ભુખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો
રણકાંઠાના ખારાગોઢા સહિતના ૫૦૦થી વધુ પરિવારોને રોજિંદા જીવનની ચીજોનું વિતરણ: કપરા કાળમાં અનાજ મળતા શ્રમિકોમાં ખુશીનો માહોલ : ‘અબતક’ મીડિયાના મેનેજિંગ ડિરેકટર સતીષભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતિ
કોરોના વાઇરસની મહામારી દિનપ્રતીદિન વધી રહી છે. લોકડાઉનના ૨૧ દિવસના પીરીયડમાં છેલ્લા તબકકાના દિવસ પસાર કરવા આકરા બની ગયા છે. એમાંય રણકાંઠાના વિસ્તારોમાં એક તરફ ૪૦ ડીગ્રીથી પણ વધુ સૂર્યનારાયણનો તાપ અને બીજી તરફ કોરોનાની મહામારી ત્યારે આવી બેવડી કપરા કાળમાં હજારો ગરીબ-નિરાધાર લોકોની ચિંતા ઉદાસી આશ્રમનાં મહંત પૂજય શ્રી ભાવેશબાપુએ કરી છે.
રણકાંઠાના ખારાગોઢા સહિત આસપાસના વિસ્તારોનાં ગામોમાં વસવાટ કરતા હજારો પરિવારોના ઘરના ચૂલા કરી ગયા છે. રોજ રોજનું કમાઇ ખાનારા ગરીબ પરિવારોનાં ઘરોમાં અનાજ અને શાકભાજી ખૂટી જતા આવી કપરી પરિસ્થિતી સંજાઇ છે. આવા સંકટના સમયે ઉદાસી આશ્રમ દ્વારા ૧૦ કિલો ઘઉં, પ કિલો ચોખા, ૧ કિલો દાળ, ખાંડ, કઠોળ ૫૦૦ ગ્રામ, તેલ, મચ્ચું હળદર સહિત રાશનકિટ બનાવીને વિતરણ કરવામાં આવ્યું છે. છેવાડાના વિસ્તાર પાટડીમાં હજારોની સંખ્યામાં શ્રમિકો મીઠાના અગરમાં મજૂરી કરી પેટિયું રળે છે લોકડાઉનની કફોડી હાલતમાં રાશન મળતા તમાર પરિવારોમાં ખુશીમાં મોજુ ફરી વળ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે અબતક મિડિયાનાં મેનેજીંગ ડિરેકટર સતીષભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતમાં સોશ્યિલ ડીસ્ટન્સના અક્ષરસહ પાલન સાથે જરૂરીયાતમંદ પરિવારોને રાશન કીટ અપાઇ હતી.