સોમનાથ સહિતના મંદિરોમાં શંખનાદ,લોકોનો થાળીનાદ, આરોગ્ય કર્મચારીઓએ ઘરે ઘરે ફરી જાગૃતિનો આપ્યો સંદેશ
કોરોના વાયરસના સંક્રમણાને અટકાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશમાં રરમી માર્ચ જનતા કફર્યુનું આહવાન કર્યુ હતું. આ આહવાનને દેશવાસીઓએ અભિયાન તરીકે ઉપાડયું હતું. સૌરાષ્ટ્રમાં શહેરો તો ઠીક ગ્રામ્ય જનતાએ પ્રચંડ જન સમર્થન મળ્યું હતું. ખોબા જેવડા ગામડાથી માંડી રાજકોટ જેવું મોટું સિટી સજજડ બંધ રહ્યું છે. સાંજે પાંચ કલાકે લોકોએ કોરોનાને નાથવા કર્મયોગી બની કામ કરતા ડોકટરો, મેડીકલ સ્ટાફ, નસીંગ સ્ટાફ,પોલીસકર્મી, સફાઇ કામદારો સહીતના સેવાવૃતિઓ પ્રત્યે કૃતજ્ઞના વ્યકત કરવા થાળી, ઘંટડી, ઝાલર, શંખ વગાડયા હતા ગુજરાતના છ શહેરોમાં રપમી સુધી લોક ડાઉન અપાયું છે.
જનતા કફર્યુ દરમિયાન જનતાએ સ્વૈચ્છીક બંધ મળ્યો હતો. ત્યારે તંત્ર લોકોએ અલગ અલગ પ્રવૃતિ હાથ ધરી હતી માધવપુરમાં આંગણવાડી બહેનોએ લોકોના સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા ઘરે ઘરની મુલાકાત લઇ લોકોને કોરોના અંગે સમજણ આપી તકેદારી રાખવા જણાવ્યું હતું. ગામડામાં ખેડુતોએ ખેતરમા: જઇ ખેતી કામ કરવાને બદલે બંધ પાળ્યો હતો. કેટલાક ગામોમાં થાળી વગાડવા સાથે શંખનાદ પણ કરવામાં આવ્યો હતો હળવદનમાં શંખનાદ કરવામાં આવ્યો.
દામનગર
દામનગર શહેર ગઈકાલે સજ્જડ બંધ ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના જાહેરનામા નો ચુસ્તપણે અમલ સ્થાનિક પી એસ આઈ લેડી સિંધમ નો સપાટો એક કલાક માં દામનગર શહેર સજ્જડ બંધ મુખ્ય બજારો શોપિંગ મોલ માર્કેટ ભીડભાડ વાળી બજારો સુમસામ જોવા મળી હતી. ગુજરાત સરકાર ના આરોગ્ય પરિવાર કલ્યાણ ના જાહેરનામા ના પગલે પોલીસ ની સંગીન કામગીરી
લેડી સિંધમ પી એસ આઈ એ શહેરભર માં અનેકો સંગઠનો એશોસીએશનો મંડળો સાથે તાકીદ ની બેઠકો યોજી પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર બી સી ત્રિવેદી એન્જી પ્રશાંત કર્મચારી સ્ટાફ સદસ્ય રણછોડભાઈ બોખા ધીરૂભાઇ નારોલા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા નિકુલભાઈ રાવળ ડાયમંડ એશો ના વિનુભાઈ સત્તાણી રાજુભાઇ નરોડીયા નજમાબેન મોગલ દર્શનાબેન ત્રિવેદી આરોગ્ય કર્મચારી સ્થાનિક પોલીસ સ્ટાફ પત્રકારો સહિત ની ઉપસ્થિતિ માં
ત્વરિત નિર્ણય કરી સાથ સહકાર ની અપેક્ષા એ કોરોના ની સાયકલ અટકાવવા એક સેનિક ની માફક સહકાર આપો નો સંદેશ આપ્યો હતો.
ગોંડલ
ગોંડલ વાસીઓએ ગઈકાલે દર્શાવી દીધું કે તેઓ માત્ર રંગીલા જ નહીં કદરદાન પણ છે વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા ડોકટર્સ, પોલીસ, સૈન્ય, આવશ્યક સેવામાં ખડેપગે એવા અન્ય સરકારી કર્મીઓ અને મીડિયા પરસન્સ પ્રત્યે ગોંડલ વાસીઓએ ગગનભેદી ’નાદ’ જગાડી-વગાડી કૃતજ્ઞ ભાવ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની અપેક્ષાથી અનેક ગણી અધિકવાર થાળી, તાળી, ઘંટડી, શંખનાદ અને ખંજરી વગાડી ગોંડલવાસીઓએ ’દેવદૂતો’ની ભાવનાત્મક કદર કરી હતી આજે ગોંડલ તેમજ ગ્નામ્યવિસ્તાર ના ખેડૂતો પણ પોતાની વાડી ખેતરોમાં કોઈપણ પ્રકારના કામમાં જોતરાયા નતા મોટાભાગે ખેડૂતો નાગપંચમી અને ભાદરવી અમાસ ના દિવસે વાડી ખેતરોના કામકાજ બંધ રાખતાં હોયછે ત્યારે આજે સરકાર ના આદેશ ને પગલે ખેડૂતો પણ પોતાના ધરોમા રહીને ગામડાપણ બંધ માં જોડાયા હતાં
ચોટીલા
ચોટીલા માં ગઈકાલે પ્રજાજનો એ સ્વૈચ્છિક જનતા કરફ્યુ નો અમલ કર્યો હતો. ચોટીલા ની શેરીઓ મેઇન બજાર હાઇવે ડુંગર તળેટી વિસ્તાર સુમસામ જોવા મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની અપીલ ને માન આપી ચોટીલા એ જનતા કરફ્યુ નો અમલ કર્યો હતો.
જ્યારે સાંજે પાંચ વાગે અનેક વિસ્તારો માં થાળી વગાડીને જનતા ના હિત માટે કામ કરી રહેલા કર્મચારીઓ નુ અભિવાદન પણ કર્યુ હતુ.
રાજુલા
ગઇકાલે રાજુલાની જનતાને સવારે સાતથી રાત્રે ૯ સુધી જનતા કર્ફયુ કરીને પોત પોતાના ઘરોમાં જ રહેવું અને સાંજે પ કલાકે કેશ માટે અને જનતા માટે કામ કરતાં લશ્કરી જવાનો, પોલીસ અને મેડીકલ સ્ટાફ ઉપરાંત નગરપાલિકાના કર્મચારીઓનું અભિવાદન પોતાની બાલ્કની અથવા ઘરની ઓસરીમાંથી તાલીઓ વગાડીને થાળીઓ વગાડીને ઘંટડી વગાડીને સૌએ એક સાથે કરવાની વાત કરેલ જેને રાજુલાની જનતાએ જબ્બર પ્રતિસાદ આપીને પોત પોતાના ધંધા રોજગારો સદંતર સ્વયંભુ બંધ રાખ્યા હતા. આ બંધ દરમ્યાન એસ.ટી. ડેપોમાં બસોના થપ્પા લાગી ગયા હતા તથા એસ.ટી. ડેપોમાં બંધ દરમ્યાન સફાઇ કામ હાથ ધરવામાં આવેલ.
બિલખા
બિલખામાં ગઇકાલે કોરોના વાઇરસથી બચવા માટે સરકાર દ્વારા એક દિવસ માટે જનતાને તમામ ધંધા રોજગાર બંધ રાખીને ઘરમાં જ રહેવા અપીલ કરેલ હોય ત્યારે ગઇકાલે બિલખાની બજારો સજજડ બંધ રહી હતી. કોરોના વાઇરસથી બચવા બહારના કામ તેમજ અગત્યના કામ હોવા છતાં કોઇ બહાર નીકળ્યા ન હતા.
મોરબી
મોરબીમાં જનતા કરફ્યુને ભવ્ય જન પ્રતિસાદ મળ્યો છે. લોકોએ આજે સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બહાર નીકળવાનું પણ ટાળ્યું છે. જેથી શહેરની બજારો અને રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે.
હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ સામે માનસિક રીતે સજ્જ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જનતા કરફ્યુનું એલાન આપ્યું છે. જેના પગલે આજે સમગ્ર દેશ બંધ છે. મોરબી જિલ્લામાં પણ મોરબી શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર આજે બંધ જોવા મળી રહ્યો છે. લોકોએ કોરોનાની ગંભીરતા સમજીને પોતાના ધંધા રોજગાર બંધ રાખી દીધા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે.
જુનાગઢ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા જનતા જનાર્દનને તા. ૨૨ માર્ચના રોજ જનતા કરફયુની કરેલ અપીલને જૂનાગઢ જિલ્લાએ આવકારી જડબેસલાક સ્વયંભુ અમલ કર્યો હતો. વિવિધ આંદોલનો દ્રવારા અપાતા બંધના એલાનોને ખુબ ઓછો પ્રતિસાદ મળે છે તેની સામે દશકાઓ બાદ લોકોએ સમગ્ર દિવસ દરમ્યાન ઘરમાં બેસીને જનતા કરફયુને ઐતિહાસીક સમર્થન આપ્યુ હતુ.
માણાવદર
માણાવદર શહેરમાં પીએમ મોદીના જનતા કરફયુ ની શાનદાર અસર જોવા મળી છે. લોકોએ દિલથી દુકાનો, શાકમાર્કેટ, રેકડીવાળા, પાનના ગલ્લા સહિત સંપૂર્ણ જડબેસલાક બંધ રાખી જનતા કરફયુ ને સફળ બનાવ્યું છે. સ્વામિનારાયણ મંદિર ગાંધી ચોક સહિત વૈષ્ણવ હવેલી ,શિવમંદિર બંધ રહયા છે.
મેટોડા
મેટોડા જી.આઇ.ડી.સી. માં જનતા કરફર્યુને પગલે કારખાના, હાટલો, ચા-પાનની દુકાનો સજજડ બંધ રહેવા પામી હતી. પેટ્રોલ પંપ રોડ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.
જામજોધપુર
જામજોધપુરમાં કોરોના વાઇરસને પગલે સરકારના આદેશ અનુસાર જામજોધપુરમાં જનતા કફર્યુની માહોલ સર્જાયો હતો અને જામજોધપુર સજજડ બંધ રહેવા પામ્યું હતું.
દિવ
દિવ ના તમામ બાર રેસ્ટોરન્ટ હોટલો દુકાનો બધું જ શનિવાર બપોરથી બંધ કરી દેવામાં આવ્યું હતું અને રવિવારે સવારથી દીવ ની તમામ હોટેલો રેસ્ટોરન્ટો દુકાનો લારી પાનના ગલ્લા બધું જ બંધ રાખવામાં આવ્યું હતું
લોધિકા
લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જનતા કરફયુને પગલે બજારો સજજડ બંધ રહેવા પામી હતી. ખીરસરા, લોધીકા, દેવગામ સજજડ બંધ રહ્યા હતા તો રોડ રસ્તાઓ પણ સુમસામ જોગવા મળ્યા હતા.
ઓખા
કોરાના વાયરસને અટકાવવા પી.એમ. મોદીના અનુરોધનું પાલન કરવા ઓખા મંડળના ૪ર ગામના લોકો સવારથી જ ઘરોમાં બેસી ગયા હતા. પાંચ વાગ્યે વડાપ્રધાનના અનુરોધને ઘ્યાને રાખીને ધારાસભ્ય પબુભા માણેકે મંદીરમાં શંખનાદ કરી સાથે દરેક ઘરોની છતો અને રવેશમાં લોકોએ વીસલ, થાળીઓ તથા તાળીઓ પાડીને આ કોરોના વાયરસ સામે યુઘ્ધનો સમુહ નાંદ કર્યો હતો.
ઉપેલટા
ગઇકાલે જનતા કફર્યુ સાથે ઉપલેટા શહેરની તમામ નાની મોટી બજારો રેંકડીવાળાથી માંડી દુકાનો બજારો બંધ રહી હતી. રવિવારે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને સંપૂર્ણ પ્રતિસાદ આપ્યો હતો. શહેરીજનો આખો દિવસ ઘરમાં રહ્યા હતા. સાંજે પ કલાકે થાળી વેલણ વટાી પ્રધાનમંત્રી ના આદેશ મુજબ તંત્રની પ્રોત્સાહીત કરેલા હતા.
બગસરા
બગસરામાં કોરોના વાઇરસના પગલે જનતા કફર્યુને બગસરાવાસીઓએ સમર્થન આપી સમગ્ર ગામના વેપારી, રહેવાસીઓ દ્વારા બંધ પાળીની બહાર ન નીકળવું અને સાવચેતી રાખવા બગસરા મામલતદાર ડો. ગોંડલીયા તથા તેની ટીમ ચીફ ઓફીસર ભાવનાબેન ગૌસ્વામી, નાયબ મામલતદાર ભીડ પીએસઆઇ રાવલ, પીઆઇ મકવાણાએ કલેકટર આયુષ ઓક તથા એસપી નિલીપ્તરાય સુચનાથી સમગ્ર તાલુકામાં સમગ્ર કામગીરી સારી રીતે કરવામાં આવી હતી.
ધોરાજી
ધોરાજી ઉપલેટા જામકંડોરણા આમ સવત્ર જગ્યાએ કોરોના વાયરસ ને તાત્કાલિક ભાગે તે માટે પ્રાર્થના પણ કરી હતી
ઉનાના સેવાભાવીએ પોલીસ માટે ચા-પાણીની વ્યવસ્થા કરાવી
રવિવાર તા.ર૩-૩-૨૦૨૦ના રોજ ઉના શહેરની બજારો બંધ હોય ત્યારે સેવાભાવી યુવાન જગદીશભાઇ રાચ્છ ઉનાના પોલીસ સ્ટેશનના કર્મચાીરઓ માટે ચા-પાણીની વ્યવસ્થા કરાવી હતી.
વીરપુરમાં ૨૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભોજનાલય બંધ રહ્યું
વીરપુર જલારામમાં છેલ્લા ૨૦૦ વર્ષની ભુખ્યાને ભોજન આપવામાં આવે છે તેમાં આ વખતે રવિારે જનતા કફર્યુ દરમિયાન પ્રથમ વખત જલારામ બાપાની ખીચડી સહિત ભોજન સેવા બંધ રાખવામાં આવી હતી.
સોમનાથમાં આયુર્વેદીક ઉકાળાનું ઘરે ઘરે વિતરણ
સોમનાથમાં કોરોના સામેના જંગમાં બંધ પાળવા સાથે આયુર્વેદીક ઉકાળા સેન્ટ્રર દ્વાારા સ્વયસેવકોને ઘરે ઘરે મોકલી આયુર્વેદીક ઉકાળાનું લોકોને સેવન કરાવવામાં આવ્યું હતું.