૪ કાંગારૂ પરિવાર સાથે ૪૦૦થી વધુ રંગબેરંગી પક્ષીઓ સાથે ‘એમેઝોન’ નદીની રંગબેરંગી માછલીઓ એટલે ૪ એકરમાં પથરાયેલા ફાર્મ હાઉસ એટલે ‘ધરતી પરનું સ્વર્ગ’
૭૦ ગીર ગાયોની વિશાળ ગૌશાળામાં કાંઈ વેચાણ કરતા નથી; બ્રિડીંગ સેન્ટર ચલાવે છે
જમ્પીંગજેક-કાંગારૂ ને ઘોડા
* ઓસ્ટ્રેલિયાના કાંગારૂનો પરિવાર કદાચ ગુજરાત આખામાં ‘દિલિપભાઈ તંતી પાસે જ છે. મોંગોલિયન દેશના અઢી ફૂટના ટબુકડા ઘોડા પણ શાન વધારે છે. એમોઝોન જંગલના ‘મારમોસેટ’ પણ અહિં જોવા મળે છે.
સિમેન્ટમાં જંગલોમાંમ નવી વસવાટ કરવા લાગ્યો ત્યારથી આપણે પ્રકૃતિ સાથેનો નાતો તૂટી ગયો છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં નદી-તળાવો-વૃત્રક્ષો-પહાડો પંખીઓનાં કલરવ વચ્ચે માનવી શ્રેષ્ઠ આનંદમય જીવન જીવી રહ્યો હતો. પરંતુ વિકસતા વિકાસ ને કારણે તેનાથી દૂર થઈ ગયો.
પ્રવર્તમાન આવા વાતાવરણ વચ્ચે પણ ૪૦૦ પશુ-પંખીઓનો વિશાળ પરિવાર સાથે વિદેશી રંગબેરંગી પક્ષીઓ વચ્ચે ઓસ્ટ્રેલીયન કાંગારૂની ઉછળકુદની લયબધ્ધતા વચ્ચે ૪ એકરમા ‘બર્ડ મેન ઓફ રાજકોટ’ દિલીપભાઈ તંતીનું પશુ પક્ષી નગર શહેરની ભાગોળે પાળ ગામે આવેલું છે.
દિલિપભાઈ તંતી છેલ્લા એક દશકાથી પર્યાવરણનાં સાચા વાતાવરણમાં એકઝોટીક (વિદેશી) બર્ડસ વચ્ચે જીવી રહ્યા છે, શોખને વિકસીત કરી રહ્યા છે. વર્ષોથી બર્ડ સાથે રહેનાર દિલિપભાઈ તેમના ખોરાક માટે દર માસે લાખ ઉપરનો ખર્ચ કરે છે. દિલિપભાઈ તેમના આ લાડકા પશુ-પક્ષીઓની સારવાર પણ કરી લે છે. મેડીકલ હેલ્પમાં તેને જૂનાગઢના ડો. ટાંક, રાજકોટના ડો. મારડીયા, ડો. હિરપરા જેવા વેટરનરી ડોકટરનો હર હંમેશા સાથ મળી રહે છે.
વર્ષોથી પક્ષીઓ સાથે રહેનાર પ્રકૃતિ પ્રેમી દિલિપભાઈ પાસે ૪ કાંગારૂ બે તેના બચ્ચા, લાખેણા પક્ષીઓમાં મેકાઉ, આફ્રિકન ગ્રે, કાકાટુ, સનકનૂર, રોજીલા, ગોલ્ડન ફ્રેજન્ટ, સફેદ હંસ, અઢી ફૂટની મોગોલિયનપોની (ઘોડાનીપ્રજાતી) સાથે વિવિધ પશુ-પંખીઓ છે. જૂદી જુદી પ્રજાતિના શ્ર્વાન પાળવાનો દિલિપભાઈ શોખ છે.તેમનાં ‘ફાર્મ હાઉસ’માં ઓસ્ટ્રેલિયન પાયથન પણ શોભામાં અભિવૃધ્ધિ કરે છે.
ફાર્મમાં નાનકડા તળાવમાં નેચરલ વાતાવરણમાં વિદેશી માછલીઓ જેવીકે ઓસ્કાર, એલિગેટર, અરવાના જેવી વિવિધ પ્રજાતીની માછલીઓ છે. આ બધી પ્રજાતી આફ્રિકાની એમોઝોન નદીમાં રહે છે તે છે. એકવાર જોવા જેવી હોય છે. તેમના ફાર્મ હાઉસમાં બધું જ જોવો-જાણો તો આખો દિવસ પણ ટુકો પડે ત્યારે પક્ષી પ્રેમી દિલિપભાઈ તંતી છેલ્લા દશકાથી તેમની ૨૪ કલાક સેવા કરે છે. હવે તો દિલિપભાઈ પક્ષીની ભાષા પણ શીખી ગયા છે.
પક્ષી આરાકારી ટપુકોન (લાંબી ચાંચવાળુ બ્લેક બ્લુ કલર) પણ જોવા લાયક હોય છે. લાખો રૂા.ની કિંમતના મેકાઉ જેમાં તેની વિવિધ પ્રજાતિમાં મીલેટરી, ગ્રીનવીંગ, બ્લુપેન્ડ ગોલ્ડ, હેન્સ જેવા છે. સૌથી આકર્ષક લાગતા રૂપકડા ‘ફ્રેજન્ટ’ પણ ફાર્મની શોભા વધારે છે.
ફ્રેજન્ટ સીલ્વર અને ગોલ્ડન તેમની પાસે છે. સફેદ હંસ પણ છે. જેમાં આખા બ્લેકને ખાલી ડોક જ કાળી હોય તેવા પણ છે.
દિલિપભાઈ તંતી જયારે બર્ડસને ખોરાક દેતા હોય ત્યારે જોવાની મઝા પડી જાય છે. પક્ષીઓ તેને ઘેરી વળે તે રમત કરતાં કરતાં ‘માણસ જેવી બોલી’ પણ બોલે છે. ગ્રેનામના પેરોટ તો ૪૦૦થી વધારે ભાષા-અવાજો કાઢી શકે છે.
આફ્રિકા દેશની રંગબેરંગી માછલીઓ
આફ્રિકા દેશની એમેઝોન નદીમાં થતી ઓસ્કાર,એલીગેટર, અરવાના (ગોલ્ડન અને સિલ્વર) જેવી વિવિધ રંગબેરંગી આકર્ષક માછલીઓ ફાર્મ હાઉસની શોભામાં વધારો કરે છે.
આ વિદેશી પક્ષીઓ અહિ ‘રાજ’ કરે છે
* આફ્રિકન ગ્રે
* મેકાઉ-જેમાં મીલેટરી, બ્લુ એન્ડ ગોલ્ડ, હેન્સ, ગ્રીનવીંગ
* કાકાટુ-જેમાં અમરેલા, મોલ્યુકન, ગાલા, બ્લેકપામ
* સનકનુર
* આરાકારી ટપુકોન (લાંબ…બી ચાંચવાળુ-બ્લેક-બ્લુ કલર)
* રોજીલા
* ગોલ્ડન ફ્રેજન્ટ (વિવિધ ૪ જાતનાં)
* સફેદહંસ-સફેદ -કાળા-ને કાળી ડોક વાળા
* અવનવા વિદેશી નાણા-મોટા પોપટો
* વિવિધ જાતના વિદેશી બતક