સ્થિતપ્રજ્ઞ એ જ કહેવાય, જે સર્વ કામનાઓનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહે
ભગવદ્ગીતાના આઠમા અધ્યાયનો સારાંશ જોઇએ તો અર્જુને કષ્ણને પૂછેલા સાત પ્રશ્ર્નો બ્રહ્મ અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ કોને કહેવાય અને વશ ચિતવાળાઓ મરણ સમયે આપને કેવી રીતે જાણે છે. તેનાં જવાબમાં શ્રી કૃષ્જ્ઞ જણાવે છે કે જે અવિનાશી છે એટલે કે જેનો કદી નાશ થયો નથી, એવા સચ્યિાનંદ પરમાત્મા બ્રહ્મ છે. તેમનું સ્વરૂપ અધ્યાત્મ કહેવાય છે. પ્રાણીમાત્રને ઉત્પન કરનારી અને વૃધ્ધી કરનારી સૃષ્ટિક્રિયાને કર્મ કહેવાય છે. નાશવંત પદાર્થ અધિભૂત છે. જીવમાત્રમાં પરમાત્મા તરીકે રહેલો હું જ અધિયજ્ઞ છું.
સાતમાં અધ્યાય જ્ઞાન વિજ્ઞાનયોગમાં શ્રીકૃષ્ણ અર્જુન કહે છે કે હું તારા માટે આ વિજ્ઞાન સહિત તત્વરીટનને સંપૂર્ણ પે જણાવીશ. આજાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવાલાયક બાકી રહેતું નથી. હજારો માણસોમાંથી કોઇ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઇ એક મારે પરીયણ થઇને મને તત્વથી એટલે કે યર્થાર્યરૂપે જાણી શકે છે.
પુથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુધ્ધી અને અહંકાર આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ બધા પ્રકારની ભેદની તો અપરા એટલે કે મારી જડપ્રકૃતિ છે. આના સિવાયની છે જેનાથી આ આખુ જગત ધારણ કરાય છે એ મારી જીવનરૂપા એટલે કે ચેતન પ્રકૃતિની આોળખ છે. માટે તુ એમ સમજ કે સઘળાજીવાઓ બન્ને પ્રકૃતિઓનથી જ ઉત્પન થાય છે. અને હું આખાય છે. માટે તુ એમ સમજ કે સઘળાજીવો આ બન્ને પ્રકૃતિઓથી જ ઉતપન થાય છે. અને હું આખાય જગતનો પ્રભવ તેમજ પ્રલય છું એટલે કે સફળ જગતનું મૂળ કારણ છું તેમ શ્રી કૃષ્ણ અર્જુને જણાવે છે.
હું સૃષ્ટિનાં કણ કણમાં વ્યાપેલને મારા સિવાય બીજું કોઇ પરમ તત્વ નથી. આખું જગત દોરામાં પરોવાયેલા મણકાની પેઠે મારામાં ગૂંથાયેલું છ.ે હું જળમાં રસ છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધાવેદોમાં ઓકાર છું, આકાશમાં શખ્દ અને પુરૂષોમાં પુસ્પત્વ છું. તપસ્વીઓમાં તપ છું, અગ્નિમાં તેજ છું, હું પુથ્વીના સમસ્ત ભૂતોમાં એમનું જીવન છુ
જે કોલઇ ભકત મને પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ, જળ વિગેરે અર્પે છે, એ શુધ્ધ બુધ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તનું પ્રેમપૂર્વક અર્પેલું એ પત્ર પુષ્પ આદિ હું સગુણરૂપે પ્રગટ થઇને ઘણા પ્રેમથી આરોગું છું.
ખરેખરનો શ્રીમદ્ભગવદ્ ગીતાના મહાત્મયનું વર્ણન કરવાનું કોઇના માંથી સામર્થ્ય નથી, કારણ કે આ એક ઘણો રહસ્યમય ગ્રંથ છે. આમાં સકળ વેદોનો સારનો સંગ્રહ કરી લેવામાં આવ્યો છે. આની સંકૃત ભાષા એટલી તો સુંદર છે કે ઘણો ઓછા અભ્યાસ કરવાથીય માણસ એને સરળતાથી સમજી શકે છે, પરંતુ તેનો આશય એટલો ગંભીર છે કે આજીવન નિહંતર અભ્યાસ કરતા રહેવા છતાંય એનો આરો આવતો નથી. રોજ રોજ નવા નવા ભાવો ઉપજતા રહે છે. માટે આ ગ્રંથ હમેંશા નવીનતાથી ભર્યો-ભાર્યો જ રહે છે. ગીતા ભગવાનનો શ્ર્વાસ છે હૃદય છે.
શ્રી કૃષ્ણ ઉવાચ… જે મરણ સમયે મારૂ જ સ્મરણ કરતો કરતો દેહ છોડી જાય છે, તે મારો ઇશ્ર્વરભાવ એટલે કે મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સંશય નથી. આ ઉપરાંત મનુષ્ય અંતકાલે જેૅ જે ભાવનું સ્મરણ કરતો શરીર છોડે છે, તે તે ભાવને જ તે પામે છે. કેમ કે તે હમેંશા તે ભાવની ભાવનાવાળો હોય છે.
નવમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ જણાવે છે કે જે મનૃષ્યો ધર્મમાં શ્રધ્ધા નથી રાખતા, તેઓ મને ન પામતા આ મૃત્યરૂપ સંસારના માર્ગમાં ભમ્યા કરે છે. આ જગતનો પિતા-માતા-ધારણ-પોષણ ઋણવેદ સામવેદ અને પિતામહ હું છું. જાણવા યોગ્ય પવિત્ર ૐકામ, ઋગવેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. સર્વની ગતિ, પોષણકર્તા, સ્વામી અને સાક્ષી હું જ છું સર્વની ઉત્પતિ લય, સ્થિતી, આધાર તથા અવિનાશી બીજ પણ હું જ છું. આ અધ્યાયમાં ભગવાન ધર્મ વિષ્ાયનું અનુભવયુકત રીટન અર્જુનને આપે છે, જે જાણીને તે અકલ્યાણથી મુકત થશે. આ રીટન સર્વ વિદ્યાઓનો રાજા છે, બધા રહસ્યોનો રાજા છે, તે અતિપવિત્ર અને ઉતમ છે. તે શ્રેષ્ઠ ધર્મ યુકત અને પ્રત્યથી અનુભવાય એવું છે. વળી તે આચરણમાં મુકવું સહેલું અને અવિનાશી છે.
“મારી દેખરેખ નીચે જ મારી પ્રકૃતિ જળ-ચેતન સૃષ્ટિ ઉત્પન કરે છે, આજ કારણથી સુષ્ટિની ઉત્પતિ અને લયનું ચક્ર ફર્યા જ કરે છે.