વિશ્વમાં કુલ ૨૫,૦૦૦ મોતમાંથી ૧૭,૩૧૪ મોત એકલા યુરોપમાં થયા: ઈટાલી અને સ્પેન જેવા દેશોમાં સ્થિતિ કાબુ બહાર
કોરોના વાયરસના સંક્રમણના કેસમાં જબ્બર ઉછાળો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં પોઝીટીવ કેસની સંખ્યા ૫ લાખને અડી ચૂકી છે. પોઝીટીવ કેસમાં થઈ રહેલા વધારાની સાથો સાથ વૈશ્ર્વિક સ્તરે મોતના કિસ્સા પણ સતત વધી રહ્યાં છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણ બાદ મોતની સંખ્યા ૨૫૦૦૦ એ પહોંચી ચૂકી છે. કુલ ૨૫૦૦૦ માંથી ૧૭૩૧૪ તો એકલા યુરોપમાં નોંધાયા છે. વર્તમાન સમયે ઈટલી અને સ્પેનમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા સરકાર નિષ્ફળ નિવડી છે. સ્થિતિ કાબુ બહાર થતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.
ચીનના વુઆનમાંથી ઉભી થયેલી કોરોનાની ભુતાવળ સમગ્ર વિશ્વમાં ભયંકર માહામારીના રૂપમાં ફેલાઇ ચુકી છે. ત્યારે આ પ્રકોયની સૌથી ભયંકર અને ખરાબ અસર ઇટાલી પર થઇ હયો તેમ શુક્વારના દિવસે દુનિયામાં કયાંક નહી નોધાય એવી તબાહી ઇટાલીના નામે નોંધાઇ છે અને એક જ દિવસમાં ૧૦૦૦ના કોરોનાના મહામારીની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધી એક સાથે ૧૦૦૦ મોત કોઇ દેશમાં નોધાયા નથી ઇટાલીની સ્થિતી બેકાબુ બની ચુકી છે.
ચીનમાં દેખા દીધા બાદ થાય અઠવાડિયા બાદ કોરોનાએ ઇટાલીનો રસ્તો લીધો આ અને પ્રાથમીક તબકકેજ દેહાતી અમેરીકા-ચાઇનામાંથી પણ વધુ ૮૫૦૦૦ કેસ નોધાયા હતા. ચીનમાં ડિસેમ્બર મહિનામાં કલું જેવા મોસમી રોગચાળાના વાયરા શરૂ થયાં હતાં. ઇાલીમાં ૯૬૯થી વધીને ૯૧૩૫ સુધી દર્દીઓના આંકડો પહોચ્યો હોવાનો નાગરિક સુરક્ષા સંશધાન દ્વારા ગણાવાયું હતું.જેમાંથી ૫૦ દર્દીઓ દૈનિક ગણતરીમાંથી ગાએબ થઇ ગયા હતા. શુક્રવારે ૭.૪૧નો ઉછાળો આવ્યો હતો જોકે સરેરાશ ૮%થી તે ઓછો હતો. ઇટાલીમાં લોકડાઉનમાં બિયર અને ફૂટને આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના વડા સ્લિવીઓ બુસેહરોએ જણાવ્યુ હતુ કે હજુ સ્થિતિ નિયંત્રણમાં છે. અને રોગચાળાના ફેલાવાની ગતિ ધીમી પડી રહી છે. અને આગામી દિવસોમાં કાબુમા આવી જશે. પરંતુ તંત્રએ આ સ્થિતિમાં લોકડાઉન સ્થિમાં સુધારોએ આકાર નિયંત્રણોના પરિણામે દેખાય છે. તંત્રનો સંકલ્પ આવી જ રીતે કડક લોકડાઉનને આગળ વધારવાની હિમાયત કરે છે. સુરક્ષામાં જરાપણ બાંધ છોડ નહી થાય. બુસેકરોએ જણાવ્યું હતુ કે નિયંત્રણ હળવા કરવાથી આ પરિસ્થિતિ વધુ ન વહરે અને દેશમાં રોગચાળો ફરીથી માંથુ ઊચડે નહી તે માટે હજુ કેટલાંક મહિનાઓ સુધી સુરક્ષાના માયદંડ અને લોકડાઉન પથાયત રાખવાની જરૂર છે.
ઇટાલીમાં ૯મી માર્ચથી લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી જરૂરિયાત મુજબ તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ઇટાલીના ઉતર વિભાગમાં કોરોનાની સૌપ્રથમ એન્ટ્રી થઇ હતી. કોરોના ગ્રસ્ત વિસ્તારથી લોકડાઉન યુઝેપ્યુ કોન્ટેઇએ ગયા અઠવાડિયે જણાવ્યું હતુ કે દેશમાં શાળા, દારૂના બાર, રેસ્ટોરન્ટ અને સામુહિક હલન ચલન પર એપ્રિલ સુધી કોઇપણ જાતની બાંધછોડ વગર કડક નિયત્રણ ચાલુ રહેશે. ઇટાલીનુ સ્થાનિક વહીવટી તંત્રએ સૌથી અસરગ્રસ્ત ઉતરવિભાગની હોસ્પિટલમાં હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. અમારા દ્વારા ઇન્સેટયુવમાં વધારો કરીને આટલાઓની સંખ્યા બેવડી કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારના એલબેટીયોએ જણાવ્યુ હતું. જો આ વુધ્ધિદર નિયંત્રણમાં નહી આવે તો વધારાના વેન્ટીલેટરની જરૂર પડશે. આપાતકાલિન કટોકટીના રાષ્ટ્રીય મહતીદર્શક ડોમેનિયો સારકયુરીએ જણાવ્યું હતુ કે, સેનાના હલિકોપ્ટરોનો ઉપયોગ દવાઓ અને સેનેટરીના વિતરાગમાંં કરવામાં આવ્યો હતો.
કોરોનાના ચેપથી ૬૫૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ ધેરાઇ ચુકયા છે શુક્રવાર સુધીમાં કોરોનાને કારણે મોતને ભેટેલા ડોકટરોની સંખ્યા ૪૪ સુધી પહોંચી ચુકી છે. કોરોનાના સંકમણનુ ભોગ બનલા અંતિમ દર્દી ડો. એનેમેરિયા ૭૦ના એક સાથીદારે આંખોમાં આસું સાથે જણાવ્યું હતું કે તેણીએ બહાદુરથી આ માહામારીનો સામનો કર્યો હતો અને છેવેટે તેનો ભોગ બની તેને દેશ માટે આપેલ બલિદાન કયારેય નહી ભુલાય.
સ્પેનમાં મોતનું તાંડવ ૪૮૫૮ લોકોના મૃત્યુ
કોરોના વાયરસની ઈફેકટ ચીન અને ઈટલીની જેમ સ્પેનમાં પણ તિવ્ર જોવા મળી રહી છે. સ્પેનમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા વધી ૬૪,૦૫૯એ પહોંચી ચૂકી છે. જ્યારે મોતની સંખ્યા પણ ૪૮૫૮ એ પહોંચી છે. છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં ૭૬૯ લોકોના મોત નિપજી ચૂકયા છે. ઈટલીની જેમ સ્પેનમાં પણ સતત નિપજી રહેલા મોતને કારણે તંત્રએ હથિયાર નીચે મુકી દીધા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્પેનના મેડ્રિડ ખાતે લોકોને બચાવવા માટે નાટોની સહાય પણ માંગવામાં આવી છે. લાંબા સમયથી યુરોપમાં ચાલી રહેલા મોતના તાંડવે સમગ્ર વિશ્ર્વને હચમચાવી મૂકયું છે. વર્તમાન સમયે કોરોના વાયરસના ચેકઅપ માટેની કીટ પણ ખૂટી ચૂકી છે. ૧૮ ટકાની ગતિએ કોરોના વાયરસે સ્પેનમાં લોકોને શિકાર બનાવ્યા છે. સતત વધી રહેલા કેસના કારણે કોને બચાવવા અને કોને ન બચાવવા તેવુ ધર્મસંકટ તબીબો સામે આવી ઉભુ રહી ચૂકયું છે.
અમેરિકામાં પોઝિટિવ દર્દીની સંખ્યા ૯૪૪૨૫ને પાર
વિશ્ર્વમાં ૧૯૮ દેશને કોરોના વાયરસે ભરડામાં લીધા છે. ચીન અને ઈટલી બાદ હવે કોરોનાનો કહેર અમેરિકા પર તૂટી પડ્યો છે. વિશ્ર્વમાં સૌથી વધુ ૯૪૪૨૫ કેસ એકલા અમેરિકામાં નોંધાતા હાહાકાર મચી ગયો છે. કોરોનાનું સંક્રમણ અમેરિકાના ૧૧ રાજ્યોમાં ફેલાઈ ચૂકયું છે. અત્યાર સુધીમાં ૧૪૨૯ લોકોના મોત અમેરિકામાં થઈ ચૂકયા છે. અમેરિકામાં મોતની સંખ્યા ઝડપથી વધશે તેવી ભીતિ સેવાઈ રહી છે. ભારતમાં પણ અમેરિકાની જેમ કોરોના વાયરસથી બચવા પગલા લેવામાં આવી રહ્યાં છે. પરંતુ અમેરિકાની સ્વાસ્થ્યની સગવડો ભારત કરતા અનેકગણી વધુ છે. આવા સ્થિતિમાં પણ અમેરિકા રાતા પાણીએ રોસે તેવી વકી છે. ભારતને અન્ય દેશોની હાલતમાંથી સબક શિખવાની તક સાંપડી છે.
કોરોના સામે લડવા અમેરિકાએ ભારતને ર૧ કરોડની સહાય કરી
કોરોનાના સામે લડવા માટે અમેરિકાએ ભારતને રૂ. ૨૧ કરોડની સહાય કરી છે. કોરોનાના સામે લડવા લેબોરેટરી ઉભી કરવા, કોરોનાના કેર શોધવા અને ટેકનીકલ માટે આ સહમાય કરવામાં આવી છે.
શુક્રવારે અમરેકિાએ કોરોના સામે જંગ લડયા માટે ૬૪ દેશોને ર૯ લાખ ડોલરની સહાય કરી છે. આ સહાય અમેરિકાએ ફેબ્રુઆરીમાં એક હજાર લાખ ડોલરની સહાય કરી તે ઉપરાંતની છે.કોરોના સામે જંગ લડવા વિશ્ર્વના સૌથી વધુ અસરગ્રસ્ત ચાર દેશો અલગ અલગ વિભાગો, એજન્સીઓને આ સહાય કરાશે.
ભારતને લેબોરેટરીઓ તૈયાર કરવા કોરોનાના નવા કોર શોધવા, તથા કાર્યક્રમો પર તકેદારી રાખવા અને અન્ય તૈયારી અને ટેકનીકલ નિષ્ણાંતોની સેવા માટે રૂ. ૨૧ કરોડની સહાય કરાઇ છે.
અમરેકિાએ ભારતને છેલ્લા ર૦ વર્ષમાં ર૮ લાખ ડોલરની સહાય કરી છે. જેમાં આરોગ્ય વિભાગ માટે જ ૧૪ લાખ ડોલરની સહાય કરી છે તેમ અમેરિકાએ જણાવ્યું હતું.
ચાર દાયકાથી અમેરિકા વિશ્ર્વના દેશોને આરોગ્ય માટે સહાય કરે છે. ગંભીર રોગો સામે લડી રહેલા લોકોના જીવ બચાવવા આરોગ્ય સંસ્થાઓ ઉભા કરવા વગેરે અમેરિકા સહાય કરે છે.