લોકો ‘લોકડાઉન’નો સંપૂર્ણ અમલ કરે-મામલતદાર સી.એમ. દંગી
એનડીઆરએફની ટીમ દ્વારા પી.ડી.એમ. પાછળનાં વિસ્તારમાં કોરોના જાગૃતિ અભિયાન આવરોજ વહેલી સવારથી યોજવામાં આવેલ હતું. જેમાં ૭૦ રાજકોટ દશિણનો સ્ટાફ સાથે મામલતદાર સી.એમ.દંગી, નાયબ મામલતદાર રાજા તથા એન.ડી.આર.એફ ટીમનાં લીડર સંદેશ ચૌધરીની રાહુવરીમાં સમગ્ર ટીમ જોડાઇ હતી. લોધેશ્ર્વર-જયંત કે.જી. રોડ, આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, ગુરૂપ્રસાદ ચોક, અંબાજી કડવા પ્લોટ, ગોકુલ ધામ સાથે ૧૫૦ ફુટ રીંગરોડને સંનકલના તમામ લતાને કવર કરીને ‘કોરોના’ વિષયક જનજાગૃતિ ફેલાવી હતી. હેન્ડ માઇક દ્વારા પ્બલીકને રાખવાની તકેદારીની વાત સાથે પેરફલેટ વિતરણ કરવામાં આવેલ હતું. બપોર પછીના રૂટમાં ગુરૂપ્રસાદ સોસાયટી, નવલનગર, અંકુર રોડ વિગેરે એરીયામાં પણ જનજાગૃતિ પ્રસરાવી હતી.
એન.ડી.આર.એફનાં સંદેશ ચૌધરીએ અબતક સાથેની વાતમાં જણાવેલ કે લોકોએ આ મહામારી સામે જાગૃત થવાની જરૂર છે. ઇમરજન્સી કામ સિવાય ઘરમાંથી બહાર ન નિકળવું તેમ જણાવીને કોરોનાની ગંભીરતા વિશે તથા ‘લોક ડાઉન’ વિશે માહિતી આપી હતી. મામલતદાર સી.એમ.દંગીએ પણ લોકોને જાગૃત થવા તથા લોકડાઉનનો સંપૂર્ણ અમલ કરવા જણાવ્યું હતું.