રાજકોટ પર વેલમાર્ક લો-પ્રેશર સ્થિર: સવારથી અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ

મધ્યપ્રદેશમાં સર્જાયેલુ લો-પ્રશેર વેલમાર્કમાં પરિવર્તીત થઈ રાજકોટમાં સ્થિર થતા છેલ્લા ૨૦ કલાકથી રાજકોટમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન આજે જુનાગઢ, ગીર-સોમનાથ અને રાજકોટમા જિલ્લામાં બારેમેઘ ખાંગા થાય તેવી સંભાવના રહેલી છે. સવારથી અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં સર્જાયેલું લો-પ્રેશર વેલમાર્કમાં પરિવર્તીત થયું છે અને ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

સૌરાષ્ટ્રમાં ગઈકાલે જે વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ત્યાં આજે વરસાદ વરસશે અને મેઘરાજાનું જોર વધશે. આ ઉપરાંત જુનાગઢ, પોરબંદર, સોમનાથ અને રાજકોટ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના જણાઇ રહી છે. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.