કોરોનાવાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. સરકારે લોકડાઉનના કારણે સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગોને રાહત આપવા માટેની યોજના પર કામ શરૂ કર્યું છે.
- નાણાં વર્ષ 18-19 માટે ઇન્કમ ટેક્સ રિટર્નની ડેડલાઇન 30 જૂન 2020 સુધી લંબાવી
- વ્યાજનો દર 12%થી ઘટાડીને 9% કર્યો
- TDS પર વ્યાજનો પેનલ્ટી દર 18%થી ઘટાડીને 9%
- આધાર-પાન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 31મી માર્ચથી લંબાઈને 30મી જુન કરી
- તમામ પ્રકારના ફાઇનાન્સિંગ રિટર્ન ફાઇલિંગની મુદ્દત 30 જૂન સુધી લંબાવાઇ
- વિવાદ સે વિશ્વાસ સ્કીમની યોજના 30 જૂન સુધી લંબાવાઇ
- કોમ્પોઝિશન સ્કીમ પસંદ કરવાની તારીખ પણ 30 જૂન સુધી લંબાવવામાં આવી
- માર્ચ, એપ્રિલ અને મેના જીએસટી રિટર્ન હવે 30 જૂન સુધી ફાઇલ કરી શકાશે
- નાની કંપનીઓને જીએસટી રિટર્નમાં વિલંબ બદલ મળશે રાહત
- કસ્ટમ્સ ક્લિયન્સની સર્વિસ 24 કલાસ ઉપલબ્ધ રહેશે, 30 જૂન 2020 સુધી
- લોકડાઉનમાં આયાત અને નિકાસની કામગીરી અટકે એવું અમે ઇચ્છતા નથી
- 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતી કંપનીઓને રાહત, GSTની ચૂકવણી પર વ્યાજ ઘટડ્યો
- 5 કરોડથી ઓછા ટર્નઓવર પર GSTના લેટ પેમેન્ટ પર હવે 9% જ વ્યાજ
- 2 કવાર્ટર માટે બોર્ડ મીટિંગમાં પણ રાહતઃ કંપનીઓને બોર્ડ બેઠકની માટે બે ત્રિમાસિક સુધી 60 દિવસનો સમય , બોર્ડ મીટિંગના લેટ ફાઈલિંગ પર કોઈ ચાર્જ નહિ
- કંપની મંત્રાલય તરફથી મોરેટીયમની મુદ્દત સપ્ટેમ્બર સુધી લંબાવી
- નવી સ્થપાયેલી કે નોંધાયેલી કંપનીઓને કામગીરી શરૂ કરવા માટે વધુ છ મહિનાનો સમય મળશે
- નવી કંપનીઓને છ મહિનામાં કારોબાર શરૂ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી હોય છે,જેને વધુ છ માસ એટલેકે 1 વર્ષ આપવામાં આવ્યું
- 30 એપ્રિલે પરિપક્વ થનાર ડિબેન્ચરોની મુદ્દત લંબાવીને 30 જૂન કરાઇ
- નવી કંપનીઓને રિઝર્વ ડિપોઝિટના નિયમમાં પણ રાહત અપાઇ
- એમએસએમઇને મોટી રાહત
- 1 કરોડ રૂપિયાથી વધુના લોન ડિફોલ્ટના કિસ્સામાં જ થશે નાદારીની કાર્યવાહી
- થ્રેશ હોલ્ડ લિમિટ 1 લાખથી વધારીને 1 કરોડ કરી
- કોરોનાની સ્થિતિ વણસી તો IBCને છ મહિના મુલતવી કરાશે