શોભાયાત્રા, પારણા, હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો મુલત્વી: ગૂરૂ પુષ્યામૃત યોગના સંયોગ સાથે લોકો પોતાના ઘરે દીવા પ્રગટાવી કરશે પૂજન-અર્ચન : લીમડા અને ગુગળના ધૂપ સાથે ઘરના ખૂણાઓમાં કપૂરના દીવા કરવા ધર્મગૂરૂઓની અપીલ
આવતીકાલે ચૈત્રસુદ નોમ એટલે ચૈત્રી નવરાત્રીનો છેલ્લો દિવસ આદિવસે પુનર્વસુ નક્ષત્રમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હોવાથી ભારત સહિત નેપાળમાં રામજન્મની ઉજવણી કરવામાં આવે છે. હિન્દુધર્મના શાસ્ત્રો પ્રમાણે ઋષિ સંસ્કૃતિઉપર જયારે દૈત્ય શકિતઓનો દૂરાચાર વધવા લાગ્યો ત્યારે તેમનો નાશ કરવા માટે વિષ્ણુના સાતમા અવતારતરીકે શ્રી રામે પૃથ્વી પર અવતરણ કર્યું હતુ.
રામનવમીનાં દિવસે અયોધ્યા સીતા સહિત સ્થળ ઉતરપ્રદેશ, સીતામઢી-બિહાર, જનકપૂરધામ, નેપાળ, ભદ્રાચલમ, તેલંગણા, કીદંહરામ મંદિર આંધ્રપ્રદેશ તથા તામિલનાડુના રામેશ્ર્વરમ્, સહિતના નાના મોટા નગરોમાં શોભાયાત્રા અને અયોધ્યાની સરયુ નદીમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે.
ભારત સહિત અન્ય કેટલાક દેશોમા પણ રામલલ્લાના જન્મને ધામધૂમથી ઉજવવાની પૌરાણીક પ્રથા છે. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિ લોકડાઉનને કારણે મંદિરો બંધ હોવાથી આ વર્ષ લોકો પોતાના ઘરે માત્ર પરિવારના સભ્યો સાથે રહી રામ નવમીની ઉજવણી કરશે ઉપરાંત આવતીકાલે તા.૨ને ગૂરૂવારે રાત્રીના ૭ કલાક ને ૨૮મીનીટથી શુક્રવારની સવાર સુધી ગૂરૂપુષ્યામૃત યોગ બની રહ્યો હોવાથી લોકોએ પોતાના પરિવાર સાથે ઘરમાં રહી જપ, તપ, અને પૂજા માટે શ્રેષ્ઠ અવસર છે. હાલ કોરોનાના સંક્રમણને ટાળવા મંદિરો અને ધર્મસ્થાનો બંધ હોવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની શોભાયાત્રાઓ અને રામનવમીને લગતા હવન આદિ કાર્યક્રમો મુલત્વી રખાયા છે. લોકડાઉનમાં રામમંદિરો બંધ હોવાથી લોકોએ ઘેર બેઠા ચેનલોના માધ્યમથી શ્રીરામના બાળસ્વરૂપના દર્શન પારણાના દર્શનનો લાભ મળશે. લોકો ઘરે રહી પરિવારના સભ્યો સાથે વ્રત ઉપવાસ અને પૂજન અર્ચન તેમજ દીવા પ્રગટાવી રામનવમીની ઉજવણી કરશે.
રામનામ ૐકાર સમાન
શાસ્ત્રો પૂજન રામનામને સૌથી શ્રેષ્ઠ મંત્ર માનવામાંઆવે છે. સ્ક્રંદપૂરાણમાં મોક્ષકાંડની રૂદ્રગીતામાં રામનો મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં રામનામનો મંત્ર જીવનનો તારક મંત્ર છે. આ મંત્ર કરવાથી જીવનના તમામ દોષ અને પાપનો નાશ થાયછે. અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. જીવનમાં એકાગ્રતા વધે છે.
‘રા’ એટલે અગ્નિનું બીજ જે અશુભકર્મોને બાળે છે
‘અ’ એટલે સૂર્યનું બીજા જે અહંકારનો નાશ કરે છે.
‘મ’ એટલે ચંદ્રનું બીજ જે આધી, વ્યાધી અને ઉપાધી દૂર કરે છે
એટલે કે સર્વ સંતાપ દૂર કરનાર રામામ ઓમનાર સમાન છે. ત્યારે વિશ્ર્વમાં ફેલાયેલી કોરોના મહામારીના સંકટમાં લોકોએ ઘેર બેઠા રામનામની માળા કરવી જેથી મન શાંત અને ચિત પ્રસન્ન રહે.