નારંગી, લીંબુ, કીવી, પપૈયા, બ્રોકોલી, જામફળ અને ટમેટાનું જયુસ રોગપ્રતિકારક શકિત વધારવા અકસીર
ભારત દેશમાં હાલ ઋતુ બે ઋતુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અનેકવિધ પ્રકારનાં રોગો લોકોને થતા નજરે પડે છે ત્યારે લોકોએ તેમનામાં રહેલી રોગપ્રતિકારક શકિત વધારવા માટે કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ અને કઈ ખાદ્ય ચીજવસ્તુ ન ખાવી જોઈએ તે જાણવું અત્યંત જરૂરી છે. હાથ ધરવામાં આવેલા સર્વેમાં એ વાતની સ્પષ્ટતા થઈ છે કે, જમવા સમયે લોકોએ મીઠાનું સેવન યોગ્ય રીતે જ કરવું જોઈએ અને ખાન-પાનમાં મીઠાનો ઘટાડો પણ કરવો જોઈએ. સાથોસાથ રોગપ્રતિકારક શકિત વધારવા માટે વિટામીન-સી યુકત ફળ અને શાકભાજી ખાવા લોકો માટે અત્યંત હિતાવહ છે અને ડોકટરો પણ તેનું સેવન કરવા માટેની સુચનાઓ આપે છે.
વિટામીન-સીનાં સેવનથી લોકોની રોગપ્રતિકારક શકિતમાં અનેકગણો વધારો થાય છે અને ચામડીના થતા રોગોમાં પણ ઘટાડો નજરે પડે છે. સાથો સાથ જે લોકો અનિમિયાથી પીડાતા હોય તેમના માટે સાઈટ્રીક ફ્રુટ અત્યંત લાભદાયી નિવડે છે. હાલના તબકકે લોકો વિટામીન-સીનું મહતમ સેવન કરે તો તેમને કોઈ પ્રકારની બિમારીઓ સ્પર્શશે નહીં તે વાતમાં સહેજ પણ મીન મેક નથી. લોકોએ વિટામીન-સીમાં કયાં ફ્રુટનું સેવન કરવું તે જાણવું અત્યંત જરૂરી છે તો સૌપ્રથમ નારંગીમાં વિટામીન-સીની માત્રા ભરપુર રહેલી છે. નારંગી જયુસ જો કોઈ વ્યકિત તેમનાં નાસ્તામાં તેનું સેવન કરે તો તેમની ઈમ્યુનીટી સિસ્ટમમાં ઘણો ખરો ફેર પડશે અને તેમની રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો જોવા મળશે. જયારે લોકો લીંબુનું સેવન કરે તો તે લોકોને માનસિક સ્વસ્થ રાખવા માટે અત્યંત ઉપયોગી નિવડે છે.
એવી જ રીતે કીવી ફ્રુટ એ ફ્રુટ છે જેમાં લોકોને અનેકવિધ પ્રકારનાં સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ પ્રાપ્ત થતા હોય છે. કીવી ફ્રુટમાં વિટામીન-સીનું પ્રમાણ અત્યંત વધુ હોવાથી તેઓને વિટામીન-ઈ અને વિટામીન-કેનો પણ લાભ મળે છે. આ સમયગાળા દરમિયાન લોકો પપૈયાનું સેવન ખુબ વધુ માત્રામાં કરે છે કે જે ચામડીને સ્વસ્થ રાખવા માટે અત્યંત ઉપયોગી છે. પપૈયાનું સેવન માત્ર ચામડી માટે જ નહીં પરંતુ અન્ય હેલ્થ બેનિફિટ માટે પણ એટલું જ ઉપયોગી છે. પપૈયામાં ફાયબરનું પ્રમાણ પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. જે કોઈ વ્યકિત પપૈયાનું સેવન કરતું હોય તેને ચામડીથી થતા રોગોનાં પ્રમાણમાં અનેકગણો ઘટાડો જોવા મળે છે. ડોકટરોનું માનવું છે કે, લોકોએ બ્રોકલીનું સેવન કરવું એટલું જ લાભદાયી છે. બ્રોકોલીનાં સેવનથી લોકોના બ્લડપ્રેશરને કાબુમાં રાખવા માટે અત્યંત લાભદાયી અને ઉપયોગી નિવડે છે. સાથોસાથ વિટામીન-સી, વિટામીન-કે તથા પોટેશીયમ ભરપુર માત્રામાં બ્રોકોલીમાં જોવા મળે છે. વાત કરવામાં આવે જામફળની તો જામફળ વિટામીન-સી સાથે લોકોમાં બીપીનું લેવલ, સુગરનું લેવલ, હૃદયને મજબુતી, પાચનશકિતમાં વધારો સહિતની ચામડીને નિખારવા માટે અત્યંત મદદરૂપ થાય છે. સાથો સાથ વજન ઘટાડવામાં પણ જામફળનું મહતમ અનેરું છે. અંતમાં વાત કરવામાં આવે તો સૌથી વધુ અકસીર ટમેટાનું જયુસ છે જેમાં વિટામીન-સીની સાથોસાથ અન્ય વિટામીનો પણ ભરપુર માત્રામાં રહેલા છે. જેથી જે લોકો ટમેટા જયુસનું સેવન કરતા હોય તેમનામાં પાચન શકિત, આંખની શકિતમાં ભરપુર વધારો થાય છે. સાથો સાથ કોલેસ્ટ્રોલને પણ તે કાબુમાં રાખે છે.