બે વર્ષમાં સૌથી મોટો હુમલો, ૧૬ હથિયારો લૂંટી ગયા
છત્તીસગઢના બસ્તાર વિસ્તારના સુકમા જિલ્લામાં માઓ નકસલવાદીઓએ મોટો હુમલો કરતા ૧૭ જવાનોના શહિદ થયા હતા અને ૧પ ઘવાયા હતા. માઓ ઉગ્રવાદીઓ ૧૬ હથિયારો પણ લૂંટી ગયા હતા.
ડીજીપી દુર્ગેશ માધવ અવશ્થીએ જણાવ્યું હતું કે માઓ નકસલીયોએ શનિવારે આ હુમલો કર્યો હતો નકસલીઓ ઘાતક હુકલો કરી આડેધડ ગોળીબાર કરતા સ્પેશ્યલ ટાસ્ફ ફોર્સ અને જિલ્લા અનામત દળના ૧૭ જવાનોના શહિદ થયા હતા અને ૧પ ઘવાયા હતા.
ઘવાયેલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉગ્રવાદીઓએ સલામતી જવાનો પાસેથી ૧૬ હથિયારો પણ છીનવી ગયા હતા.
શનિવારે સાંજે નકસલી હુમલો થયો હતો, પણ ખરાબ વાતાવરણને લીધે સલામત દળો રવિવારે બપોર બાદ જ પહોંચી શકયા હતાં હુમલા સ્થળે મૃત્યુ પામેલા જવાનોનાં શબ લેવા જતી સલામતી ટુકડીઓ પર ફરી હુમલો થાય તેવી શકયતાને ઘ્યાને લઇ ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
મીનપા અને કસલપાડના ગાઢ જંગલમાં નકસલીઓએ હુમલો કરી આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો સલામતી જવાનોએ વળતો ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર પાંચ કલાક સુધી ચાલ્યો હતો.