છેડતીના પ્રશ્ર્ને એક વર્ષ પહેલાં યેલી હત્યાનો બદલો લેવા આઠ શખ્સોએ છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
કોરોનાનો ચેપને પ્રસરતો અટકાવવા જાહેર કરાયેલા જનતા કફર્યુના કારણે પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હતી અને તમામ પોત પોતાના ઘરે જ હતા તે દરમિયાન આજી ડેમ ચોકડી નજીક આવેલા માંડાડુંગર પાસે એક વર્ષ પહેલાં છેડતીના પ્રશ્ર્ને યેલી હત્યાના ગુનામાં જામીન પર છુટેલા પ્રૌઢની આઠ શખ્સોએ છરીના ૧૫ જેટલા ઘા ઝીંકી હત્યા કરી બદલો લીધાની ઘટના પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માંડા ડુંગર પાસે આવેલા ભીમરાવનગરમાં રહેતા અને ત્રણ માસ પહેલાં હત્યાના ગુનામાં જામીન પર છુટેલા ભરતભાઇ નાાભાઇ મકવાણા નામના ૪૯ વર્ષના દલિત પ્રૌઢની તેના પાડોશમાં રહેતા ઇશ્ર્વર કેશુ મકવાણા, સંજય લખુ મકવાણા, ગોપાલ અને અનિલ સહિત આઠ જેટલા શખ્સોએ છરીના ૧૫ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાની મૃતક ભરતભાઇ મકવાણાની પત્ની નિર્મળાબેને આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાના ગુનામાં ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાધરી છે.મૃતક ભરતભાઇ મકવાણાની પુત્રીને પાડોશમાં રહેતા માતાજીના ભુવા મુરારી ઉર્ફે ભોલા સાથે પ્રેમ સંબંધ હોવાની ભરતભાઇ મકવાણાના ટ્રાફિક વોર્ડન પુત્ર ઇશ્ર્વરને જાણ થતા ઇશ્ર્વર અને મુરારી ઉર્ફે ભોલાને ઝઘડો તા ભરતભાઇ મકવાણા, તેના પુત્ર ભુરો, અનિલ અને ઇશ્ર્વરે એક વર્ષ પહેલાં મુરારી ઉર્ફે ભોલાની હત્યા કરતા ચારેય જેલ હવાલે થયા બાદ ત્રણ માસ પહેલાં જ ભરતભાઇ મકવાણા, ભુરો અને અનિલ જામીન પર છુટયા હતા જ્યારે ટ્રાફિક વોર્ડન પુત્ર ઇશ્ર્વર હત્યાના ગુનામાં જેલમાં છે.
હત્યાના ગુનામાં જામીન મુકત થયેલા ભરતભાઇ મકવાણા ગઇકાલે રાત્રે દુધ અને છાસ લેવા જતા હતા ત્યારે મુરારી ઉર્ફે ભોલાની હત્યાનો બદલો લેવા મુરારી ઉર્ફે ભોલાના ભાઇ ઇશ્ર્વર કેશુ, સંજય લખુ, ગોપાલ સહિત આઠ જેટલા શખ્સોએ છરીના ૧૫ જેટલા ઘા ઝીંકી હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી.જે.ચાવડા સહિતના સ્ટાફે નિર્મળાબેન મકવાણાની ફરિયાદ પરી હત્યાનો ગુનો નોંધી ઇશ્ર્વર કેશુ સહિત ત્રણની અટકાયત કરી પૂછપરછ કરતા મુરારી ઉર્ફે ભોલાની હત્યાના ગુનામાં જામીન પર છુટેલા ભરત નાથા મકવાણા ગઇકાલે પોતાના ઘર પાસે આવી ગાળો બોલતો હોવાી તેની હત્યા કર્યાની કબુલાત આપી છે.