લોકડાઉન એક બાજુ શ્રાપરૂપ, ને બીજી બાજુ આશીર્વાદ રૂપ અને સો ટકા અનિવાર્ય: અમારા ગૌમાતા અને એમના રખેવાળો તો હેમખેમ છે ને? આપણો દેશ કોરોના વાયરસને મ્હાત કર્યા વિના નહિ છોડે એ કબૂલ પણ એણે સર્જેલા નુકશાનને પહોચી વળવા સામૂહિક પગલાનો વ્યૂહ કેવો છે અને કેવો સંગીન છે એ જાણ્યા વિના તો સવા અબજની વસતિને તો ગૌ માતાનો અને ભગવતીનો જ આધાર !
આપણા પૌરાણિક ઈતિહાસ અને પ્રાચીન કાળની કથાઓમાં ગાયોને ‘ગૌમાતા’ તરીકે જ ઓળખાવાઈ છે અને તેને તેત્રીસ કોટિ દેવતાઓની મંગલમય ‘માતા’ તરીકે પૂજવામાં આવતી પરમેશ્ર્વરી તરીકે બહુમાનિત કરવામાં આવી છે. આ બાબતમાં એક પ્રચલિત કહાણી અહી યાદ આવે છે.
‘પૂરી એક અંધેરીને ગંડુ રાજા
ટકે શેર ભાજી, ને ટકે શેર ખાજા !’
આપણી મુંબઈ નગરી કે જયાં મિનરલ વોટર’ અર્થાત વિશુધ્ધ કરેલા પાણીની એક લીટરની બાટલી બાર રૂપિયાની વેચાય છે. દૂધ અને પેપ્સી નામના ઠંડા પીણાની કિંમત લગભગ સરખી છે.
આપણા પશુપાલકો અને ખુદ શહેરનાં લોકો ગાયના દૂધને અમૃત જેવું અને સોના જેવું ગણે છે !
આઝાદી બાદ દૂધ-દહીંની અને અમૃત જેવી છાશની આપણા દેશમા વહેશે એવી આશાઓ પ્રજાને અપાઈ હતી, પરંતુ એવું કશું જ આ દેશની અકિંચન પ્રજાને મળ્યું નથી. આઝાદી પછી પણ નહી.
આજે શહેરમાં ગમે તેટલા શ્રીમંત માણસ હોય તો પણ તે પોતાના આંગણામાં ગાય બાંધી શકતો નથી અને તેનું તાજુ દુધ પી શકતો નથી આજના શહેરી માણસનું આ મોટામાં મોટુ દુભાગ્ય કહેવાય ગામડાના ગરીબો અને આદિવાસીઓ પણ જે ચીજનો લાભ લઈ શકે છે. તે શહેરના શ્રીમંતો માટે દુર્લભ ગણાય છે. ગુજરાતનાંભૂતપૂર્વ રાજયપાલ કૈલાસપતિ મિશ્ર ગાયોના એટલા પ્રેમી હતા. કે તેમણે પોતાના આંગણમાં ગાય બાંધી હતી ગુજરાતના કૃષિ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાના બંગલામાં પણ ગાય બાંધેલી જોવા મળશે. મુંબઈના શુધ્ધ ગીર ઓલાદની ગાયો જોવી હોયતો ભૂલેશ્ર્વરની પાંજરાપોળમાં જ જવું પડે. આ પાંજરાપોળમાં રહેલીગાયોનું દૂધ દક્ષિણ મુંબઈમાં હોય ડિલિવરીથી વેચવામાં પણ આવે છે. અજે ૯૯ ટકા મુંબઈગરાના નસીબમાં શુધ્ધ દેશી ગાયનું દુધ નથી. તેમણે જર્સીગાયના કે ભેંસના દૂધથી જ સંતોષ માનવો પડે છે.
ગાયનું દુધ પીવાથી કીડનીઓ ઉપર જરાય ભાર નથી આવતો તેમાં સોડીયમ, પોટેશિયમ જેવા ૧૭ ક્ષારો હોય છે. તેમાં પાચક રસો જેવા કે લેકટોઝ, એન્ઝાઈમ, લેકિટક કેરોટીન, યુરિયા, ક્રોલીન ફોસ્ફેટ, કેબીન વગેરે પણ હોય છે. ગાયના દૂદમાં કૂદરતી વિટામીન એ હોય છે જેના દ્વારા અંધાપો રોકાય છે. અને આંખો તેજસ્વી બને છે.
અણુ રજની અસરથી પીડાતા માણસને માત્ર ગાયના દૂધ પર રાખવામાં આવે તો તેઅણુ રજની અસરથી મૂકત બને છે. અને તેનું જીવન બચી જાય છે. ગાયનું ઘી બીજા બધા ઘીમાં સૌથી ઓછુ કોલોસ્ટ્રોલ ધરાવનાર છે. ગાયનું ઘી શરીરમાં કેન્સર કરનારા અણુરજનો તત્કાલ નાશ કરે છે. તે આયુષ્યવર્ધક છે. આજ સુધી પશ્ર્ચિમના આરોગ્યના નિષ્ણાંતો એવો પ્રચાર કરતા હતા કે ઘીમાં કોલેસ્ટ્રોલ હોવાથી તે હૃદય માટે જોખમી છે. હવે નિષ્ણાંતો એવો પ્રચાર કરતા હતા કે ઘીમાં કોલેસ્ટ્રોલ હોવાથી તે હૃદય માટે જોખમી છે. હવે આ નિષ્ણાંતો જ સ્વીકારતા થયા છે કે હૃદયના સ્નાયુઓને સ્નિગ્ધતાની જરૂર છે. અને તેમાં ગાયનું ઘી સહાયક બને છે.
પ્રાચીન ગ્રંથોના જણાવ્યા મુજબગાયના શરીરમાં સૂર્યકેતુ નાડી હોય છે. આ નાડી ગાયની ખૂંધમાં હોય છે. આ નાડી વડે તે સૂર્ય પ્રકાશની મદદથી પોતાના શરીરમાં સૂવર્ણ પેદા કરે છે. આ સૂવર્ણનાં અંશોગાયના દૂધમાં અને ઘીમાં પણ જોવા મળે છે.
આયુર્વેદના મતે ગાનું દુધ અત્યંત સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, સુવાળુ, કોમળ, ચીકાશવાળુ, મધુર, રૂચિકર, બુધ્ધિવર્ધક, લોહી વધારનાર, આયુષ્યકારક રસાયણ છે. તે ઓજિસ વધારનાર અને આયુષ્યવાન છે. ગાયના દુધને સંજીવની ગણાવામાં આવે છે. ગાય વગડામાં જ જેટલી જડીબુટુઓ પોતાના આહારમાં ગ્રહણ કરે છે તે બધાના ગુણ તેના દુધમાં જોવા મળે છે.
કોરોના વાયરસે વિવિધ ક્ષેત્રે જે પારાવાર નુકશાન સજર્યુ છે. એમાં ગૌમાતા વૃક્ષોનાં ઝુંડ અને અન્ય કુદરતી ગ્રામ્ય સંપતિ તેમજ ગ્રામ્ય સમૃધ્ધિને નુકશાન કર્યું છે. તે અસહ્ય બની રહેશે.
આ વાયરસને પૂરેપૂરો મ્હાત કર્યે જ છૂટકો છે.
વડાપ્રધાન શ્રી મોદીએ કોરોના સામેના આખરી જંગમાં આ દેશના પ્રજાજનો તેમની પૂરેપૂરી તાકાત સાથે અને એકસં જોડાય એવું આહવાન આપ્યું છે.
આ ‘વાયરસે’ સર્જેલા હાહાકારે આપણને થકવ્યા છે, પણ આપણે હારી ગયા નથી. આપણે ભગવાનને ભલે કહીએ કે, હવે અમે હાર્યા અને તમે જીત્યા, હે ભગવતી અમે હાર્યા અને તમે જીત્યા… કારણ કે એજ માનવજાતાના ખરેખરા આધાર છે અને એજ કોરોનાને મ્હાત કરી આપે એવા પૂરેપૂરા સશકત છે. માનવજાતના એ જ ખરેખર માવતર છે. એમની પાસે દુ:ખ અને સંતાપ વ્યકત કરવાનો એમના છોરૂ તરીકે આપણો સૌનો હકક છે.
કોરોનાને મ્હાત કરી લીધા પછી તેણે સર્જેલા પારાવાર નુકશાનને ઠીકઠીક કરી લેવાનું પણ ઓછું અઘરૂ નથી એને લગતી એક બીજી આટલી જ મોટી લડાઈ આપણે લડવાની છે. એને લગતો ‘વ્યૂહ’ અને ‘રણનીતિ’ હજુ પ્રજાને જાણવામાં નથી આવી..
એમાય વિલંબ ન થાય, એમાંજ આપણુ સૌનું ભલું છે.