લોકડાઉન દરમિયાન પાંચ દિવસથી ચાલતો સેવા યજ્ઞ
સેવકોનો જુસ્સો વધારતા સમાજના શ્રેષ્ઠીઓ, સરકારી અધિકારીઓ
રાજકોટ શહેરમાં વોર્ડ નં.૧૫ના જુદા-જુદા વિસ્તારોમાં દરરોજ છેલ્લા ૫ દિવસથી વોર્ડની શેરીઓમાં ફરી ફૂડ પેકેટ અને ટીફીન ઘરે ઘરે પહોંચાડવાની વ્યવસ્થા સંસ્થાના સ્થાપક વશરામભાઈ સાગઠીયા દ્વારા કરવામાં આવેલ છે.
આ વોર્ડમાં તા.૨૯ના રોજ ૭૫૦-ફૂડ પેકેટ, તા.૩૦ના ૧૪૦૦ ફૂડ પેકેટ, તા.૩૧ના રોજ ૨૧૦૦ ફૂડ પેકેટ, તા.૦૧ના રોજ ૪૦૦૦ ફૂડ પેકેટ અને આજે ૩૭૦૦ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે. આ કાર્યમાં વોર્ડ નં.૧૫ના કોંગ્રેસ પક્ષના કાર્યકરો તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, આ સેવાકીય કાર્યમાં સેવા આપવા આવી રહ્યા છે. તેમ અલમીન માનવ સેવા ચેરી. ટ્રસ્ટના સ્થાપક વિપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું હતું.
છેલ્લા ૪ દિવસમાં આ ટ્રસ્ટના રસોડે જુદા-જુદા રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહી કામ કરનાર દરેક સ્વંયસેવક ભાઈ-બહેનને રૂબરૂ મળી સેવા કરવા બદલ બિરદાવેલ છે તેમજ કોરોના વાઈરસ સામે સાવચેતીના પગલા રાખવા અને સચેત રહેવાના પગલાઓ જણાવેલ છે તેમજ મુકાલાતે આવેલ આગેવાનોએ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, વોર્ડ પ્રમુખ વાસુરભાઈ ભમ્ભાની, કોર્પોરેટર મકબુલભાઇ દાઉદાણી, પ્રવીણભાઈ સોરાણી, રામભાઈ આહીર, સી.ડી.ચાવડા, હરજીભાઈ બથવાર, પીએસઆઈ જાદવ, હેડ કોન્સ્ટેબલ નરસંગભાઈ ગઢવી, કોન્સ્ટેબલ વિજયભાઈ મહેતા તેમજ કોર્પોરેશનના ઈશ્વરભાઈ સોલંકી, રાજુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. રાહત કામગીરીમાં ટ્રસ્ટના સ્થાપક વશરામભાઈ સાગઠીયા, પ્રમુખ બીપીનભાઈ સાગઠીયા, નરેશભાઈ પરમાર, મહિલા સેવકો મનીષાબેન સોલંકી, ભાવનાબેન બગદડીયા વગેરે સેવા આપી રહ્યા છે.