કોરોનાનો કહેર કેટલાયનો ભોગ લઈ ચૂકયો છે
એક જ મહિનામાં ૨૮ હજાર મૃતદેહોના કરાયા અંતિમ સંસ્કાર
વુહાનમાં રોજના ૩૫૦૦ અસ્થિકુંભ સ્વજનોને અપાય છે
ચીનના વુહાન શહેરનાં લોકો કહે છે કે અમારા શહેરમાં જ કોરોના વાયરસથી ૪૨ હજાર લોકોના મોત થયા છે. જોકે ચીન સરકાર કહે છેકે કોરોના વાયરસથી આખા દેશમાં માત્ર ૩૩૦૦ લોકોના જ મોત થયા છે.
ડેઈલી મેઈલના એક રિપોર્ટમાં હુવેઈ પ્રાંતના અધિકારીઓને ટાંકીને જણાવાયું છે કે કેટલાક લોકો પોતાના ઘરમાં તપાસ કર્યા વગર જ મોત થયા છે. એક જ માસમાં ૨૮ હજાર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે. એટલે અનુમાન કરેલા આંકડા વધારા ઘટાડાયા નથી.
વુહાનના સ્થાનિક લોકોએ કરેલા દાવા મુજબનો આંક ચીની અધિકારીઓએ આપેલા મોતના આંકડાથી ૧૦ ગણાથી વધુ છે. આખી દુનિયાને બેહાલ કરી દેનાર કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ હતી.
વુહાનમાં રહેનારાઓનાં જણાવ્યા મુજબ અલગ અલગ અગ્નિદાહ સ્થળ (સ્મશાન)માંથી રોજના ૫૦૦ અસ્થિ કળશ લોકોને આપવામા આવી રહ્યા છે. આવા ૭ સ્મશાનગૃહ છે એટલે રોજના ૩૫૦૦ લોકોને અસ્થિકુંભ અપાઈ રહ્યા છે.
હેકોઈ, બુઆંગ, હાત્યાંગોમાં રહેનારાઓ મૃતકોના સ્વજનોને જણાવાયું છે કે તમારા સ્વજનોના અસ્થિકુંભ ૫ એપ્રીલ સુધી આપવામાં આવશે. એનો અર્થ એ થાય કે ૧૨ દિવસમાં ૪૨ હજાર લોકોના અસ્થિકુંભ વિતરણ કરાશે તેમ ડેઈલી મેઈલનો રીપોર્ટ જણાવે છે.
આ અગાઉના સ્થાનિક અખબારનાં અહેવાલમાં જણાવાયું હતુ કે હંકોઈના સ્મશાનમાંથી બે દિવસમાં જ ૫ હજાર અસ્થિકુંભની ડીલીવરી કરવામાં આવી હતી.
ચીનના હુવેઈ પ્રાંતમાં જયારે લોકડાઉનમાં છૂટ આપવાની શકયતા થઈ ગઈ છે અને શાળા તથા મોલ ખૂલવાની પણ શરૂઆત થઈ ગઈ છે.
ત્યારે જ આ અહેવાલ આવ્યા છે. જે ચિંતાજનક છે. જોકે જે લોકોને ગ્રીન હેલ્થ સર્ટીફીકેટ આપવામાં આવે છે તે લોકો પણ હુબેઈ પ્રાંતને છોડી રહ્યા છે. ગ્રીન સર્ટીફીકેટનો અર્થ એ નથી કે એ લોકોનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.
૨૩ક જાન્યુઆરીએ હુબેઈમાં પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા અને ૨૪ માર્ચે પ્રથમ વખત કેટલાક પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા. જોકે વુહાન શહેરની બહાર નીકળવાથી ૮ એપ્રીલ સુધી મનાઈ છે.
રેડીયો ફ્રી એશિયાનો એક રિપોર્ટ જણાવે છે કે વુહાનની એક વ્યકિત ઝાંગે જણાવ્યું હતુ કે સ્મશાનમાં કામ કરતા લોકો ૨૪ કલાક કામ કરે છે. એટલે સરકાર જે દાવો કરે છે. તે રીતે એટલા ઓછા માણસો મૃત્યુ પામ્યા હશે એવું માની શકાય નહીં.
માઉ અટક ધરાવતા વ્યકિતએ જણાવ્યું હતુ કે અધિકારીઓ દીમે ધીમે ખરેખર કેટલાક માણસો મૃત્યુ પામતા એ જાહેર કરી રહ્યા છે. એટલે લોકો પણ ધીમે ધીમે વાસ્તવિક સ્થિતિ સ્વીકારી લ્યે.
અગાઉ ન્યુયોર્ક પોસ્ટે સ્થાનિકા અખબારના માધ્યમને ટાંકીને જણાવ્યું હતુ કે વૃહાનના એક સ્મશાનમાં બે દિવસમાં ૫ હજાર અસ્થિકુંભની ડીલીવરી કરવામાં આવી હતી.
કોરોના વાયરસનો વ્યાપ જે રીતે સમગ્ર વિશ્ર્વમાં વધી રહ્યો છે. એ જોતા ચીનની પારર્દાકતા સામે સવાલ ઉઠે એ સ્વાભાવિક છે વુહાન સ્મશાનમાં કામ કરનારાઓએ આ મામલે પ્રતિભાવ આપવાનો ઈન્કાર કર્યો હતો કે અમે કેટલા અસ્થિકુંભ ભર્યા તે ખબર નથી તેમ ન્યુયોર્ક પોસ્ટનો અહેવાલ જણાવે છે.
ચીનમાં મૃતદેહને બાળવાની પરંપરા છે અને કેટલાય લોકો સોશિયલ મીડીયામાં અસ્થિકુંભ લઈને જતા સ્વજનોની તસ્વીરો મૂકી રહ્યા છે. તમને એ જણાવીએ કે ચીન સરકાર માત્ર ૩૩૦૦ લોકોના જ મોત થયાનું જણાવી રહી છે. તો બીજી તરફ સમગ્ર વિશ્ર્વમાં ૩૦ હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂકયા છે. ઈટાલીમાં જ ૧૦ હજારથી વધુ લોકોના મોત થયા છે.
સોમવાર સવાર સુધીમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની ઝપટમાં આવેલા લોકોની સંખ્યા ૭૨૨૬૪૬ થઈ છે. અને કોરોનાથી મોતનો આંક ૩૩૯૮૩ થઈ ચૂકયો છે.
અમેરિકામાં જ કોરોનાથી ૨૪૦૦થી વધુ લોકો સ્પેનમાં ૬૮૦૦થી વધુ ઈરાનમાં ૨૬૦૦થી વધુ અને ફ્રાંસીમાં ૨૬૦૦થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે.