ભારતીય તબીબી સંશોધન સંસ્થા શું કહે છે ?
દેશમાં રોગીઓની સંખ્યામાં ૮૯ ટકાનો ઘટાડો થાય
ચીનમાંથી ફેલાયેલા કોરોના સામે આખું વિશ્વ જંગ ખેલી રહયું છે અને ભારતમાં પણ કેટલાક રાજયો, શહેરોમાં લોકડાઉન કરાયું છે અને સરકાર દૃવારા તેના અમલ માટે કડક પગલા લેવાઇ રહયા છે ત્યારે ભારતીય તબીબી સંશોધન સંસ્થા(આઇસીએમઆર)નું સંશોધન કહે છે કે જો તમે ઘરમાં જ રહો તો કોરોના સામેના જંગમાં ભારતને સફળતા મળે તેમ છે.
આખા વિશ્વ સાથે ભારતમાં પણ કોરોના રોગચાળો વધતો જાય છે, દેશમાં બહુ ઝડપથી આ રોગનો ફેલાવો વધતો જાય છે અને કોરોના દર્દીઓ વધતા જાય છે અને કેટલાય લોકો પોતાના જીવ ગુમાવી રહયા છે ત્યારે ભારતીય તબીબી સંશોધન સંસ્થાએ તાજેતરમાં સર્વે કર્યો હતો જેમાં જાણવા મળયું કે જો સખ્તાઇથી કોરન્ટાઇન, ઘરમાં જ રહેવા જેવી પધ્ધતિ અપનાવવામાં આવે તો આ વાયરસના શંકાસ્પદ કેસોમાં ૬ર ટકા સુધીનો ઘટાડો થાય અને કોરોનાના કેસોમાં ૮૯ ટકા સુધીનો ઘટાડો કરી શકાય.
આવામાં જરૂરી છે કે સરકાર લોકડાઉન જેવા રસ્તા અપનાવવામાં આાવે અને તેનો સખતાઇથી અમલ કરવામાં આવે. દુનિયાના કેટલાક દેશોમાંથી એવા સમાચાર મળે છે કે જેમાં એવું બહાર આવ્યું છે કે હોમ કવોરન્ટાઇન અને લોકોડાઉન જેવા રસ્તા અપનાવવામાં આવે તો કોરોના વાયરસ તે વિસ્તારમાં પોતાનો પગદંડો જમાવી શકતો નથી. સીંગાપુર, હોંગકોંગ અને દ.કોરીયા તેના સૌથી મોટા ઉદાહરણ છે. વ્હુએ પણ લોકડાઉન સાથે યોગ્ય ચકાસણી અને ચેપીઓની ઓળખ કરી અલગ કરવા એ જ બચાવવાના મહત્વના પગલા છે તેમ જણાવે છે. હવે ભારત પણ આ જ રસ્તા પર ચાલે છે. સરકાર દૃવારા કડક નિયમો કરવામાં આવે છે પણ તેનું પાલન કરવું એ પણ દરેક નાગરિકની ફરજ છે.