૧૮૨ મેડિકલ કોલેજના તબીબો ખડેપગે રહેશે : સુપર સ્પેશિયાલિસ્ટ, ઓપીડી, જુદા જુદા વોર્ડ અને આંખ હોસ્પિટલને આઇશોલેશનમાં આવરી લેવાશે
કોરોના પોઝિટિવ યુવાન રિકવરીમાં: રિપોર્ટ નેગેટિવ આવશે તો કોરેઇન્ટઇનમાં સ્વિફ્ટ કરાશે
રાજકોટ શહેરનો સૌપ્રથમ મક્કાથી આવેલા યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની રિકવરી ખૂબ ઝડપથી થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનને છેલ્લા ૩ ૪ દિવસ થી તાવ ના આવતા તેના સેમ્પલ મેળવી ફરી રિપોર્ટ કરાવવા માટે લેબોરેટરી માં મોકલવામાં આવ્યા છે. જો યુવાનને રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને આઇશોલેસન વોર્ડમાંથી સ્વિફ્ટ કરી થોડા દિવસો માટે કોરેઇટાઇન માં ઓબેસર્વેશન હેઠળ રાખવામાં આવશે.
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ રાજકોટ પીડિયું સિવિલ હોસ્પિટલ કોરોના વાયરસ સામે લડી લેવા સજ્જ થઈ રહ્યું હોય તેમ હોસ્પિટલમાં વધુ ૬૦૦ બેડના આઇશોલેસન વોર્ડ માટે હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડ માં ૮૦ બેડની સુવિધાઓ સાથે સુપર સ્પેશિયાલિસ્ટ બ્લોકમાં ૨૮૦ બેડ, જુદા જુદા વોર્ડ અને ઓપીડીના બે માળ સાથે આંખની હોસ્પિટલ મળી કુલ ૬૦૦ બેડનું આઇશોલેસન વોર્ડ સજ્જ કરવામાં આવી રહ્યું છે.
સાથો સાથ તાવ, શરદી અને ઉધરસના દર્દીઓ માટે નવી બિલ્ડિંગમાં ફલૂ વોર્ડ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાંથી વાયરલના દર્દીઓને તમામ સુવિધાઓ મળી રહેશે અને આ સાથે તમામ વોર્ડ માં સારવાર માટે મેડિકલ કોલેજના ૧૮૨ તબીબો પણ આઇશોલેસનમાં આવતા દર્દીઓની સારવાર માટે ખડેપગે રહેશે. જ્યારે કોરોના
પોઝિટિવ યુવાનની રિકવરી પણ ખૂબ ઝડપથી થઈ રહી છે. આજ રોજ જો યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને કોરેન્ટાઇન વોર્ડમાં સ્વિફ્ટ કરવામાં આવશે.
દુનિયાભરમાં કોરોના ક્વોઇડ ૧૯ વાયરસનો હાહાકાર મચી રહ્યો છે. ત્યારે આરોગ્યતંત્ર દ્વારા તમામ પાસા પર ઝડપથી કામગીરી કરી કોઈ પણ સમસ્યાને લડી લેવા તમામ સુવિધાઓ પર કામગીરી શરૂ કરવામાં આવી છે.
જેમાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે લડવા માટે સુપર સ્પેશિયાલિસ્ટ બ્લોકમાં ૨૮૦ બેડ, ઓપીડી વિભાગના બે માળ, આંખની હોસ્પિટલમાં અલગ વોર્ડ માં આઇશોલેસન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે ચાર દિવસમાં કાર્યરત કરવામાં આવશે. આ સાથે ઇમરજન્સી ઉપર આવેલા આઇશોલેસન વોર્ડને પણ રિઝર્વ રાખવામાં આવશે. આગામી સમયને પહોંચીવડવા માટે સિવિલ હોસ્પિટલ ના તંત્ર દ્વારા આરોગ્ય વિભાગ સાથે મળીને ૬૦૦ બેડનું આઇશોલેસન વોર્ડ તૈયાર કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં નવા આઇશોલેસન વોર્ડ સાથે આવતા દર્દીઓની સારવાર માટે પણ મેડિકલ કોલેજના ૧૮૨ તબીબો પણ ખડેપગે રહી દર્દીઓ માટે તમામ સારવાર અને સુવિધાઓ આપવામાં આવશે. હાલ ડો. આરતી સહિતના સ્ટાફ દ્વારા આઇશોલેસન વોર્ડમાં દર્દીઓને તમામ સારવાર સાથે તેમની માનસિક પરિસ્થિતિને પર પણ કામ કરવામાં આવી રહ્યું છે. પરિવાર થી દુર રહી ખતરનાક કોરોના સામે લડતા દર્દીઓને સારવાર માટે ખડેપગે રહ્યા છે.
આ સાથે સિવિલ હોસ્પિટલ માં વધુ ભીડભડ ના થાય અને તાવ, શરદી અને ઉધરસ વાયરલના દર્દીઓ માટે સુપર સ્પેશિયાલિસ્ટ બ્લોકમાં ફલૂ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓને કેસ થી માંડી દવા સુધીની તમામ સુવિધાઓ ફલૂ વોર્ડમાંથી જ મળી રહેશે. જેથી કરી લોકોની ભીડભાળ પર કાબુ મેળવી દર્દીઓની સારવાર પણ થઈ શકે.
કોરોનાથી ગભરાવાની જરૂર નથી આપની સેવા માટે ૨૪ કલાક હાજર રહેશું : ઇન. આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડા
કોરોના વાયરસને પગલે સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતુ કે આગામી તા. ૩૧મી માર્ચ સુધી ઇમરજન્સી સિવાય તમામ સર્જરી કે ઓપરેશન ની કરીવાહી મુલતવી રાખવામાં આવી છે. સાથે સિનિયર સિટિઝન કે જેઓની ડાયાબિટીસ કે બ્લડપ્રેશરની દવાઓ ચાલુ છે તેઓએ બિનજરૂરી હોસ્પિટલ આવનું ટાળવું. સામાન્ય બીમારી ના પગલે આસપાસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી લેવાનો અનુરોધ લોકોને કરવામાં આવ્યો છે. અને કોરોનાના થી ડરવાની કોઈ જરૂર નથી અને લોકોની સેવા માટે હોસ્પિટલનો સ્ટાફ ૨૪X૭ હાજર રહેશે.