યોગ્ય દિશા અને યોગ્ય દ્રષ્ટિકોણથી વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી રીતે ઉતીર્ણ થઇ શકે છે
સ્પર્ધાત્મક પરીક્ષા તરફ યુવાધનનો ઝુકાવ: યુપીએસસી, જીપીએસસી સહિતની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ કોચીંગ કલાસ કરતા હોઇ છે તન તોડ મહેનત!
આજના સમયમાં યુવાઓ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન સેવતા હોય છે. તેને પરીપૂર્ણ કરવા અથાગ મહેનત કરતાં હોય છે. ત્યારે દરેક વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે કોચીંગ કલાસીસમાં જઇ યોગ્ય પરીક્ષાલક્ષી માર્ગદર્શન મેળવતા હોય છે. ત્યારે આઇ.સી.ઇ. કલાસીસના ડાયરેકટર મૌલીકભાઇ ગોંધીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરી હતી તેમણે ઓનલાઇન કોચીંગ સામે કોચીંગ કલાસનું મહત્વ શું? કેવી રીતે કોચીંગ આપવામાં આવતું હોય તે વિશે વધુ માહીતી આપી હતી.
પ્રશ્ર્ન:- સરકારી નોકરી મેળવવા માટે કોચિંગ કલાસીનો રોલ શુંં હોય છે?
જવાબ:-કોચિંગ કલાસીસનો પ્રથમ રોલ છે યોગ્ય દિશા અને યોગ્ય દ્રષ્ટિકોણ સાથે તૈયારી કરાવવી વિદ્યાર્થીઓએ અલગ અલગ પરીક્ષા માટે કયા લેવલની તૈયારી કરવી તે કોચીંગ કલાસીસ શીખવે છે.
પ્રશ્ર્ન:- ઘરે બેસીને તૈયારી કરવી અને કોચિંગ કલાસીસમાં જઇને તૈયારી કરવી આ બન્ને વચ્ચે શું તફાવત છે.
જવાબ:- ઘરે બેસીને તૈયારી કરતો વિદ્યાર્થી એકાંતમાં તૈયારી કરે એટલે દુનિયાથી અજાણ હોય છે તેમને સ્પર્ધાત્મક વાતાવરણ મળતું નથી. જયારે કોચિંગ કલાસીસમાં એક સ્પર્ધાત્મક વાતાવરણ હોય છે. ઘરે બેસીને તૈયારી કરતો વિદ્યાર્થી અનિયમિત હોય છે. જયારે કોચિંગ કલાસીસમાં દરરોજ આપવામાં આવતાં હોમવર્કથી તે રેગ્યુલર બને છે. ફેકલ્ટી દ્વારા અપેડટેડ ન્યુઝ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે જેથી સરકારી નોકરીમાં નવું શું ચાલી રહ્યું છે. તેની જાણ વિદ્યાર્થીઓન રહે.
પ્રશ્ર્ન:- વિદ્યાર્થીઓની અને વાલીઓની કોચીંગ કલાસીસને લઇને ખોટી માન્યતાઓ હોય છે તેમના વિશે શું કહેશો?
જવાબ:- ઘણાં વાલીઓ એવું માનતા હોય કે કોચીંગ કલાસમાં ન જવું જોઇએ કેમ કે અત્યાર સુધી વિદ્યાર્થી ફકત સ્કુલ કે શાળાએ જ જ જતો હોય છે. તેથી તેની ઉપર વધુ ભાર આપવામાં આવે છે. પણ અમારૂં જે ફિલ્ડ છે તેને હું કોચિંગ ફિલ્ડ કરતાં પણ ટ્રેનીંગ ફિલ્ડ વધારે માનું છું. કેમ કે અમારા ફિલ્ડની કોઇ સ્કુલ કે કોલેજ ના હોય શકે તેમાં તમારે નિષ્ણાંતો પાસેથી જ માર્ગદર્શન મેળવવું એ એક અનિવાર્ય શરત બની જાય છે. જો વિદ્યાર્થી ઘરે બેસીને તૈયારી કરે તો તે ફકત મજુરી જ કરતો રહી જશે કેમ કે તેને સાચું માર્ગદર્શન ઘરે નહીં મળે.
પ્રશ્ર્ન:- વિદ્યાર્થીઓએ પોતાનો ગોલ કઇ રીતે નકકી કરવો જોઇએ?
જવાબ:- જીવનની અંદર કોઇપણ ક્ષેત્રની અંદર તમારે સફળતા હાંસલ કરવી હોય તો તમારો ગોલ (ઘ્યેય) નકકી કરવો ખુબ જ જરૂરી છે તમારે કઇ સ્પર્ધાત્મક પરિક્ષા પાસ કરવી છે એ નકકી કરવું જ પડે કેમ કે હાલ કોમ્પિટિશન ખુબ જ ટફ છે એવું નથી કે જીપીએસસી ની તૈયારી કરતા હોય તો વર્ગ-૩ પાસ કરી શકાય માટે એક ક્રિષ્ટલ કલીયર લક્ષ્ય નકકી કરશો તો તમે ખુબ સરળતાથી સળફતા હાંસિલ કરી શકશો.
પ્રશ્ર્ન:- ગોલ નકકી થયા બાદ વિદ્યાર્થીએ કઇ રીતે તૈયારી શરૂ કરવી જોઇએ?
જવાબ:- પછી વિદ્યાર્થીઓએ યોગ્ય મટીરીયલ્સની પસંદગી કરવી જોઇએ. વધુ વાચવા કરતાં જેટલું જરૂરી છે તે વારંવાર વાંચવું જોઇએ.
પ્રશ્ર્ન:- ઓનલાઇન કોચિંગ અને કોચિંગ કલાસીસ વચ્ચે વિદ્યાર્થીઓએ કોની પસંદગી કરવી જોઇએ?
જવાબ:- મારી દ્રષ્ટિએ ઓનલાઇન કોચિંગ રીવીઝન માટે ઉપયોગી હોઇ શકે પરંતુ શીખવા માટે તો યોગ્ય નિષ્ણાંતોનું માર્ગદર્શન જરૂરી છે.
પ્રશ્ર્ન:- વિદ્યાર્થીઓએ અભ્યાસની સાથે કેવી એકિટવીટી કરવી જોઇએ?
જવાબ:- દરરોજ મોક ટેસ્ટની પ્રેકિટસ કરવી જોઇએ જેથી પરીક્ષામાં કઇ રીતે પ્રશ્ર્નો પૂછાશે તે વિશે તેને જાણ હોય
પ્રશ્ર્ન:- આઇસીઇ ની શરૂઆતથી લઇને અત્યાર સુધીની સફર કેવી રહો?
જવાબ:- આઇસીઇ ની શરૂઆત ૨૦૧૧માંથી જયારે વિદ્યાર્થીથી લઇને આજે ૭૦૦૦ વિદ્યાર્થીઓ આઇસીઇ માં અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ ૪ સેન્ટરો છે. રાજકોટની અંદર ૩ સેન્ટરો છે વિદ્યાર્થીઓના પ્રેમ લાગણી અને હુંફ અને સહાયને માટે મળતા રહ્યા છે. અમે ગર્વથી કહી શકીએ છીએ કે પીએસઆઇ, એએસઆઇ, કોન્સ્ટેબલમાં પ૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અમારા ઇન્સ્ટીટયુટના છે.
પ્રશ્ર્ન:- આઇસીઇ ઇન્સ્ટીટયુટ વિદ્યાર્થીને કયા પ્રકારની સગવડતા પૂરી પાડે છે?
જવાબ:- ઓડીયો વિઝયુકસ કલાસ રૂમ, રીવીઝન માટે રીવીઝન લેકચર્સ, અધરા ટોપિકની તૈયારી કરવા માટે સુપર કલાસનું ખાસ આયોજન દર શનિવાર, રવિવારે કરવામાં આવે છે. માર્ગદર્શન માટે દરેક જીલ્લામાં સેમીનાર યોજવામાં આવે છે.
પ્રશ્ર્ન:- આઇ.સી.ઇ. ઇન્સ્ટીટયુટમાં કોચિંગથ આપતા ફેકલ્ટીની લાયકાત કયાં પ્રકારની હોય છે ?
જવાબ:- જે નિષ્ણાંતો હોય છે તેમાને પોતે જીપીએસસી, યુપીએસસી જેવી પરીક્ષાઓ પાસ કરેલી હોય છે. અને ખાસ કરીને અમારા તમામ ફેકલ્ટીઓ કે જેમને જીપીએસસી પ્રિલીમ, યુપીએસસી પ્રિલીમ અથવા તો જીપીએસસીનો ઇન્ટરવ્યું કે જીપીએસસી મેઇન્સ લખેલી હોય એવા જ માર્ગદર્શકોને અને પ્લેટ ફોર્મ આપીએ છીએ.
પ્રશ્ર્ન:- વિદ્યાર્થી મિત્રો માટે એક સંદેશ
જવાબ:- ૬ થી ૧૦ ધોરણની એનસીઇઆરટી ની બુકસ વાંચવાથી શરુઆત કરો, બેઝિક જનરલ નોલેજનો અભ્યાસ કરો અને પછી તમારે જે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ શરુ કરે સરકારી નોકરીનો સિલેબસ દરીયા જેવડો હોય છે એમાંથી તૈયારી કરવાની જરૂર છે.