અમદાવાદના મિત્રને કોરોના પોઝિટિવ આવતા યુવાને પોતે પરિક્ષણ કરાવ્યું હતું
ગુજરાતમાં આંકડો ૭૦ ને પાર : અડધા કેસ લોકલ ટ્રાન્સમિશનથી નોંધાયા
રાજકોટમાં વધુ એક યુવાનને કોરોના પોઝિટિવ આવતા પોઝિટિવ રિપોર્ટ નો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદ માં કામ કરતા રાજકોટના યુવાનના મિત્રને અમદાવાદ માં પોતાના મિત્રને કોરોના પોઝિટિવ આવતા તેને પોતાનું પરિક્ષણ કરાવતા તેને પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે રાજકોટમાં કુલ ૧૦ દર્દીઓ કોરોનાગ્રસ્ત નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં પણ લોકલ ટ્રાન્સમિશન દ્વારા કોરોનાના કેસમાં વધારો થતાં રાજ્યમાં આંકડો ૭૦ને પાર પહોંચ્યો છે.
રાજકોટમાં કોરોના પોઝિટિવ મો સિલસિલો યથાવત રહ્યો હોય તેમ ગઈ કાલે ૧૩ સેમ્પલ કોરોનાના રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ નેગેટીવ અને ફિલ્ડ માર્શલ રોડ પર રહેતા યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી તપાસતા પોતે અમદાવાદથી આવ્યો હોવાનું અને ત્યાં પોતાના મિત્રને કોરોના પોઝિટિવ આવતા પોતે જાત તપાસ માટે આવી રિપોર્ટ કરાવતા યુવાનને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સાથે રાજકોટમા ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે ગ્રામ્ય વિસ્તારના ૪ અને અન્ય જિલ્લાઓના ૨ જ્યારે સિટીના ૧૦ લોકોના સેમ્પલ રિપોર્ટ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ૯ પુરુષો અને ૭ મહિલાઓના સેમ્પલ લેબોરેટરી માં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
જ્યારે રાજ્યમાં પણ કોરોનાથી છેલ્લા ૧૦ દિવસમાં ૬ ના કોરોનામાં મોત નિપજ્યા છે.
જેમાં એપિસેન્ટર અમદાવાદમાં ગઈ કાલે એક જ પોઝિટિવ કેસ નોંધાયો હતો. પરંતુ ભાવનગરમાં સુરતથી આવેલા નાગરિક પોતાની સાથે કોરોનાનો ચેપ લઈ આવ્યા હોવાની શંકાએ સોમવારે સવારે એક સાથે ૫ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. અમદાવાદ અને સુરતમાં પણ કોરોનાગ્રસ્ત દર્દીઓનો સિલસીલો ચાલુ રહ્યો છે. રાજ્યમાં કુલ ૧૦ જિલ્લાઓ માં કોરોનાના ૭૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ૩૫ દર્દીઓને લોકલ ટ્રાન્સમિશન દ્વારા ચેપ લાગ્યો હોવાથી આરોગ્યતંત્રમાં ભાગદોડ મચી જવા પામી છે. સાથે રાહતની પળોમાં રાજ્યમાં કુલ ૪ દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેઓ સંપૂર્ણપણે સાજા થઇ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
લોક ડાઉનના પગલે હવે ઈંક્યુબેસન પિરિયડ શરૂ થયો હોવાથી જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેમને ચેપ લાગવાની શક્યતાઓ વધુ હોય છે. જ્યારે પોઝિટિવ આવતા દર્દીઓના ટ્રાવેલિંગ હિસ્ટ્રી પરથી સારવાર માટેના પગલાંઓ લેવામાં આવશે. રાજ્યમાં હાલ ૬૫ દર્દીઓ પૈકી ૪ પોઝિટિવ દર્દીઓની હાલત સુધારા પર લાગી રહી છે. સાથે અત્યાર સુધી રાજ્યમાં ૧૩૨૧ શંકાસ્પદ કેસના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાંના ૧૨૪૪ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.