ગ્રામ્ય અને શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં બે વેપારી સહિત ૩૧ વ્યકિત સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
વિશ્ર્વભરમાં મહામારી કોરોના વાયરસના પગલે હાડમારી સર્જાઇ છે ત્યારે ભારતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ર૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ પણ શહેરમાં વિના કારણે લોકો ઘરની બહાર નીકળતા અને કેટલાક વેપારીઓ પોતાના વ્યવસાય ધંધા શરુ રાખતા હોવાથી પોલીસે તેની સામે જાહેરનામા ભંગ બદલની કાર્યવાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં બે વેપારી સહિત ૧૩ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે ખોડીયારપરામાં આવાસ યોજના કવાર્ટરમાં રહેતો વિમલ ચંદુ ભટ્ટી નામને શખ્સ વિના કારણે ભાવનગર રોડ પર નિકળતા અને આજી ડેમ ચોકડી પાસે રહેતો હિતેશ રવજી બાબરીયા નામનો શખ્સ ભાવનગર રોડ પર નીકળતા થોરાળા પોલીસે અટકાત કરી છે.
કેદારનાથ સોસાયટી મેઇન રોડ પર રહેલવા નીકળેલા જીજ્ઞેશ બાબુ સોરઠીયાને ભકિતનગર પોલીસે અટકાયત કરી છે.
અરવિંદભાઇ મણીયાર સોસાયટીમાં રહેતો રમેશ કાનજી નાકરાણી નામનો શખ્સે કોઠારીયા રોડ પર આવેલ ક્રિષ્ના નામની પોતાની દુકાન ખુલી રાખી વેપાર કરતો હોવાથી પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. જયારે તીરૂપતિ સોસાયટીના ગેઇટ પાસે ચકકર મારવા નીકળેલા નીખીલ હંસરાજ પિત્રોડાની પોલીસે અટકાયત કરી છે.
જયારે શ્રીહરિ સોસાયટીમાં રહેતો કૌશિક ધીરુ મકવાણા નામનો શખ્સ વગર કારણે પીરવાડી પાસે નીકળતા પોલીસે અટકાત કરી છે મવડી ચોકડી પાસેથી નીકળતા ભરત કાંતિલાલ ગઢીયાને પોલીસે અટકાવ્યો હતો જયારે બીન જરૂરી કારણ વગર બહાર નીકળતા કે.કે.વી. હોલ પાસેથી સચીન મહેશ ચૌહાણ નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે. જયારે સીંધી કોલોની મેઇન રોડ પર જલારામ બેકરી નામની દુકાન ખુલ્લી રાખતા વેપારી ધનરાજ નારણદાસ અમલાણી નામના વૃઘ્ધની પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયત કરી છે જયારે અનય એક જગ્યાએ જંકશન મેઇન રોડ પર આકાશ સિઝન સ્ટોર્સ નામની દુકાન ખુલ્લી રાખતા તેના માલિક આકાશ સુંદર આહુજા ની પોલીસે અટકાયત કરી છે ગાંધીગ્રામ લાખના બંગલા પાસે યશ પાન નામની દુકાન ખુલ્લી રાખી વેપાર કરતાં નેમીશ જગદીશ રાઠોડ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.
ગાંધીગ્રામ જીવંતીકાનગરમાં રહેતો જયદીપ નારણ વસોયા નામનો શખ્સ વિના કારણેઘરની બહાર નીકળતા પોલીસે અટકાયત કરી છે કાલાવડ રોડ પર કટારીયા સર્કલ પાસેથી કાંતિ તુલસી સંચાણીયા નામનો શખ્સ પસાર થતા પોલીસે અટકાયી ધરપકડ કરી છે જયારે નાના મવા રોડ પર વિના કારણે ઘરની બહાર નીકળેલા જેન્ટી સુધીર માધવાણી તથા ધરમ મુકેશ મકવાણા નમના બે શખ્સોની પોલીસે અટકાયત કરી છે.
અન્ય કેસોમાં કટારીયા સર્કલ પાસેથી મહિપાલસિંહ કરમસિંહ જેઠવા, કીડની હોસ્પિટ પાસેથી પ્રદીપ લાલજી પરમાર, રોહિત પરસોતમ સોંદરવા, આકાશવાણી ચોક પાસે ભાવીન રમણીક કંટારીયા, નિલેશ નારણ ભીંભા, શીતલ પાર્ક પાસેથી સુનીલ પ્રફુલચંદ્ર કોટક, જય પિયુષ વાઢેર, સાધુ વાસવાણી રોડ પર યશ દીલીપ પોપટ, યુનિવસિટી રોડ પર સચીન બસુ ભારાય સહીતના શખ્સો લોક ડાઉન હોવા છતાં વિના કારણે જાહેર માર્ગો પર નીકળતા પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે ગ્રામ્ય વિસ્તારોમાં જેતપુર, ગોંડલ તાલુકા, ઉપલેટા, પાટણવાવ તથા શાપર, વેરાવળ માં જાહેરનામા ભંગ કરનાર ૧૦ લોકો તથા વિના કારણે વાહનોમાં નીકળતા આઠ શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી ૧૮ કેસો નોંધાવામાં આવ્યા છે.