સતત વધી રહેલા મોતના કિસ્સાથી સરકાર ચિંતિત: અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને છોટા ઉદેપુરમાં નવા પોઝિટીવ કેસ
કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. વાયરસના સંક્રમણની સાથે મોટાલીટી રેઈટ પણ ગંભીર રીતે વધી રહ્યો હોવાની સરકાર વધુ ચિંતીત બની છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭ લોકોના કોરોના વાયરસના સંક્રમણ બાદ મોત નિપજતા કુલ મૃતાંક ૧૦૦થી વધી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા સંક્રમણના કેસ પણ ૫૦૦થી વધુ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના વાયરસના ૧૪ નવા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસનો રવિવારે સવારે છેલ્લી ૧ર કલાકમાં નોંધાયેલા ૧૪ કેસો સાથે કુલ આંકડો ૧૨૨ એ પહોચ્યો છે. અમદાવાદમાં જ ૮ નવા કેસ નોંધાયા છે તમામ શંકાસ્પદ લોકો કયાંકને કયાંક પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારના તબલીગી ઇજતેમાં સાથે સંકળાયેલા હોવાનું ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
ગુજરાતમાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યાંક ૧૧ એ પહોચ્યો છે. રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે ૬૧ વર્ષના કોરોના ચેપગ્રસ્ત મહિલાને સુરતની મીશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ તો ર૮મી માર્ચે દવાખાને આવ્યા હતા ત્યારે ડોકટરોએ તાત્કાલીક દાખલ થઇ જવાનું જણાવતા મહિલાએ ઇન્કાર કર્યો હતો અને તે ઘેર ચાલી ગઇ હતી ફરીથી તેણીને ગંભીર હાલતમાં ૪ થી એપ્રિલે દવાખાને લાવવામાં આવી હતી હવે તેની હાલત ખુબ જ ગંભીર છે અને બચાવની તક ખુબ જ ઓછી છે.
જયંતિ રવિએ જણાવ્યું હતું કે અમે તમામને અપિલ કરી છે કે જરાપણ કોરોનાના લક્ષણ દેખાય તો તાત્કાલીક સારવાર માટે આગાળ આવે ઘરેલું અને આંતર રાષ્ટ્રીય મુસાફરોને પણ તાત્કાલીક આરોગ્ય ચકાસણી કરાવવા અપીલ કરી છે જેનાથી પોતે અને સમાજ સુરક્ષિત રહી શકે.
તમામ ૧૪ નવા કેસોમાંથી ૮ અમદાવાદ, સુરત અને ભાવન, વડોદરા અને છોટા ઉદેપુરમાંથી એક એક ગુજરાતના પૂર્વના આદિવાસી વિસ્તારમાંથી એક કેસ નોંધાયો છે. અમદાવાદના ૮ નવા કેસના કયાંકને કયાંક ઇજતેમાં સાથે છેડો મળે છે. ૮ માંથી પ વ્યકિતઓ દિલ્હીથી અમદાવાદની સફર કરનારા છે. નવા કેસોની સ્થિતિમાં જોવા જઇએ તો કુલ મામલાઓમાં અમદાવાદના પપ, સુરતના ૧પ, ગાંધીનગરના ૧૩, ભાવનરના ૧૧, ૧૦માગથી વડોદરા, રાજકોટ, પોરબંદરમાં, ૩ ગીરસોમનાથમાં ર કચ્છ, મહેસાણા, પંચમહાલ, પાટણે અને છોટા ઉદેપુરના ૧-૧ અમદાવાદમાં અત્યાર સુધી પ મૃત્યુ નોંધાયા છે. સુરતમાં ર અને ભાવનગરમાં ર અને વડોદરા- પંચમહાલમાં ૧-૧ બનાવ નોંધાયો છે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકડાઉનની કડક અમલવારી કરવામાં આવી રહી છે સત્તાવાર રીતે એ પણ જાહેરાત કરવામાં આવી હતી કે લોકડાઉનની અસર ઓછી કરવા માટે લોકડાઉન પછી અન્ય કેટલીક સરકારી યોજનાઓ કે જે લોકડાઉન પછીની પરિસ્થિતિમાં હાડમારી ઘટાડવા માટે બંધ બેસતી હોય તેનો અમલ શરુ કરવામાં આવશે. સરકારના મેજ ઉપર વિવિધ વૈકલ્પિક યોજનાઓમાઁ સ્કોલરશિપ અને સરકાર દ્વારા અપાતી શૈક્ષણિક સહાય અને રવિ પાકની ઉપજ માટે સરકારી સહાય અને તેમને મદદ રુપ થવા માટે સરકાર દ્વારા પગલા લેવાની જાહેરાતથી લઇને વડાપ્રધાને કોવિડની અસરમાંથી દેશને બહાર લાવવા માટે સરકાર સલાહકાર તરીકે જે ૧૦ સમિતિઓની રચનાઓ કરવામાં આવી છે. તેમના દ્વારા સરકારને અપાયેલા સુચનાનો અમલ કરી અર્થતંત્રને વધુ વેગવાન બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
સરક્ષણ મંત્રી રાજનાથ સીંગની અઘ્યક્ષતામાં વિવિધ મંત્રીઓની મળેલી બેઠકમાં થયેલી ચર્ચા અને સરકારને આપેલા સમિક્ષાત્મક અહેવાલો ને સરકારે ચર્ચાના કેન્દ્રમાં લઇને લોકડાઉન હટે પછી અસાજીક જનજીવન અને સરકારનું તંત્ર વ્યવસ્થિત રાબેતા મુજબ થઇ જાય તે માટે સરકારે ગંભીરતાથી વિચાર વિમર્શ કરી પગલા લેવાનું શરુ કર્યુ છે.