ઈ-ક્નટેન્ટ માટે ડેડીકેટેડ ટીચર-૨૦૨૦ તરીકે ગોલ્ડ મેડાલીસ્ટ ખ્યાતિ વ્યાસ જાહેર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યા શાખાએ રજાના દિવસોમાં ઈ-ક્નટેન્ટ તૈયાર કરવાની સ્પર્ધા યોજી: ઈ-ક્નટેન્ટ વિદ્યાર્થીઓને બી.એડ.ના અભ્યાસકાળ દરમિયાન ઉપરાંત ટેટ-ટાટની તૈયારીમાં પણ ઉપયોગી બનશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યા શાખા દ્વારા વર્ક ટુ હોમના આ દિવસોમાં અધ્યાપકોને સાથે રાખી વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ જ્યારે ઘરે છે ત્યારે વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખી તેઓ માટે અભ્યાસને લગતા વિડીયો બનાવીને તેમને મોકલવામાં આવે તો તેઓ ઘરે બેઠા અધ્યાપકોના વિડીયો મારફતે સાંભળી શકે. શિક્ષણ વિદ્યા શાખાના ડીન ડો.નિદત બારોટ અને અધરધેન ડીન ડો.જનક મકવાણા દ્વારા સૌરાષ્ટ્રની જુદી જુદી બી.એડ. કોલેજોના અધ્યાપકોને જાણ કરવામાં આવી હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યા શાખા દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં અધ્યાપકોએ ઘરે બેઠા જ બી.એડ.ના અભ્યાસક્રમનો ૧૦ મિનિટનો વિડીયો તૈયાર કરવાનો છે અને આ વીડિયો તૈયાર કર્યા બાદ તેઓને લોકડાઉન પત્યા પછી પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવશે અને જે અધ્યાપકોએ પાંચથી વધુ વિડીયો તૈયાર કર્યા હશે તેઓનું વિશેષ સન્માન અને સૌથી વધુ વીડિયો તૈયાર કરનાર અધ્યાપકોને ઈ-ક્નટેન્ટ તૈયાર કરવાના સંદર્ભમાં ડેડીકેટેડ ટીચર ટ્રેનીંગ ૨૦૨૦થી આભુષિત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખાના ડીન ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ૫૦ જેટલા અધ્યાપકોએ આ કાર્યવાહીમાં ભાગ લીધો હતો. અંદાજે ૨૧૨ જેટલા વિડીયો શિક્ષણ વિદ્યા શાખાને મળ્યા હતા. ૫૦ અધ્યાપકોએ તૈયાર કરેલુ આ ઈ-ક્નટેન્ટ રોજબરોજ વિદ્યાર્થીઓને જોવા મળે તેવી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ વિડીયો ચેનલ મારફતે ઉભી કરાયેલ વ્યવસ્થામાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ જોડાયા છે. અંદાજે ૧૭૦૦૦ મિનિટના વિડીયો વિદ્યાર્થીઓએ જોયા છે. આ તમામ આંકડાકીય વિગતો શિક્ષણ વિદ્યા શાખાની શરૂ કરેલી યુ-ટયુબ ચેનલમાં નોંધાયેલી વિગતો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડાયેલી કોલેજના અધ્યાપકોએ કરેલી મહેનતથી ઈ-ક્નટેન્ટ તૈયાર થયું છે. અમને જે પણ વિડીયો મળ્યા અને જે અધ્યાપકોએ ૫ થી વધુ વિડીયો બનાવ્યા છે તેવા ૧૪ અધ્યાપકોને ખાસ લોકડાઉન બાદ સન્માનીત કરવામાં આવશે. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શિક્ષણ વિદ્યા શાખા દ્વારા યોજવામાં આવેલી ઈ-ક્નટેન્ટ તૈયાર કરવાનું ધ્યાને લઈ ડેડીકેટેડ ટીચર ટ્રેનીંગ ૨૦૨૦ની ટ્રોફીમાં ૨ વર્ષ પહેલા એમ.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર ખ્યાતિ વ્યાસના ફાળે જાય છે.
ખ્યાતિ વ્યાસનું આ માટે ખાસ બહુમાન કરવામાં આવશે. શિક્ષણ વિદ્યા શાખાની ઈ-ક્નટેન્ટ તૈયાર કરવાની આ સ્પર્ધામાં જે ૫૦ અધ્યાપકોએ ભાગ લીધો છે તે તમામનો હું આભાર માનુ છું, વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ ઈ-ક્નટેન્ટ તેઓને બી.એડ.ના અભ્યાસકાળ દરમિયાન ટેટ-ટાટની તૈયારીમાં પણ વિશેષ ઉપયોગી બનશે.