આખા દેશમાં જનતા કફર્યુ સરકાર દ્વારા કરવામાં આવી હોય આજે બીજા દિવસે પણ જનતા કફર્યુ હોવા છતાં બીન જરૂરી વાહનો લઇ નીકળતા લોકોને પોલીસે ચેકીંગ દરમ્યાન સમજ આપી બહાર નહિ નીકળવા અનુરોધ કર્યો હતો. શહેરના જીલ્લા પંચાયત ચોક પાસે ડીસીપી ઝોન-૧ રવિ મોહન સૈની, ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજા, એસીપી દીમોબચ, ટ્રાફીક એસ.પી. બી.એ. ચાવડા, પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ વી.એસ. વણજારા સહિતનો પોલીસ કાફલા દ્વારા આજે સવારથી જીલ્લા પંચાયત ચોક ખાતે સઘન ચેકીંગ હત્યા ધરવામાં આવ્યું હતું
સામાન્ય રીતે પોલીસ દ્વારા વાહન ચેકીંગ ટ્રાફીકના નિયમન અને ગુનાહીત પ્રવૃતિઓ અટકાવવા માટે આવી કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ આજે સવારે જે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું તેમાં કોરોના વાયરસના પગલે બીન જરુરી માણસો ઘરની બહાર નીકળતા અટકાવવામાં અને લોકોમાં કોરાના અંગે જાગૃતિ કેળવવા માટે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અપવાદ રુપ કિસ્સામાં પોલીસે બળ પ્રયોગ કરી અતિરેક કર્યો હોય અને લોકોને બંધ પાળવા દબાણ કાર્યના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે. (તસવીર: માનસી સોઢા)