રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ
સૌરાષ્ટ્રમાં બે દિવસ વાદળછાયા વાતાવરણની હવામાન વિભાગની આગાહી
એકબાજુ કોરોના વાઇરસે લોકોમાં ભય ઉભો કર્યો છે ત્યારે હવામાન વિભાગે આજથી ૨ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યકત કરી છે.
આજે સવારથી જ રાજકોટ,જામનગર,જુનાગઢ, ભાવનગર, અમરેલી, જસદણ સહિતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે
ઉનાળાની સીઝનમાં અસહય ગરમીને બદલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક વિસ્તારોમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી હતી જેને પગલે ગઈકાલે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના ઘણા ખરા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
હજુ પણ ૨ દિવસની હવામાન વિભાગે આગાહી વ્યકત કરતા ખેડુતો ચિંતાતુર બન્યા છે.
વરસાદી ઝાપટાં પડતા ચણા, ઘઉં સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રનાં વિસાવદર સહિત ભૂતળી, કુંભા, જેતલવડમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
વિસાવદર પંથકમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ
વિસાવદર શહેર તેમજ તાલુકામાં ગઈકાલે બપોર ૫ વાગ્યા આસપાસ વાતાવરણમાં ભારે ગરમી જોવા મળી હતી અને ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો જેમાં તાલુકા ના ઘણા ગામો માં પણ ભારે વરસાદ ને કારણે ધઉ ના અને ચણા ના પાક ને નુકશાન થયું હતું.જયારે બપોર બાદ વીજળી ના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા .
આવી પરિસ્થિતિ માં પણ વિસાવદર પોલીસ સ્ટાફ દ્વારા શહેર માં પેટ્રોલીગ શરૂ રાખવામાં આવ્યું હતું જયારે પોલિસ દ્વાર માનવતા નું પણ ઉદાહરણ સમૂહ પોલીસે સ્ટાફ દ્વારા સ્તરે નિરાધાર લોકો ને બિસ્કીટ વિતરણ કરી રહ્યા હતા અને લોકો ને બિન જરૂરી ઘરો ની બહાર ના નીકળવા વિનંતી કરવામાં આવી રહી છે.