અમેરિકાના વૈજ્ઞાનિકોને મોટી સફળતા
કોરોના વાયરસનું કાંટાળુ પડ કોષને ચોંટી બાદમાં જનીન અંદર ઘુસાડી પોતાનો વ્યાપ વધારે છે
આખી દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. અને વૈજ્ઞાનિકો દવા, રસી અને સારવાર માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વૈજ્ઞાનિકોને કોરોનાને મહાત કરવા માટે થોડી સફળતા મળી છે. કોરોના વાયરસ કોષ પર કેવી રીતે હુમલો કરે છે. અને વધે છે તે અંગેની જાણકારી અને કયાં અડ્ડો જ રાખી પગ પ્રસારે છે તે જાણવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળી છે. કોરોનાના લક્ષ્ય સેલને ઓળખી કાઢ્યા બાદ તેના પર જ રસી અને દવા હુમલો કરશે મારી નાખશે તેવુ વૈજ્ઞાનિકોનું માનવું છે.
અમેરિકી વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ને કોરોને નિશાન બનાવે છે. તેને શોધવામાં સફળતા મળી. જયાં કોરોના વાયરસ અસર કરશે ત્યાંજ એન્ટીવાયરસ રસી અસર કરશે એટલે કે દવા તમારા શરીરમાં એજ જગ્યાએ અસર કરશે જયાં કોરોના વાયરસ હુમલો કરવાનો છે. જયાં ચોટયો હશે.
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ કોવિદ-૧૯ની સંરચના અને પ્રકૃતિ સાર્સ મર્સની સંરચના અને પ્રકૃતિ જેવી જ મળતી આવે છે. વૈજ્ઞાનિકો અત્યારે કોરોના વાયરસની બહારની કાંટાળી સપાટી એટલે કે સ્પાઈક પ્રોટીન પર અભ્યાસ કરી રહ્યા છે. જે શરીરના કોષ પર ચોટી જાય છે. અને પછી તેને ચેપ લગાડી વાયરસ પેદા કરે છે.
કોવિદ-૧૯ એટલે કે સાર્સ સીઓવી-૨ની સંરચના ૨૦૦૨માં વ્યાપેલી સાર્સની મહામારીના વાયરસ સાથે ૯૩ ટકા મળતી આવે છે. એટલેકે કોવિદ-૧૯ની જનીનની મોટાભાગે સાર્સ વાયરસના જનીન સાથે જ મળતી આવે છે.
કોર્નેલ યુનિવર્સિટીની સજિન પ્રયોગ શાળામાં કોરોના વાયરસની બહારની સપાટી એટલે કે કાંટાળુ પ્રોટીન પડ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે. અહીં ગૈરી વ્હીસ્કરની ટીમ એન્ફલુએન્ઝાનોવાયરસ અને કોરોના વાયરસ શરીરની કોશિકા (કોષ)માં કેવી રીતે ઘુસે છે. તેનો અભ્યાસ કરી રહી છે.
કોરોના વાયરસનું શરીરના કોષને ચોટવું એક લાંબી પ્રક્રિયા છે. એમાં વાયરસ પહેલા એ જુએ છે કે તેવો સાચા કોષને શોધ્યો છે કે નહી ? માટે કોશિકા આસપાસના રસાયણો જ વાયરસને જાણ કરે છે કે યોગ્ય કોષની પસંદગી થઈ છે કે નહી સાચા કોષ પસંદ કર્યાની વાયરસની બહારના પડને પહેલા ખબર પડે છે. પછી વાયરસનું કાંટાળુ પડ કોશિકાની સપાટી પર ચોંટી જાય છે. બાદમાં ફયુઝન પેપ્ટાઈડથી ઓળખાતું કાંટાળુ પડ કોશિકાને તોડવાનું શરૂ કરે છે. એટલે કે કોષના બહારના પડમાં કાણુ કરે છે. અને કોષમાં પોતાના જનીનને મોકલી નવા વાયરસનું ઉત્પાદન શરૂ કરી દે છે.
ગેર વ્હીટ કરતી ટીમે શોધી કાઢ્યું છે કે કેલ્સીયમ આર્યન વાયરસના કાંટાળા પડ સાથે સંપર્ક કરવામાં મદદકરે છે. અને સાથે સાથે કાંટાળા પડની રચના બદલવામાં મદદ કરે છે. આ વાત મર્સ અને સાર્સના ચેપમાં જોવા મળી હતી. આ ટીમ હવે કોરોના વાયરસ કોવિદ-૧૯ના કાંટાળા પર આ સંશોધન કરી રહી છે.
કોરોના વાયરસના બહારના કાંટાળા પડની રાસાયણીક પ્રક્રિયા સમજવામાં સફળતા મળશે એટલે કે બહારના પડતી રાસાયણીક પ્રક્રિયા રોકી દેવામાં આવે તો વાયરસ કોશિકાઓ સાથે સંપર્ક નહી કરી શકે અને થોડા દિવસોમાં જ રસી તેની અસર કરશે અને વાયરસ મરી જશે.