કેદીઓની મુલાકાત બંધ સેનીટાઈઝર મશીન કાર્યરત
કોરોનાની મહામારીને ડામવા વડાપ્રધાન મોદી દ્વારા ત્રણ સપ્તાહ સુધી સમગ્ર ભારત લોકડાઉન કરવામાં આવ્યું છે.
લોકડાઉન વચ્ચે જીવના જોખમે ફરજ બજાવતા પોલીસ જવાનોના મેડીકલ ચેપઅપ કરવા રાજયનાં પોલીસ વડા શિવાનંદ ઝાએ આપેલી સુચનાને પગલે રાજકોટ સેન્ટ્રલ જેલનાં અધિક્ષક બનો જોષીના માર્ગદર્શન હેઠળ જેલ તબીબી સ્ટાફ અને રાજકોટ સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા જેલમાં ફરજ બજાવતા સ્ટાફ અને તેના પરિવારના સભ્યો મળી ૨૦૦ લોકોના જનરલ ચેકઅપ કરવામાં આવ્યું છે.
તબીબો દ્વારા દરેક સ્ટાફને સાવચેતી માટે સુચના આપી અને કોરોનાના સંદર્ભે લોકડાઉનના નિયમનું ચુસ્ત પણે અમલ કરવા સુચના અપી હતી. આ ઉપરાંત કેદીઓને મળવા આવતા મુલાકાતી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમજ સ્ટાફ માટે સેનેટાઈઝર મશીન મૂકવામાં આવ્યું છે. આ મેડીકલ કેમ્પમાં પીડીયુ કોલેજ તબીબી અને હાલ જેમાં ફરજ બજાવતા ડો. હેમલતાબેન, આર.આર. શર્મા અને ચીફ મેડીકલ ઓફીસર અશોકભાઈ કાનાણી અને પેરામેડીકલ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.