અમરેલી અને રાજકોટ જિલ્લામાં લટાર મારવા નીકળેલા ૨૩૨ના વાહન ડીટેઇન કરાયા બંધ દરમિયાન દુકાનો ખુલ્લી રાખી અને શેરીમાં ક્રિકેટ રમનારા પોલીસની ઝપટે ચડયા
કોરોના વાયરસનો ચેપ આગળ વધે નહી તે માટે કરાયેલા લોક ડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરી શેરીમાં ક્રિકેટ રમતા અને દુકાનો ખુલ્લી રાખતા રાજકોટ, જામનગર અને અમરેલીના ૩૧૧ શખ્સોની ધરપકડ કરી ૨૩૨ વાહન ડીટેઇન કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસે ભવાનીગર અને રામનાપરા વિસ્તારના આઠ શખ્સો, બી ડિવિઝન પોલીસે મોરબી રોડ જકાત નાકા અને સંત કબીર રોડ પરી છ શખ્સો, થોરાળા પોલીસે ચુનારાવાડમાંથી બે શખ્સો, ભક્તિનગર પોલીસે હુડકો બસ સ્ટોપ, આનંદનગર અને ન્યુ રામેશ્ર્વરમાંથી છ શખ્સો, કુવાડવા પોલીસે સાત હનુમાન મંદિર, બામણબોર, બેડી, રતનપર અને આણંદપર ગામ પાસેી ચાર શખ્સો, આજી ડેમ પોલીસે શિતળાધાર મફતીયાપરા અને કોઠારિયા સોલવન્ટ પાસેથી ચાર શખ્સો, પ્ર.નગર પોલીસે કાશી વિશ્ર્વના પ્લોટ, જંકશન મેઇન રોડ, પોપટપરા નાલા પાસે, પરસાણાનગર, ગેબનશાપીરની દરગાહ પાસે, જામ ટાવર પાસે અને રેલવે સ્ટેશન નજીકી નવ શખ્સો, ગાંધીગ્રામ પોલીસે ૧૫૦ ફુટ રીંગ રોડ અને કનૈયા ચોક પાસેથી છ શખ્સો, તાલુકા પોલીસે નાના મવા પાસે ભીમનગર અને ગોંડલ રોડ ચોકડી પાસેી છ શખ્સો, યુનિર્વસિટી પોલીસે શિતલ પાર્ક, આકાશવાણી ચોક, યોગીનગર, રૈયા ગામ અને આલાપ ગ્રીન સિટી પાસેી છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્યના લોધિકા પોલીસ એક, ધોરાજી પોલીસે ૧૧, જેતપુરમાં સાત, ગોંડલ ચાર, પડધરી એક, પાટણવાવ ત્રણ, આટકોટ, જસદણ, વિછીંયા અને ભાડલા સાત શખ્સોની જાહેરનામા ભંગના ગુના નોંધી ૭૬ વાહન કબ્જે કરવામાં આવ્યા છે. જામનગરના જુદા જુદા છ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા ૨૫ શખ્સોની ધરપકડ કરી છે. અમરેલી પોલીસે લોક ડાઉન દરમિયાન ઘર બહાર લટાર મારવા નીકળેલા ૧૭૨ શખ્સોની ધરપકડ કરી ૧૯૬ વાહન ડીટેઇન કર્યા છે.
જૂનાગઢમાં કોરોના અંગે ઉશ્કેરણીનો નોંધાતો ગુનો
કોરોનાની મહામારીના કારણે સમગ્ર વિશ્ર્વ ચિંતત છે ત્યારે ધાર્મિક લાગણી દુભાય અને કોમી તંગદીલી સર્જાય તેમ જાણવા છતા જૂનાગઢના સુખના ચોક કિશોરીવાડા મરાઠા ગલીમાં રહેતા બહાદુરખાન મહંમદઇબ્રાહીમખાન બાબી નામના પઠાણ શખ્સે સાહિદબાપુ એન સોયેબગૃપમાં સાજીસ મુસ્લિમો કે ખિલાફ નામના હેડીંગ હેઠળ મુસ્લિમાનોને કોરોનાના નામે મુસ્લિમ વિસ્તારમાંથી મુસ્લિમોને જાચ માટે લઇ જઇ અને ખોટા પોઝિટીવ રિપોર્ટ બનાવી આઇસોલેશનમાં રાખતા હોય તેવા મતલબની પોસ્ટ કરી ખોટી અફવા ફેલાવવા અંગે જૂનાગઢ એસઓજીના હેડ કોન્સ્ટેબલ પી.એમ. ભારાઇએ ફરિયાદી બની ગુનો નોંધ્યો છે.