આરઆઈએલ રોટેશનના ધોરણે ૧૦ ટકા સ્ટાફને ઓફિસમાં રાખશે
રિલાયન્સના સ્ટાફને તા. ૩૧ માર્ચ સુધી ઘર બેઠા કામ કરવાનો આદેશ દેશમાં કોવિડ-૧૯ના દર્દીઓ અને શંકાસ્પદ કેસોની સંખ્યામાં વધારાને ધ્યાનમાં રાખીને ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝે તેના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે. જો કે હોસ્પિટલ, રિટેલ સ્ટોર્સ અને ટેલીકોમ ક્ષેત્રની સેવાઓ લઘુત્તમ કર્મચારીઓ સાથે જળવાઈ રહેશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પોતાના કર્મચારીઓ અને વ્યવસાય પર નોવલ કોરોના વાઈરસ રોગચાળાની અસરનો તાગ મેળવવા લગભગ દર ત્રીજા દિવસે બેઠક યોજશે. નવી મુંબઈ અને જામનગરમાં તેના રિફાઈનિંગ અને પેટ્રોકેમ કોમ્પ્લેક્સમાં સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, પાતાળગંગા ઉત્પાદન એકમ અને રિટેલ આઉટલેટ્સ સાફસફાઈ અને સ્વચ્છતાની પ્રક્રીયાઓ ઉચ્ચ ધોરણો જાળવશે.
ઓઈલથી ટેલીકોમ ક્ષેત્ર સુધી ફેલાયેલા રિલાયન્સ ગ્રુપે આખા દેશમાં અને વિદેશમાં એના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાનો આદેશ આપ્યો છે, જેથી કોવીડ-૧૯ના કારણે ઊભી થયેલી સ્થિતિનો સામનો કરી શકાય. આ આચારસંહિતા ૩૧ માર્ચ સુધી લાગુ રહેશે. જો કે સતતા વ્યવસાય જાળવવા માટે કાર્યસ્થળે લઘુત્તમ કર્મચારીઓ જાળવવામાં આવશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝ (આરઆઈએલ) અનેક ભારતીય કંપનીઓમાં સામેલ થઈ છે, જેણે એના કર્મચારીઓને વાઈરસનો પ્રસાર અટકાવવા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપ્યો છે. આ માટે ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરશે, જેથી મહત્તમ કાર્યક્ષમતાના ઉપયોગને પ્રોત્સાહન મળશે.
સ્ટાફને સામાન્ય દિવસોની સરખામણીમાં એકબીજા સાથે વધારે આદાનપ્રદાન કરવાની અને આઉટલૂક, એમએસ ટીમ્સ અને એન્ટરપ્રાઈઝ પ્લેટફોર્મ તેમજ કંપનીના અન્ય આંતરિક પ્લેટફોર્મ પર જોડાયેલા રહેવાની સલાહ આપવામાં આવી છે. પ્રવક્તાએ કહ્યું હતું કે, ૩૯;જો કે આ પ્રકારની અભૂતપૂર્વ સ્થિતિમાં જાહેર જરૃરિયાતોનો વિચાર કરીને આરઆઈએલ, નાગરિકોને તમામ આવશ્યક સેવાઓ પ્રદાન કરવાનું જાળવી રાખશે અને એના મુખ્ય રિટેલ ગ્રોસરી સ્ટોર્સ ખુલ્લાં રહેશે. એની ટેલીકોમ કનેક્ટિવીટી સેવાઓ, હોસ્પિટલ અને જાહેર કે વ્યવસાય માટે જરૃરી અન્ય તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. ૩૯; આવશ્યક સેવાઓ માટે આરઆઈએલ રોટેશનના ધોરણે એનો આશરે દસ ટકા સ્ટાફ ઉતારશે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કંપની આ ગાળામાં કાર્ય સાથે સંબંધિત અવરજવર કરવા માટે સ્ટાફ માટે એપ ટેક્ષી રિઈમ્બર્સ કરશે, જેથી સરકારી પરિવહન પર ભારણ ઘટશે. આરઆઈએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિતલ આર. મેસવાણીએ કર્મચારીઓને આપેલી સલાહમાં જણાવ્યું હતું કે, બુધવારથી ઘરે બેઠા કામ શરૃ થશે. તેમણે લખ્યું હતું. કે, ૩૯;અમે ઘરથી કામ કરવા દરેકને પ્રેરણા આપીએ છીએ. જો તમારે કામ કરવા ઓફિસમાં આવવાની જરૃર પડે, તો જ તમારે ઓફિસમાં આવવું જોઈએ. ઉપરાંત આપણે વ્યવસાય જાળવવા કાર્યસ્થળે ઓછામાં ઓછા કર્મચારીઓ જાળવીશું.૩૯; આરઆઈએલ સ્થિતિ પર નજર રાખશે અને રિયલ-ટાઈમ આધારે એની રિસ્પોન્સ વ્યવસ્થાનું મૂલ્યાંકન કરશે.