૨૯ દર્દી સારવાર હેઠળ : અમદાવાદમાં ૧૩, સુરતમાં ૪, વડોદરામાં ૬, ગાંધીનગરમાં ૪, રાજકોટ-કચ્છમાં ૧-૧ કેસ નોંધાયો
રાજકોટ સહીત રાજ્યના ૬ શહેરો ૨૫મી સુધી બંધ: એસટી સેવા ૨૫મી સુધી બંધ
ભારતમાં અત્યારે કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચુ ગયું છે. ગુજરાતમાં કોરોના માથું ઉંચકી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૨૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યનું પહેલું મોત સુરતમાં થયું છું. અમદાવાદમાં સૌથી વધારે ૧૩ પોઝિટિવ કેસ, વડોદરામાં છ, સુરતમાં ૪, ગાંધીનગરમાં ૪ અને કચ્છ તથા રાજકોટમાં ૧-૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ અમદાવાદ પછી કોરોનાના સૌથી વધુ કેસ વડોદરામાં થયા છે. ત્રણ નવા કેસ સાથે વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૬ થઇ ગઇ છે. ગુજરાતમાં પહેલું મોત નોંધાતાની સાથે જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આજથી હાઉસ ટૂ હાઉસ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. તો કોરોનાની દહેશતના પગલે વિધાનસભા સત્ર સ્થગિત રાખવામાં આવી શકે છે. જે અંગે આજે વિચારણા થઇ શકે છે.
રાજ્યમાં કોરોનાનો કહેર એકસાથે વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાનો આંકડો ૨૯ પર પહોંચ્યો છે આજે એક સાથે રાજ્યમાં૧૧ કેસો નોંધાયા છે જેમાં પાંચ લોકોને ચેપથી કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ચેપથી કોરોનાનો દર્દી સામે હોવાનું આવ્યું છે આ ઉપરાંત અમદાવાદમાં સાઉદી અરેબિયાથી આવ્યા કોરોનાના બે દર્દી,વડોદરામાં બે વ્યક્તિને ચેપથી થયો કોરોના,પેરિસથી આવેલી ૨૪ વર્ષીય યુવતીને કોરોના, અમદાવાદના ૩૩ વર્ષીય યુવકને કોરોનાનો ચેપ,ગાંધીનગરના ૪૯ વર્ષીય વ્યક્તિને કોરોનાનો ચેપ,યુકેથી આવેલા અમદાવાદના યુવકને કોરોના સાઉદીથી આવેલા ૮૫ વર્ષીય આધેડને કોરોના પોઝિટીવ આવ્યો છે.