બાંધકામ વ્યવસાયી, સોસાયટીના રહીશો સેવા માટે આવ્યા આગળ
કોરોના વાયરસ જે વૈશ્ર્વિક મહામારી દુનિયામાં આવી છે જેને અનુસંધાને કેન્દ્ર અને રાજય સરકારે ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે સહાયરૂપ થવા સક્ષમ સંસ્થાઓ, દાતાઓને રાહત ફંડમાં પોત પોતાનું યોગદાન આપવા અપીલ કરાઇ છે. આ મહામારીને પહોંચી વળવા મુખ્યમંત્રી રાહત ફંડ તેમજ પ્રધાનમંત્રી રાહત ફંડમાં ચારેબાજુ સહાયનો ધોધ વરસી રહ્યો છે જેમાં શહેરના બાંધકામ વ્યવસાયીઓ તેમજ સોસાયટીના રહીશોએ ઉદાર હાથે દાન આપી એક પહેલ કરી છે.
વોર્ડ નં.૧૦ માં આવેલ શારદાનગર સોસાયટીના ફંડમાંથી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રકત રૂ. ૧.૦૧ લાખ (એક લાખ એક હજાર) નો ચેક શારદાનગર સોસાયટીના હોદેદારો આર.કે. માદળિયા અને અરુણભાઇ ચોકસી દ્વારા નિવાસી કલેકટરે સુપ્રત કરવામાં આવેલ. તેમજ શારદાનગર સોસાયટીના રહેવાસીઓ દ્વારા એકત્રીત ફાળો રૂ. ૧,૨૨,૧૧૧ નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં સોસાયટીના આગેવાન હેમતભાઇ ડોડીયા અને યોગેન્દ્રસિંહ દ્વારા નિવાસી કલેકટરને અર્પણ કરાયો હતો.
વોર્ડ નં.૧૦ માં આવેલ આલાપ સેન્ચુરી સોસાયટી દ્વારા મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં રકમ રૂ.૫૧ હજારનો ચેક તથા ગુંજન પાર્ક દ્વારા રકમ રૂ. ૧૧ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં નિવાસી કલેકટરને સુપ્રમ કરવામાં આવ્યો છે. પાવન ક્ધસ્ટ્રકશન (પી.સી.સી) ચેતનસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં રકમ રૂ. ૧.૨૧ લાખનો ચેક નિવાસી કલેકટરને સુપ્રત કરવામાં આવ્યો છે.