વોકહાર્ટ ગ્રુપના ચેરમેન હબીલ ખોરાકીવાલાનો ખુલાસો
અમારી બેદરકારી નથી, શરૂઆતથી જ સાવચેતી રાખી હતી
મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલમાં કોવિંડ-૧૯ ના પ્રસાર અંગે વોકહાર્ટ ગ્રુપના ચેરમેન હબીલ ખોરાકીવાલાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં સારવાર માટે આવેલા કાર્ડિયાક દર્દીને કોરોના જેવા લક્ષણો જણાતા જ તેને આઇસોલેટેડ કરાયો હતો અને તેનું પરીક્ષણ કરાવ્યું હતું તેના પરીક્ષણના પરિણામ આવે એ અગાઉ તબીબો નર્સ સંપર્કમાં આવયા હતા.
સાઉથ મુંબઇની વોકહાર્ટ હોસ્પિટલમાં કોવીડ-૧૯ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવતા ૪૦થી વધુ નર્સોને આ રોગનો ચેપ લાગ્યો છે. જેના પગલે મ્યુનિસિપલ સતાવાળાઓએ હોસ્પિટલને ક્ધટેઇનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની ફરજ પડી છે. હાલમાં આ કોર્ડન્ડ ઓફ હોસ્પિટલની અંદર ૬૦ દર્દી, ૩૦૦ જેટલા સ્ટાફ કાર્યરત છે.
ચેપ કવી રીતે ફેલાયો?
બધી હોસ્પિટલોની જેમ, આપણી હોસ્પિટલો પણ પ્રમાણમાં અતિ જોખમની સ્થિતિમાં છે. જે બન્યું ત્યાં માર્ચની મધ્યમમાં કાડિયાક દર્દી હતો તેને કાડિયાક સમસ્યા માટે ઓપરેશન કરવામાં આવ્યું. તે આઇ.સી.યુ.માં હતો અને કોવિડ-૧૯ પોઝિટિવ હતો. પરંતુ તેની રીવકરી મેળવ્યા ૫-૬ દિવસ પછીજ તેણે રોગના કેટલાક ચિહ્નો બતાવ્યા. તેથી અમે તેને તુરંતજ પરીક્ષણ કરાવ્યું અને તેને અલગ કર્યુ તેના પરિણામો પોઝિટિવ આવ્યા.
તેથી અમોએ લગભગ ૭-૮ દિવસ ગુમાવ્યાએ અજાણતા કે અમારા બધા આરોગ્ય કર્મચારીઓ, ડોકટરો તેની સાથે અને અન્ય લોકો સાથે પણ સંપર્કમાં આવી રહ્યા છે. જે આ બધું બન્યાનું મૂળ કારણ હતું. એકવાર ખબર પડી ગયા પછી અમોએ દર્દીને અલગ કરી દીધા છે. અમારી પાસે અલગથી આઇસોલેશન વિભાગ છે. અમો દૈઉનિક ધોરણે બીએસી શું બન્યું અને શું થઇ રહ્યું છે. તેની જાણ કરી. તે સાથે જ કયાંક અમે બીએમસી સાથે પરસ્પર હોસ્પિટલ અને સુવિધાઓને લોક કરવાનું નકકી કર્યુ અને ત્યારબાદ અમે દરેકના ટેસ્ટ કર્યા હતા.
બધા દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફ જે હાજર હતા તેઓ હોસ્પિટલમાં રહે છે, આઇસોલેટેડ છે. ત્યાં ૬૦-૭૦ દર્દીઓ છે જેમાંથી બધાની તપાસ કરવામાં આવી છે અને તેઓ હમણાં સુધી નેગેટીવ દર્દીઓ છે. તેથી અમો જાણીએ છીએ કે અમારી સમસ્યાની હદ શું છે, અને દરેક વ્યકિત હવે હોસ્પિટલમાં છે. દરેક સંપૂર્ણ રીતે અલગ છે. દરેક દર્દીને એક સીંગલ રૂમમાં રાખવામાં આવે છે.
હોસિપટલમાં પરૂતા પ્રમાણમાં પીપીઇ હતા હેલ્થ કાર્યકરો. પ્રોટોકોલને અનુસરી રહ્યા હતા. હોસ્પિટલના બે ભાગો છે, એક કે જે કોવિડ-૧૯ દર્દીઓ માટે રાખવામાં આવ્યું હતું અને તેમની પાસે સંપૂર્ણ રક્ષપાત્મક સરંજામ હતા અને બાકીની હોસ્પિટલ જે સામાન્ય દર્દીઓને સારવાર માટે દાખલ કરતી હતી. તેથી ચેપ બિન કોવિડ વિસ્તારમાંથી થયો છે.
દર્દી મૂળ કોવિડ-૧૯નુ હતું પરંતુ તે પાંચ-છ દિવસ સુધી લક્ષણો વગરનું હતો જેથી અમો પરખી શકયા નહી. તેથી પ્રોસીજર ચાલતી હતી, તે આઇસીયુમાં હતો અને તે માટે તેની સારવાર કરવામાં આવી રહી હતી. આ ક્ષણે અમે કેટલાક લક્ષણો જોયા તે અમે તેને પરીક્ષણ કરાવ્યા અને અમે પરીક્ષણ કરાવ્યા અને અમે પરીક્ષણનાં પરિણામો બહાર આવવાની રાહ જોયા વગર દર્દીને તરતજ આઇસોલેટ કરી દીધો હતો.
અમારી પાસે રહેલા ૩૦૦ સ્ટાફમાંથી ૪૦ અથવા ૪૬ની આસપાસના સ્ટાફનું પરીક્ષણ પોઝિટિવ છે. તેથી તે બધા આઇસોોલેશ હેઠળ છે. તે પોઝિટિવ છે તેમની અલગ સારવાર કરવામાં આવે છે.
બીએમસી કહી રહ્યું છે કે હોસ્પિટલ બેદરકાર હતી અને તેના કર્મચારીઓ અને તેના દર્દીઓની સુરક્ષા માટે પૂરતું કર્યુ નથી તેના જવાબમાં ખોરાકીવાલાએ જણાવ્યું કે જેટલા જલ્દી અમોને ખબર પડી કે દર્દી કોવિડ-૧૯ છે અમે તેને આઇસોલેટ કરી દીધું અને તે પહેલા અમારી પાસે તેને જાણવાની કોઇ રીત નહોતી તેથી તે આરોગ્ય કાર્યકરોમાં તે રીતે ફેલાયો હતો.
કોઇની પણ હાલત ગંભીર નથી, મૂળ દર્દી જે કાડિયાક દર્દી હતો તે ૮૦ વર્ષનો હતો અને તે ગંભીર હતો અને હોસ્પિટલમાં તેનું નિધન થયું હતું. તે પછી એક ગંભીર કેસ છે કેટલાક લક્ષણો વગરના હોય છે.
અમારી પાસે કોવિડ-૧૯ દર્દીઓ માટે એક અલગ ક્ષેત્ર છે, અમારી પાસે કોવિડ-૧૯ દર્દીઓ માટે ૧૦ બેડવાળી આઇસોલેટેડ સુવિધા છે. જેથી અમારી પાસે અલગ વિભાજીત કોવિડ ફેસીલીટી હતી.
તમારા હોસિપટલ સાથે કાર્યરત નર્સ કે હોસ્પિટલ તેમના તબીબી અહેવાલો શેર કરતા તથા તેના જણાવ્યુ કે તે બરાબર નથી, અમો સંપૂર્ણ પારદર્શક છીએ. દરેક નર્સ, દરેક ડોકટર કે જેણે પોઝિટિવ અથવા નેગેટિવ પરીક્ષણ કરાવ્યું છે તે માહિતી તે દરેક માટે ઉપલબ્ધ છે.
અહિંથી તમારા માટે કોઇ બોધપાઠ? તેવા પશ્ર્નના જવાબમાં તેમણે જણાવ્યું કે એવું કંઇ નથી જે આપણે અલગ અથવા વધુ સારું કરી શકયા હોત. અમે રૂટિનમાં કામ કરવાના ચુસ્ત પ્રોટોકોલને અનુસરીએ છીએ. તેથી કહેવા મુજબ કોઇ બેદરકારી નથી અને અમે શરૂઆતથી બધી સાવચેતી રાખી હતી અને આ પ્રકારનો અકસ્માત વિશ્ર્વમાં કયાંય પણ થઇ શકે છે. તેવો અમારો મત છે.
બીએમસી અને અમો સમાન આઇસોલેશન ક્ધસેપ્ટ અનુસરીએ છીએ. બધા જ હોસિપટલો ગંભીર કેસ સાથે કાર્યવાહી કરી રહ્યા છે અને નર્સો અને ડોકટરો અતિ જોખમની સ્થિતિમાં કામ કરી રહ્યા છે. નર્સો માટે પૂરતી સાવચેતી રાખવા માટે હોસ્પિટલ વ્યવસ્થાયિક રૂપે સક્ષમ છે અને તેથી જ આ સમુદાયમાં હોસ્પિટલની જરૂર છે અને આવતી કાલે જો અન્ય હોસ્પિટલોમાં આ પ્રકારની સમસ્યા આવે છે કે જે આવા કેસો કોણ સંભાળે છે. આપણે વિવિધ પ્રકારની સમસ્યા આવી શકે છે. અમને જાણ થતાં જ અમે હોસ્પિટલને સેનીટાઇઝ કરી દીધી છે, અને વ્યકિત પૂરતી સાવચેતી રાખી શકે છે. પરંતુ હોસ્પિટલ વહેલા અથવા મોર્ડ કાર્યરત કરવી પડશે.
જે નર્સોના પરીક્ષણ પરિણામો પોઝિટિવ છે તેનું શું? તમો તેમને અન્ય હોસિપટલમાં ખસેડી રહ્યા
છો ? તેના જવાબમાં જણાવ્યું કે અમે બીએમસીને વિનંતી કરી રહ્યા છીએ કે કોવિડ-૧૯ પોઝિટિવ નર્સો અને દર્દીઓ અન્ય એક હોસિપટલમાં સ્થાનાંતરિત કરો., પરંતુ તેઓ તે માટે યોગ્ય ઉપાય શોધી શયા નથી.