ૩.૩ અબજ ડોલર સુધી વિકસી શકે તેમ છે. તેમબ્લુબર્ગે એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યું હતુ. ભારતમાં આવશ્યક ૩૭૩ દવામાંથી ૨૦૦ જેટલી દવાઓનાં ૨૦૦ જેટલા કાચા ઘટકો આયાત કરવામાં આવે છે. જેમાં મોટાભાગે ચીનથી આયાત કરવામાંઆવે છે તેમ ફાર્માસ્કયુટીસના ચેરમેન દિનેશ દુઆએ જણાવ્યુ હતુ.
કોન્કોર્ડ બાયોટેકના ચેરમેન અને મેનેજીંગ ડીરેકટર સુધીર વૈદ જણાવે છે કે સરકારે દવાના ઉત્પાદનને વધારવા માટે ઉત્પાદકોને રાહત દરે વીજળી સબસીડી તથા ઝડપથી મંજુરી આપવી જોઈએ કારણ કે સરકારની મંજુરી મેળવવામાંજ ત્રણ માસ જેટલો લાંબો સમય લાગી જાય છે.જો સરકારે એક કલસ્ટર માટે નાણાંકીય મદદ શરૂ કરે તો તે બે વર્ષમાં જ તે સફળ બની શકે છે. અને પાંચ જ વર્ષમાં આપણે આ કલસ્ટર મોડેલને આખા દેશમાં કાર્યરત અને સફળ બનાવી શકીએ તેમ દુઆ એ જણાવ્યું હતુ.