ર૪ માર્ચ વિશ્વ ટીબી-દિવસ
આ વર્ષનો વિષય છે, ‘ટીબીના રોગનો અંત લાવવા માટેનો આ સમય છે’
દર વર્ષો વિશ્ર્વભરમા ર૪મી માર્ચ એ ક્ષયરોગ દિવસ તરીકે ઉજવાય છે અને વર્લ્ડ ટીબી ડે નિમિતે દર વર્ષની એક થીમ હોય છે આ વર્ષાની થીમ રઈટસ ટાઈર્મ છે.તેના સંદર્ભમાં ક્ષયરોગ વિશેની માહિતી આપતા વોકહાર્ટ હોસ્પીટલના વિરષ્ઠ પલ્મોનોલોજીસ્ટ ડો.મિલન ભંડેરીએ જણાવ્યુ હતુ કે આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઉભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે.ર૪ માર્ચ ૧૮૮રમાં રોબર્ટ કોક (નોબલ પ્રાઈઝ વિનર)નામના વૈજ્ઞાનિકે ટયુબરક્યુલોસિસ બેકટેરીયાની બર્લિન ફિજીયોલોજી સોસાયટીની મીટીંગમા શોધ કરી હતી. ટીબીના જીવાણુની ઓળખના સવાસો વર્ષ પછી પણ તેને નાબુદ કરી શકાયો નથી.
ટીબી એટલે કે ક્ષય એ માનવજાતમા વિશ્ર્વનો સૌથી ભયંકર અને ચેપી રોગ છે જે હવા દવારા ફેલાય છે.દુનિયાના મુત્યુઆંકમા વધારો કરતા દસ મુખ્ય રોગોમા પણ ટીબી સ્થાન ધરાવે છે.ટીબી મુખ્યત્વે માયકોબેકટિરયમ ટયુબરક્યુલોસિસ બેકટેરીયાથી થાય છે અને ક્ષયરોગ શરીરના કોઈપણ ભાગને ચેપ લગાડે છે પરંતુ સામાન્ય રીતે ફેફસામા થાય છે.જો સમયસરની સારવાર કરવામા ન આવે તો અસરગ્રસ્ત લોકોમાંથી પ૦ ટકા લોકોનો જીવ લે છે.
ડો.મિલન ભંડેરીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ટીબીનો રોગ બેકટેરીયાના ચેપને કારણે થાય છે.એક તૃત્યાંશ વસ્તીને ટીબીના જીવાણુ તેની પુરી જીંદગી દરમ્યાન ચેપ લગાડે છે અને જે વ્યક્તિને ચેપ લાગે તેને રોગ થઈ જ જાય એવુ નથી.ચેપ એટલે આ રોગના કિટાણુઓ તંદુરસ્ત વ્યક્તિના શરીરમા દાખલ થવા.પરંતુ જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ યથાયોગ્ય હોય તો આ જંતુઓની શરીરમા વૃધ્ધી થતી નથી અને શરીરની આંતરીક શક્તિઓથી જંતુઓનો નાશ થઈ જાય છે.આવી ચેપ લાગેલી ૧૦ વ્યક્તિઓ માંથી એક વ્યક્તિને તેમના જીવનકાળમા ટીબી થવાની શક્યતા રહેલી છે. દરરોજ અંદાજીત પ૦૦૦ થી પણ વધુ લોકો આ જીવલેણ બીમારીથી મૃત્યુ પામે છે અને અંદાજીત ૩૦૦૦૦ જેટલા લોકોને આ રોગ લાગે છે. ટીબી શરીરના કોઈ એક અંગમા જ થાય છે એવુ નથી તે શરીરના ઘણા બધા અંગોમાં થઈ શકે છે.ટીબીનો ચેપ ૧૦ ટકા આંતરડાને,૧૦ ટકા મગજને,પ ટકા હાંડકાને,એક ટકો ચામડીને,એક ટકો આંખને,એક ટકો લિવરને થાય છે પણ ફેફસાના ટીબીનુ પ્રમાણ દુનિયામા સૌથી વધારે જોવા મળે છે.
ટીબી થવાના મુખ્ય કારણો
અપુરતો અને અપૌષ્ટિક આહાર,સ્વચ્છતાનો અભાવ,નાની જગ્યામા વધારે લોકોનો વસવાટ,ટીબી સંક્રમીત વ્યક્તિના સંપર્કમા આવવાથી.જે લોકો સિલીકોસીસથી પીડાઈ રહયા છે તેમનામા ક્ષયરોગ થવાનો ૩૦ ગણો ભય છે.જે લોકો હિમોડાયાલિસીસ પર છે તેમનામા ક્ષયરોગ થવાનુ જોખમ સામાન્ય વ્યક્તિ કરતા ૧૦ થી રપ% વધુ ચેપી છે.
જોવા મળતા લક્ષણો
ટીબીના મુખ્ય લક્ષણોમા ખાંસીમા કફ નીકળવો,કફમાં લોહી નિકળવુ,ઉંડો શ્ર્વાસ લેવામા તકલીફ થવી,કમરના હાડકામા સોજો રહેવો,ઘુંટણમા દુખાવો થવો,પેટમા દુખાવો થવો,થાક લાગવો અને વજનમા ઘટાડો થવો જેવા ટીબીના લક્ષણો જોવા મળે છે.નિદાન ફક્ત સંકેતો અને લક્ષણોના આધારે સક્રિય ક્ષયરોગનુ નિદાન કરવુ મુશ્કેલ છે.ટીબીનુ નિદાન કરવા માટે દર્દીના લક્ષણો ઉપરાંત ગળફાના રીપોર્ટ,છાતીનો એક્સ-રે તથા લોહીના રીપોર્ટની જરૂર પડે છે.
ટીબીની સારવાર
ક્ષયરોગની સારવારમા બેકટેરીયાનો નાશ કરવા માટે એન્ટિીબાયોટિક્સનો ઉપયોગ કરવામા આવે છે.આ સારવારમા વ્યાપક પણે વપરાતા બે એન્ટિબાયોટિક્સમા રિફામપિસિન અને આયસોનિયાઝીકનો સમાવેશ થાય છે.ક્ષય રોગની સારવારમા શરીરમાંથી માયક્રોબેકટેરીયાને સંપુર્ણ પણે દુર કરવા માટે લાંબા ગાળાની(લગભગ ૬ થી રપ મહિનાની) સારવાર આપવી પડે છે. ક્ષયની સારવાર ૬ અને ૯ મહિનાની હોય છે.કેસની ગંભીરતાના આધારે એમ઼ડી.આર ટી.બીની સારવાર ૧૮ થી ર૪ મહિનાની હોય છે. ક્ષયરોગથી ભયભીત થવા કરતા સમયસર સારવાર મળી જાય એ માટે નજીકના ડોટસ સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ.
ટીબીના રોગને નાથવા માટે ફક્ત સરકાર અને ડોકટર જ નહી પરંતુ આપણા બધાના સહકાર અને જાગૃતિની પણ ખુબ જ જરૂર છે. હર્વે સમય થઈ ગયો ર્છે ચાલો સાથે મળીએ, આપણે વિશ્ર્વને ટીબી મુક્ત બનાવીએ.